Gujarat Weather : 2 થી 5 જુલાઈ ભારેથી અતિભારે વરસાદની આગાહી, માછીમારોને સાવચેત કરાયા

Jun 29, 2026 - 16:00
Gujarat Weather : 2 થી 5 જુલાઈ ભારેથી અતિભારે વરસાદની આગાહી, માછીમારોને સાવચેત કરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ વચ્ચે ભારે વરસાદની આગાહી છે.હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.સુરત ડાંગ તાપી નવસારી વલસાડ બોટાદ અમરેલી રાજકોટ ભાવનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે.2થી 5 જુલાઈ દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ અને 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં ત્રણ સિસ્ટમ સક્રિય થઈ

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે, રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ એમ ત્રણ-ત્રણ મજબૂત સિસ્ટમ એકસાથે સક્રિય થઈ છે. જેના કારણે આગામી 2 અને 3 જુલાઈએ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામશે.આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને થરાદ પંથકમાં વરસાદની સંભાવના છે, જ્યારે પાટણ, અરવલ્લી અને પંચમહાલમાં પણ છૂટાછવાયા ઝાપટાં પડશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ મેઘમહેર જોવા મળશે.

આગામી બેથી ત્રણ દિવસમાં ચોમાસુ આગળ વધશે

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી બેથી ત્રણ દિવસમાં ચોમાસુ આગળ વધશે. ગુજરાત, મધ્યપ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, બિહાર, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ સહિતના વિસ્તારોમાં આગળ વધશે. વરસાદની વચ્ચે પણ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી ગરમી અને અસહ્ય ઉકળાટનો સામનો કરવો પડશે. ખાસ કરીને અમદાવાદમાં તાપમાન 4 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે.


આ પણ વાંચોઃ Sandesh Digital Explainer : ચોમાસું આખરે ક્યાં જઈને અટકી ગયું? ગુજરાત માટે આગામી 24 કલાક કેમ અત્યંત રોમાંચક છે, જાણો અસલી રહસ્ય


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0