Gujarat Weather News: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી, ગરમીનો પારો પણ ઊંચકાશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં હાલ મિશ્ર ઋતુની અસર જોવા મળી રહી છે. રાજ્યમાં હાલમાં 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે અને મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.આવતીકાલથી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગ અનુસાર ખાસ કરીને નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને દમણ જેવા વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.
હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી
ગુજરાતમાં વહેલી સવારે સહેજ ઠંડી અને દિવસ દરમિયાન આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જ્યારે રાત્રે પણ ઠંડીની અસર અનુભવાય છે. આગામી બે દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં આગામી બે દિવસ ત્રણ ઋતુનો અનુભવ થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં વરસાદની શક્યતાઓ છે. બીજી તરફ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં કોઈ ફેરફાર નહીં થાય તેવી વિગતો પણ સામે આવી છે.
નલિયામાં 18.6 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું
ગઈકાલે કચ્છના નલિયામાં 18.6 ડિગ્રી સાથે સૌથી નીચું જ્યારે રાજકોટમાં 39.3 ડિગ્રી સાથે સૌથી વધારે તાપમાન નોંધાયું હતું.અમદાવાદમાં 36.1 ડિગ્રીએ મહત્તમ તાપમાન અને 22.4 ડિગ્રીએ લઘુતમ તાપમાનનો પારો હતો.31 ઓક્ટોબર બાદ અમદાવાદમાં લઘુતમ તાપમાનનો પારો તબક્કાવાર ઘટવા લાગે તેવી સંભાવના છે. આજે અન્યત્ર ભુજમાં 38, સુરતમાં 37.5, સુરેન્દ્રનગરમાં 37.3 ગાંધીનગરમાં 36.5, વડોદરામાં 36.2, ભાવનગરમાં 35.8 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.અનેક વિસ્તારમાં વહેલી સવારે ધુમ્મસની ચાદર પણ છવાઈ હતી.
આ પણ વાંચોઃ Ahmedabad News: શેલામાં PSIના પત્નીના ગળામાંથી સોનાની ચેઈન ઝૂંટવી બાઈક સવારો ફરાર
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

