Gujarat Rains : સાંજે 6 વાગ્યા સુધીમાં 115 તાલુકામાં વરસ્યો વરસાદ, 31 ડેમ હાઈ એલર્ટ પર મુકાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં 7 જુલાઈએ સાંજે 6 વાગ્યા સુધીમાં 115 તાલુકામાં વરસાદ વરસ્યો છે. આણંદના બોરસદમાં સૌથી વધુ 3.43 ઈંચ વરસાદ વરસ્યો છે. પંચમહાલના ગોધરામાં 2.8 ઈંચ વરસાદ તો ભચાઉમાં 1.89 ઈંચ, ગાંધીધામમાં 1.89 ઈંચ વરસાદ વરસ્યો છે. કચ્છના માંડવીમાં 1.85 ઈંચ, ખંભાળિયામાં 1.73 ઈંચ, અંજારમાં 1.06 ઈંચ, નખત્રાણામાં 0.94 ઈંચ વરસાદ વરસ્યો છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 46.21 ટકા વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 50.82 ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 41.31 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં વરસાદના પગલે 31 ડેમ હાઈ એલર્ટ પર
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં 33 જિલ્લાના 209 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. જે અંતર્ગત છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં 6 ઇંચ કરતાં વધુ વરસાદ તથા ડાંગના સુબીર તાલુકા તેમજ ભુજ તાલુકામાં 5-5 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. બીજી તરફ રાજ્યમાં આવેલા નર્મદા ડેમમાં 48.15 ટકા તેમજ અન્ય 206 જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના 54.50 ટકા જેટલા ભરાઈ ગયા છે. આમ, સમગ્ર રાજ્યમાં વરસાદના પગલે 31 ડેમ હાઇ એલર્ટ, 19 ડેમ એલર્ટ અને 18 ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે.
માછીમારોને 7થી 10 જુલાઈ સુધી દરિયો ન ખેડવાની સૂચના
વરસાદના પગલે વહીવટી તંત્ર દ્વારા 4,205 નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, તેમજ 684 નાગરિકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. વધુમાં, વહીવટી તંત્ર દ્વારા 13 NDRFની ટીમ તેમજ 20 SDRFની ટીમ ડિપ્લોય કરવામાં આવી છે, તેમજ 02 NDRFની તેમજ 13 SDRFની ટીમ હેડ ક્વાર્ટર ખાતે રિઝર્વ રાખવામાં આવી છે. વધુમાં ભારતીય હવામાન વિભાગ-આઈ.એમ.ડી. દ્વારા ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને 7થી 10 જુલાઈ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
What's Your Reaction?






