Gujarat Weather News: ડબલ ઋતુ વચ્ચે રાજ્યમાં આગામી ત્રણ દિવસ માવઠાની આગાહી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટરબન્સની અસરને કારણે આગામી ત્રણ દિવસ દરમિયાન કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.અર્નબ વાવાઝોડુ આંધ્રપ્રદેશમાં ત્રાટક્યું છે. સવારે આંધ્રપ્રદેશ અને યાનમના દરિયાકાંઠે લેન્ડફોલની પ્રક્રિયા પૂર્ણ કરી હતી.આ દરમિયાન પવનની ઝડપ 125થી 135 કિલોમીટર પ્રતિ કલાક રહી હતી. બીજી તરફ આ વાવાઝોડાની અસર ગુજરાતમાં થાય તેવી કોઈ શક્યતાઓ નથી. પરંતુ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે રાજ્યમાં ત્રણ દિવસ વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડો. પ્રદિપ શર્માએ કહ્યું હતું કે, વેસ્ટર્ન ડિસ્ટરબન્સની અસરને કારણે આગામી 29 ઓક્ટોબરે નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી તેમજ અમરેલી અને ભાવનગરમાં,30 ઓક્ટોબરે તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અંકલેશ્વર, અમરેલી અને ભાવનગરમાં જ્યારે 31 ઓક્ટોબરે નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. આ વાતાવરણીય ફેરફારને કારણે મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીની વધઘટ જોવા મળશે.
દિવસ દરમિયાન આકરી ગરમીનો અનુભવ
ગુજરાતમાં વહેલી સવારે સહેજ ઠંડી અને દિવસ દરમિયાન આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જ્યારે રાત્રે પણ ઠંડીની અસર અનુભવાય છે. આગામી બે દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં આગામી બે દિવસ ત્રણ ઋતુનો અનુભવ થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં વરસાદની શક્યતાઓ છે. બીજી તરફ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં કોઈ ફેરફાર નહીં થાય તેવી વિગતો પણ સામે આવી છે.
નલિયામાં 18.6 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું
ગઈકાલે કચ્છના નલિયામાં 18.6 ડિગ્રી સાથે સૌથી નીચું જ્યારે રાજકોટમાં 39.3 ડિગ્રી સાથે સૌથી વધારે તાપમાન નોંધાયું હતું.અમદાવાદમાં 36.1 ડિગ્રીએ મહત્તમ તાપમાન અને 22.4 ડિગ્રીએ લઘુતમ તાપમાનનો પારો હતો.31 ઓક્ટોબર બાદ અમદાવાદમાં લઘુતમ તાપમાનનો પારો તબક્કાવાર ઘટવા લાગે તેવી સંભાવના છે. આજે અન્યત્ર ભુજમાં 38, સુરતમાં 37.5, સુરેન્દ્રનગરમાં 37.3 ગાંધીનગરમાં 36.5, વડોદરામાં 36.2, ભાવનગરમાં 35.8 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.અનેક વિસ્તારમાં વહેલી સવારે ધુમ્મસની ચાદર પણ છવાઈ હતી.
આ પણ વાંચોઃ Cyclone: આકાશમાં અર્નબનો ડર! સેટેલાઇટ તસવીરે ખોલ્યું ભયાનક રહસ્ય, અનેક રાજ્યો પર ખતરો?
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

