Gujarat Weather News: અંબાલાલ પટેલની ગરમીને લઈ આગાહી, તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચશે

Apr 24, 2026 - 13:00
Gujarat Weather News: અંબાલાલ પટેલની ગરમીને લઈ આગાહી, તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં ગરમીનું જોર વધી રહ્યું છે.આજે ગરમીનો પારો 41થી 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ છે.રાજ્યમાં 42.7 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ હોટ સિટી બન્યું છે. આગામી સાત દિવસ આકરી ગરમી પડશે. રાજકોટ મનપાએ ગરમીનું યલો એલર્ટ આપ્યું છે.રાજ્યમાં ઉનાળાની સિઝન હવે તેના આકરા મિજાજમાં જોવા મળી રહી છે.રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીની આગાહી કરી હતી. તેમણે કહ્યું હતું કે, 28 એપ્રિલ સુધી રાજ્યમાં ભીષણ ગરમી પડશે.

ગરમીને લઇ અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીની આગાહી કરી હતી. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચો જશે. 28 એપ્રિલ સુધી રાજ્યમાં ભીષણ ગરમી પડશે. તાપમાનનો પારો 42થી 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભીષણ ગરમી રહેશે. દક્ષિણ ગુજરાતમાં ભેજવાળા પવનો ફૂંકાશે. 28 એપ્રિલ બાદ હવામાનમાં પલટો આવી શકે છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં પ્રિમોન્સૂન વરસાદ સાથે કરા પણ પડશે.

સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીનો પ્રભાવ

સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીનો પ્રભાવ શરૂ થઈ ગયો છે.રાજકોટ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો છે.બીજી તરફ અમદાવાદીઓ પણ 41.5 ડિગ્રી તાપમાનમાં શેકાયા હતા.આગામી ત્રણ દિવસમાં શહેરમાં ત્રણ ડિગ્રી સુધી પારો ઊંચકાવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરાઈ છે.દરિયાકાંઠાના વિસ્તારોમાં અસહ્ય ઉકળાટ અને બારો રહેવાની પણ ચેતવણી અપાઈ છે.સૌથી વધુ તાપમાન સૌરાષ્ટ્રના રાજકોટમાં 42.7 ડિગ્રી, જ્યારે અમરેલીમાં 42.5 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 42.1 ડિગ્રી ગરમી નોંધાઈ છે.

આ પણ વાંચોઃ Gujarat Weather News: આગામી 3 દિવસમાં ગરમી 3 ડિગ્રી વધવાની શક્યતા, અસહ્ય બફારા જેવી સ્થિતિ સર્જાશે



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0