Gujarat Weather Forecast : ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ, રાજ્યમાં મિશ્ર હવામાન વચ્ચે સવારે ગુલાબી ઠંડી અને બપોરે શેકાતો તાપ!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં હાલ ઋતુસંધિનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં મિશ્ર ઋતુની અસર વર્તાશે. લોકોને સવારના સમયે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, જ્યારે બપોરના સમયે ગરમી અનુભવાઈ રહી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 4 દિવસ બાદ રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાશે, જેના કારણે ઠંડીના પ્રમાણમાં ક્રમશઃ વધારો થશે.
હાલ મહત્તમ તાપમાન 37 થી 38 ડિગ્રી રહેશે
હાલની પરિસ્થિતિ અંગે માહિતી આપતાં હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં હાલ મહત્તમ તાપમાન 37 થી 38 ડિગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાઈ રહ્યું છે. વાતાવરણમાં ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશા તરફથી પવનો ફૂંકાવાનું શરૂ થયું છે. આ પવનોના કારણે વહેલી સવારે વાતાવરણમાં ભેજ અને સામાન્ય ગુલાબી ઠંડીનો અનુભવ થાય છે. જોકે, બપોરના સમયે તાપમાન ઊંચું રહેતાં બેવડી ઋતુના કારણે રોગચાળો વધવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે.
બંગાળની ખાડીની સિસ્ટમથી ગુજરાત મુક્ત
દરમિયાન, બંગાળની ખાડીમાં સક્રિય થયેલી હવામાનની નવી સિસ્ટમને લઈને ગુજરાતના નાગરિકો અને ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આ બંગાળની ખાડીની સિસ્ટમની ગુજરાત પર કોઈ સીધી કે વિપરીત અસર જોવા મળશે નહીં. પરિણામે રાજ્યમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે અને ધીમે ધીમે શિયાળાનું આગમન સુચારુ રીતે આગળ વધશે.
આ પણ વાંચો : Banaskanthaમાં વાહનચાલકો પર મોંઘવારીનો પડ્યા પર પાટુ જેવો ફટકો, IRM કંપનીએ CNG ના ભાવમાં ઝીંક્યો સીધો રૂ. 4 નો વધારો!
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

