Gujarat Weather News: અલનીનોની અસરથી રાજ્યમાં વરસાદ ખેંચાયો, ઓગસ્ટના અંતમાં મેઘમહેરની શક્યતા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં ચોમાસાની પ્રગતિ પર બ્રેક વાગતાં ખેડૂતો અને નાગરિકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ,ચોમાસા પર અલનીનોનું ગ્રહણ લાગવાના કારણે હાલ વરસાદી સિસ્ટમમાં યોગ્ય પ્રેશર સક્રિય થઈ રહ્યું નથી.જેને પગલે હવે ભારે વરસાદ માટે રાહ જોવી પડશે.હવામાન નિષ્ણાતોના મતે ઓગસ્ટ મહિનાના અંતમાં વરસાદનો નવું રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતા છે.જ્યારે સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદ થાય તેવી સંભાવનાઓ ખૂબ જ નહિવત જણાઈ રહી છે.
ભારે પવન ફૂંકાવાની શક્યતા
બીજી તરફ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.આ સિસ્ટમની અસર હેઠળ સમગ્ર રાજ્યમાં 40થી 50 કિમી પ્રતિકલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.ઉત્તર ગુજરાતમાં ગાજવીજ અને પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.જ્યારે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જળવાઈ રહેશે.
પવન સાથે વરસાદી ઝાપટાં પડવાની આગાહી
હવામાન વિભાગે કરેલી જિલ્લાવાર આગાહી મુજબ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને દ્વારકામાં સામાન્ય વરસાદ પડી શકે છે.જ્યારે જામનગર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ જિલ્લાઓમાં પણ મેઘમહેર થવાની સંભાવના છે. આ ઉપરાંત, અમદાવાદ શહેરમાં પણ દિવસ દરમિયાન પવન સાથે વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Ahmedabad News: સોલા સિવિલમાં રોજ 13 હજારથી વધુ OPD, 1253 દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

