Gujarat Weather News: રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ, આ વિસ્તારોમાં આજે વરસાદની સંભાવના
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ સક્રિય થયો છે.હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ રાજ્યમાં હાલ લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ સક્રિય થવાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે.આ સિસ્ટમના પ્રભાવ હેઠળ આગામી સમયમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ગતિવિધિઓ જોવા મળશે.જેનાથી લોકોને ઉકળાટ અને ગરમીથી રાહત મળવાની શક્યતા છે.
ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે સુરત,ડાંગ અને નવસારીમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.આ ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશો દમણ અને દાદરાનગર હવેલીમાં પણ મેઘરાજા મહેરબાન રહેશે.ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં વરસી શકે છે. બીજી તરફ પશ્ચિમ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં પણ છૂટોછવાયો વરસાદ અથવા વરસાદી ઝાપટાં ચાલુ રહેવાની સંભાવના છે.અમદાવાદ શહેરમાં પણ આગામી સમયમાં આકાશ વાદળછાયું રહેવાની સાથે હળવા વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં સક્રિય થયેલા આ મોન્સૂન ટ્રફ અને લો પ્રેશરના કારણે ચોમાસાનો આ દોર હજુ કેટલાક દિવસો સુધી યથાવત રહે તેવી પૂરી સંભાવના છે.
આજે આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
20 સપ્ટેમ્બરે નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, પંચમહાલ, દાહોદ,બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબીજિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
21થી 25 સપ્ટેમ્બર કેવો રહેશે વરસાદી માહોલ
21થી 25 સપ્ટેમ્બર સુધીમાં અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, બનાસકાંઠા, વાવ થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
આ પણ વાંચોઃ Banaskantha News : આજથી અંબાજીમાં ભાદરવી પૂનમ મહા મેળાનો પ્રારંભ, 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટશે
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

