Gujarat Weather : રાજયમાં હાડ થીજવતી ઠંડીનો ચમકારો, નલિયા સૌથી ઠંડુ શહેર

રાજયમાં હાડ થીજવતી ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે,સાથે સાથે નલિયા 6.4 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર શહેર બન્યું છે.રાજકોટ અને નલિયામાં કોલ્ડવેવની આગાહી કરવામા આવી છે,સાથે સાથે પોરબંદરમાં પણ કોલ્ડવેવની આગાહી કરાઈ છે તેમજ 19 જિલ્લાઓમાં તાપમાન 15 ડિગ્રીથી નીચું નોંધાયું છે.ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીમાં વધારો જોવા મળ્યો છે અને આગામી સમયમાં પણ હજી વધારે ઠંડી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જાણો કયાં કેટલું તાપમાન નોંધાયું હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઠંડીની વાત કરવામાં આવે તો રાજકોટમાં 9.5 ડિગ્રી, કેશોદમાં 10.9 ડિગ્રી,મહુવામાં 12.5 ડિ્ગ્રી, અમરેલીમાં 12.6 ડિગ્રી,ગાંધીનગરમાં 13.3 ડિગ્રી, અમદાવાદમાં 13.4 ડિગ્રી,સુરેન્દ્રનગરમાં 12.8 ડિગ્રી, ડીસામાં 12.9 ડિગ્રી,પોરબંદરમાં 14 ડિગ્રી, વડોદરામાં 14.6 ડિગ્રી,ભાવનગર અને વેરાવળમાં 15.4-15.4 ડિગ્રી તાપામાન નોંધાયું છે. ભારતમાં ઠંડીની જામી લહેર ભારતીય હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું કે, આગામી દિવસોમાં ઠંડી વધી શકે છે. દેશના મોટા ભાગના ભાગોમાં શિયાળા દરમિયાન સામાન્ય તાપમાન કરતાં વધુ નોંધાય તેવી શક્યતા છે ઓછા શીત લહેર દિવસો: ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને ઉત્તર-પૂર્વ ભારતમાં ઓછા શીત લહેર દિવસો રહેશે. દક્ષિણ ભારતમાં ઠંડી વધી શકે છે. દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં તાપમાન સામાન્ય કરતાં ઓછું રહી શકે છે.ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ચારેતરફ તીવ્ર ઠંડીનું મોજું ફરી ગયું છે. હિમાચલમાં હિમવર્ષાને કારણે ઠંડીનું મોજું વધ્યું છે. ડિસેમ્બરના આગમનની સાથે જ ઠંડીએ પણ પોતાના રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. પરંતું ડિસેમ્બરના આગામી દિવસો આના કરતા વધુ ભયાનક જશે તેવી આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગે ઠંડીની નવી આગાહીને લઈને મોટું એલર્ટ આપ્યું છે. 23 ડિસેમ્બરથી ઠંડી વધવાની શકયતા : અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે આ સિસ્ટમના કારણે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે,આ સિસ્ટમ બનવાથી 23 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડી પડવાની શક્યતા રહેશે અને બર્ફીલા પવનો ફૂંકાશે જેના કારણે કાતિલ ઠંડી પડશે,16 થી 22 દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે,દક્ષિણ ગુજરાતના ભાગોમાં છાંટા થઈ શકે છે,જાન્યુઆરી માસમાં રાજ્યમાં પડશે હાડ થીજવતી ઠંડી પડશે.

Gujarat Weather : રાજયમાં હાડ થીજવતી ઠંડીનો ચમકારો, નલિયા સૌથી ઠંડુ શહેર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજયમાં હાડ થીજવતી ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે,સાથે સાથે નલિયા 6.4 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર શહેર બન્યું છે.રાજકોટ અને નલિયામાં કોલ્ડવેવની આગાહી કરવામા આવી છે,સાથે સાથે પોરબંદરમાં પણ કોલ્ડવેવની આગાહી કરાઈ છે તેમજ 19 જિલ્લાઓમાં તાપમાન 15 ડિગ્રીથી નીચું નોંધાયું છે.ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીમાં વધારો જોવા મળ્યો છે અને આગામી સમયમાં પણ હજી વધારે ઠંડી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

જાણો કયાં કેટલું તાપમાન નોંધાયું

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઠંડીની વાત કરવામાં આવે તો રાજકોટમાં 9.5 ડિગ્રી, કેશોદમાં 10.9 ડિગ્રી,મહુવામાં 12.5 ડિ્ગ્રી, અમરેલીમાં 12.6 ડિગ્રી,ગાંધીનગરમાં 13.3 ડિગ્રી, અમદાવાદમાં 13.4 ડિગ્રી,સુરેન્દ્રનગરમાં 12.8 ડિગ્રી, ડીસામાં 12.9 ડિગ્રી,પોરબંદરમાં 14 ડિગ્રી, વડોદરામાં 14.6 ડિગ્રી,ભાવનગર અને વેરાવળમાં 15.4-15.4 ડિગ્રી તાપામાન નોંધાયું છે.

ભારતમાં ઠંડીની જામી લહેર

ભારતીય હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું કે, આગામી દિવસોમાં ઠંડી વધી શકે છે. દેશના મોટા ભાગના ભાગોમાં શિયાળા દરમિયાન સામાન્ય તાપમાન કરતાં વધુ નોંધાય તેવી શક્યતા છે ઓછા શીત લહેર દિવસો: ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને ઉત્તર-પૂર્વ ભારતમાં ઓછા શીત લહેર દિવસો રહેશે. દક્ષિણ ભારતમાં ઠંડી વધી શકે છે. દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં તાપમાન સામાન્ય કરતાં ઓછું રહી શકે છે.ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ચારેતરફ તીવ્ર ઠંડીનું મોજું ફરી ગયું છે. હિમાચલમાં હિમવર્ષાને કારણે ઠંડીનું મોજું વધ્યું છે. ડિસેમ્બરના આગમનની સાથે જ ઠંડીએ પણ પોતાના રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. પરંતું ડિસેમ્બરના આગામી દિવસો આના કરતા વધુ ભયાનક જશે તેવી આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગે ઠંડીની નવી આગાહીને લઈને મોટું એલર્ટ આપ્યું છે.

23 ડિસેમ્બરથી ઠંડી વધવાની શકયતા : અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે આ સિસ્ટમના કારણે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે,આ સિસ્ટમ બનવાથી 23 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડી પડવાની શક્યતા રહેશે અને બર્ફીલા પવનો ફૂંકાશે જેના કારણે કાતિલ ઠંડી પડશે,16 થી 22 દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે,દક્ષિણ ગુજરાતના ભાગોમાં છાંટા થઈ શકે છે,જાન્યુઆરી માસમાં રાજ્યમાં પડશે હાડ થીજવતી ઠંડી પડશે.