Gujarat Weather : રાજયમાં ઠંડીમાં થયો ઘટાડો, ફેબ્રુઆરી મહિનામાં વરસાદની કરાઈ આગાહી

ઠંડીને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે જેમાં રાજયમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો છે.સાથે સાથે નલિયામાં સૌથી ઓછુ તાપમાન નોંધાયું છે.સાથે સાથે પૂર્વથી ઉત્તર પૂર્વના પવન હાલ ફૂંકાતા નથી જેના કારણે ઠંડીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.રાજયના મોટા ભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે,રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને સર્ક્યુલેશનથી વાદળછાયું વાતાવરણ રહી શકે છે.અને મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. જાણો કયાં કેટલું તાપમાન નોંધાયું હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો,અમદાવાદમાં 16.6 ડિગ્રી, ગાંધીનગરમાં 14.6 ડિગ્રી,ડીસા 14.4 ડિગ્રી,વલ્લભ વિદ્યાનગરમાં 16.1 ડિગ્રી,કેશોદમાં 13.1 ડિગ્રી, અમરેલીમાં 13.8 ડિગ્રી,મહુવામાં 14.1 ડિગ્રી, રાજકોટમાં 14.2 ડિગ્રી,પોરબંદરમાં 15.4 ડિગ્રી, વડોદરામાં 15.8 ડિગ્રી,સુરત અને ભાવનગરમાં 16.8 ડિગ્રી,કંડલામાં 16.2 ડિગ્રી, ભુજમાં 17.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી રાજયમાં ફરી ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેમા 2 અને 3 ફેબ્રુઆરીએ માવઠાની આગાહી કરવામાં આવી છે,વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થતા માવઠાની આગાહી કરવામા આવી છે.2 ફેબ્રુઆરીએ અમરેલી,ભાવનગર, નવસારી, વલસાડ,દમણ, દાદરાનગર હવેલીમાં માવઠાની આગાહી કરવામાં આવી છે,જયારે 3 ફેબ્રુઆરીએ અરવલ્લી,અમરેલી, ભાવનગર,મહીસાગર, દાહોદમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આ સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાવાની શક્યતા બે દિવસ બાદ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે, જેને પગલે ઠંડીનો પારો 13 ડિગ્રી સુધી ગગડવાની આગાહી કરવામાં આવી છે, જે આ સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઇ શકે એમ છે. કારણ કે, આ સિઝનમાં અત્યાર સુધીમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રીના નીચે ગયું નથી.છેલ્લા બે દિવસથી ઉત્તર ભારતમાં બરફ વર્ષા શરૂ થઈ છે, જેને પગલે તાપમાન ફ્રીઝિંગ પોઇંટ પર છે. આ ઉપરાંત સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઉત્તર-પૂર્વ દિશા તરફથી બર્ફીલા પવનો ફૂંકાવાના શરૂ થતાં અચાનક તાપમાનમાં મોટો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. બપોરના સમયે ગરમી પણ પડી શકે છે ગુજરાતમાં ફરીથી ઠંડીનો ચમકારો વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે હવામાન વિભાગે ગુરુવારથી ત્રણ દિવસ ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની પણ આગાહી આપી છે. આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરી છે.હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 24 કલાક શુષ્ક હવામાન રહેશે.

Gujarat Weather : રાજયમાં ઠંડીમાં થયો ઘટાડો, ફેબ્રુઆરી મહિનામાં વરસાદની કરાઈ આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ઠંડીને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે જેમાં રાજયમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો છે.સાથે સાથે નલિયામાં સૌથી ઓછુ તાપમાન નોંધાયું છે.સાથે સાથે પૂર્વથી ઉત્તર પૂર્વના પવન હાલ ફૂંકાતા નથી જેના કારણે ઠંડીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.રાજયના મોટા ભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે,રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને સર્ક્યુલેશનથી વાદળછાયું વાતાવરણ રહી શકે છે.અને મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.

જાણો કયાં કેટલું તાપમાન નોંધાયું

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો,અમદાવાદમાં 16.6 ડિગ્રી, ગાંધીનગરમાં 14.6 ડિગ્રી,ડીસા 14.4 ડિગ્રી,વલ્લભ વિદ્યાનગરમાં 16.1 ડિગ્રી,કેશોદમાં 13.1 ડિગ્રી, અમરેલીમાં 13.8 ડિગ્રી,મહુવામાં 14.1 ડિગ્રી, રાજકોટમાં 14.2 ડિગ્રી,પોરબંદરમાં 15.4 ડિગ્રી, વડોદરામાં 15.8 ડિગ્રી,સુરત અને ભાવનગરમાં 16.8 ડિગ્રી,કંડલામાં 16.2 ડિગ્રી, ભુજમાં 17.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી

રાજયમાં ફરી ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેમા 2 અને 3 ફેબ્રુઆરીએ માવઠાની આગાહી કરવામાં આવી છે,વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થતા માવઠાની આગાહી કરવામા આવી છે.2 ફેબ્રુઆરીએ અમરેલી,ભાવનગર, નવસારી, વલસાડ,દમણ, દાદરાનગર હવેલીમાં માવઠાની આગાહી કરવામાં આવી છે,જયારે 3 ફેબ્રુઆરીએ અરવલ્લી,અમરેલી, ભાવનગર,મહીસાગર, દાહોદમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.

આ સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાવાની શક્યતા

બે દિવસ બાદ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે, જેને પગલે ઠંડીનો પારો 13 ડિગ્રી સુધી ગગડવાની આગાહી કરવામાં આવી છે, જે આ સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઇ શકે એમ છે. કારણ કે, આ સિઝનમાં અત્યાર સુધીમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રીના નીચે ગયું નથી.છેલ્લા બે દિવસથી ઉત્તર ભારતમાં બરફ વર્ષા શરૂ થઈ છે, જેને પગલે તાપમાન ફ્રીઝિંગ પોઇંટ પર છે. આ ઉપરાંત સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઉત્તર-પૂર્વ દિશા તરફથી બર્ફીલા પવનો ફૂંકાવાના શરૂ થતાં અચાનક તાપમાનમાં મોટો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે.

બપોરના સમયે ગરમી પણ પડી શકે છે

ગુજરાતમાં ફરીથી ઠંડીનો ચમકારો વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે હવામાન વિભાગે ગુરુવારથી ત્રણ દિવસ ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની પણ આગાહી આપી છે. આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરી છે.હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 24 કલાક શુષ્ક હવામાન રહેશે.