Gujarat Weather News: રાજ્યમાં ગરમ પવનોને કારણે ગરમીમાં વધારો થયો,આજે 44 ડિગ્રી સુધી તાપમાન પહોચી શકે છે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ઉત્તર પશ્ચિમના ગરમ પવનો ફૂંકાતા ગરમી વધી રહી છે. હવામાન વિભાગે આજે 43થી 44 ડિગ્રી ગરમીની આગાહી કરી છે. ગાંધીનગર, અમરેલી અને સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી ગરમી નોંધાઈ છે. જ્યારે ડીસા, કંડલા અને વડોદરામાં 41 ડિગ્રી ગરમી નોંધાઈ છે. ભુજમાં 40 અને ભાવનગરમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
અમદાવાદમાં ગરમીનો પારો 43.2 ડિગ્રીએ પહોંચ્યો
રાજ્યમાં ગઈકાલે મંગળવારે અમદાવાદમાં ગરમીનો પારો 43.2 ડિગ્રીએ પહોંચ્યો હતો. જ્યારે 43.6 ડિગ્રી સાથે રાજકોટ ગુજરાતનું સૌથી ગરમ શહેર બન્યું હતું. અમદાવાદ શહેરમાં તાપમાનનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે.આગામી દિવસોમાં અમદાવાદના તાપમાનમાં કોઈ ફેરફાર થાય તેવી શક્યતાઓ નથી. બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ તાપમાન 40 ડિગ્રી વટાવી જતાં લોકો બરાબરના શેકાયા હતાં.
આગામી દિવસોમાં ગરમીમાં ઘટાડો થઈ શકે
ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના ડીસામાં પણ 41 ડિગ્રી તાપમાન નોંધાતા ગરમીમાં વધારો થયો હતો. રાજ્યમાં ગરમીની આગાહી વચ્ચે આગામી દિવસોમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થાય તેવી શક્યતાઓ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં 40 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે. ગરમીમાં ભેજનું પ્રમાણ વધવાથી લોકોને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ Local body election result 2026: કોંગ્રેસની હાર માટે ટિકિટોની સોદાબાજી અને ડેમેજ કંટ્રોલમાં બેદરકારી જવાબદાર
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

