Gujarat Weather News : ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી શકે છે છૂટો છવાયો વરસાદ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાવનગર,અમરેલીમાં ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે બીજી તરફ ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, બોટાદ, કચ્છ ,બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, મોરબી, જામનગર, રાજકોટ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ગાંધીનગર, વડોદરામાં છૂટા છવાયા વરસાદની આગાહી કરાઈ છે, અરબસાગરમાં ડિપ્રેશનથી માવઠની રહેશે અસર.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 136 તાલુકામાં વરસાદ નોંધાયો
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 136 તાલુકામાં વરસાદ નોંધાયો છે, સૌથી વધુ ડીસામાં 2.05 ઇંચ વરસાદ, સુત્રાપાડામાં 1.8 ઇંચ,વેરાવળમાં 1.8 ઇંચ વરસાદ, તાલાલામાં 1.8 ઇંચ, બાવળામાં 1.6 ઇંચ, રાધનપુર અને ધોળકામાં 1.5 ઇંચ, માંગરોળ અને વિસાવદરમાં 1.4 ઇંચ વરસાદ, વઢવાણ, વાલિયા,ભેસાણમાં 1.3 ઇંચ વરસાદ, માળીયા હાટીના અને ભચાઉમાં 1.2 ઇંચ વરસાદ, દાંતીવાડા, કોડીનાર ,મેંદરડામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે.
મોન્થા વાવાઝોડુ આજે આંધ્રના દરિયાકાંઠે ટકરાશે
મોન્થા વાવાઝોડુ આજે રાત સુધીમાં આંધ્રના દરિયાકાંઠે ટકરાશે. 100 કિ.મીની સ્પીડથી આ વાવાઝોડુ આંધ્રના દરિયાકાંઠે ટકરાશે. વાવાઝોડાની અસર આંધ્રપ્રદેશ, ઓડિસામાં રહેશે. જેના કારણે આંધ્ર, ઓડિસા, છત્તીસગઢ અને તેલંગાણામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ અરબી સમુદ્રમાં પણ હવાનું હળવું દબાણ હોવાનું હવામાન વિભાગ દ્વારા જાણવા મળ્યું છે. ગુજરાતમાં 31 ઓક્ટોબર સુધી વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચના અપાઈ છે. કોસ્ટગાર્ડ દ્વારા પણ દરિયામાં ગયેલા માછીમારોને સૂચના આપીને પરત બોલાવાઈ રહ્યાં છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ઓરેન્જ એલર્ટ, દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ
આગામી વરસાદી સિસ્ટમની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જોવા મળશે, જ્યાં ભારે વરસાદની સંભાવના છે. આથી, હવામાન વિભાગ દ્વારા આ વિસ્તારો માટે 3 દિવસ માટે ઓરેન્જ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. બીજી તરફ, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ આગામી 2 દિવસ માટે ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, જેનાથી શહેરી વિસ્તારોમાં પણ સામાન્ય જનજીવનને અસર થઈ શકે છે. સમગ્ર રાજ્યમાં વરસાદની સંભાવના અને માછીમારોને ચેતવણી
અતિભારે વરસાદની આગાહીની સાથે સાથે રાજ્યના અન્ય અનેક વિસ્તારોમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મોરબી, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, નર્મદા, છોટાઉદેપુરમાં વરસાદી ઝાપટાં પડવાની કે હળવો વરસાદ થવાની શક્યતા છે. આ સંભવિત ખરાબ હવામાન અને દરિયાની અશાંત સ્થિતિને ધ્યાનમાં રાખીને, આગામી 5 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. રાજ્યના તમામ પોર્ટ પર જોખમ સૂચવતું LC 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે, જે સૂચવે છે કે પોર્ટ છોડતા જહાજોને હવામાન સંબંધી ગંભીર ચેતવણીઓ છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

