Gujarat Weather : ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયામાં સૌથી ઓછું તાપમાન 11 ડિગ્રી તાપમાન નોંધાયું

Dec 4, 2025 - 08:00
Gujarat Weather : ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયામાં સૌથી ઓછું તાપમાન 11 ડિગ્રી તાપમાન નોંધાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સૌરાષ્ટ, કચ્છમાં વધુ ઠંડી રહે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, ઉત્તર ગુજરાતમાં ઠંડી વધુ રહે તેવી શકયતા છે, તો નલિયામાં સૌથી ઓછું 11 ડિગ્રી તાપમાન નોંધાયું હોવાની વાત સામે આવી છે. આગામી દિવસોમાં એટલે કે ડિસેમ્બર મહિનામાં ઠંડી ભૂક્કા બોલાવી શકે છે, અને 7 ડિસેમ્બર બાદ વધુ ઠંડી પડવાની શકયતાઓ સેવાઈ રહી છે.

ગુજરાતના આ જિલ્લામાં આટલું તાપમાન નોંધાયું

અમદાવાદમાં 16.8, ગાંધીનગર 15.8 ડિગ્રી, અમરેલીમાં 13.8 ડિગ્રી, રાજકોટમાં 14.3 ડિગ્રી, ભુજમાં 14.8, કંડલામાં 14.9 ડિગ્રી તાપમાન, કેશોદમાં 15.1 ડિગ્રી, ડીસામાં 15.2 ડિગ્રી, વડોદરામાં 15.8 ડિગ્રી, મહુવામાં 15.6 ડિગ્રી, પોરબંદર અને દીવમાં 16.4 ડિગ્રી તાપમાન, વલ્લભ વિદ્યાનગરમાં 16.8 ડિગ્રી તાપમાન, સુરેન્દ્રનગરમાં 17.4, ભાવનગરમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

7 ડિસેમ્બર બાદ રાજ્યમાં ઠંડીની અસર વધશે

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસના જણાવ્યા પ્રમાણે આજથી સાતમી ડિસેમ્બર સુધી સામાન્ય ઠંડીનો ચમકારો અનુભવાશે. ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. સૌરાષ્ટ્રના દરિયાકિનારે ઠંડીનો ચમકારો રહેશે. રાજ્યમાં સૌથી નીચુ 14 ડિગ્રી તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું છે. અમદાવાદમાં પણ 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સાતમી ડિસેમ્બર બાદ રાજ્યમાં ઠંડીની અસરમાં વધારો થશે. આગામી 24 કલાકમા હવામાન શુષ્ક રહેવાની આગાહી

રાજ્યમાં આગામી 24 કલાકમા હવામાન શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત કેટલાક ભાગોમાં રાત્રે પારો ગગડ્યો છે. 48 કલાક બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી વધી શકે છે. વહેલી સવારે કડકડતી ઠંડી, બપોરે હળવો તડકો અને સાંજ પડતાં ઠંડીનું પ્રમાણ ફરી વધશે.વધુ ઉંચાઇ વાળા ક્ષેત્રોમાં તાપમાન 5 ડિગ્રી સેલ્સિયલની નીચે પડી ગયુ છે. તાપમાનમાં ઉતાર-ચઢાવને કારણે લોકોમાં શરદી-ખાંસી અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ વધવાની શરૂઆત થઇ ગઇ છે. ઉત્તર ભારત માટે તીવ્ર ઠંડીની IMDની ચેતવણી

ઘણા રાજ્યોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે પહોંચ્યું છે અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબમાં ઠંડીની ચેતવણી આપવામાં આવી છે, હરિયાણા, ઉત્તરપ્રદેશમાં તીવ્ર ઠંડીની ચેતવણી આપવામાં આવી છે, રાજસ્થાનમાં સૌથી વધુ ઠંડીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે, 12 જિલ્લાઓમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું નોંધાયું છે અને રાજસ્થાનના સીકરમાં સૌથી ઓછું તાપમાન 7 ડિગ્રી નોંધાયું છે, મધ્યપ્રદેશના ભોપાલ, રાજગઢ, ઇન્દોરમાં ઠંડીની શરૂઆત થઈ છે, મધ્યપ્રદેશના રાજગઢમાં 7 ડિગ્રી તાપમાન નોંધાયું છે, છત્તીસગઢના સુરગુજા ક્ષેત્રમાં પણ ઠંડીનું એલર્ટ આપવામાં આવ્યું છે અને પેંડરામાં તાપમાન 9 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.


આ પણ વાંચો : Gujarat Latest News Live : ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટયું, પવનોની દિશા બદલાતા ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0