Gujarat Rain News: રાજ્યના અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો, મહીસાગરમાં 16 મકાનોની છત ઉડી

Jun 3, 2026 - 21:30
Gujarat Rain News: રાજ્યના અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો, મહીસાગરમાં 16 મકાનોની છત ઉડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હવામાન વિભાગ દ્વારા ગુજરાતના 15 જિલ્લાઓ માટે આગામી 2 થી 3 કલાક માટે ભારે વરસાદ અને વીજળીનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.જેમાં 8 જિલ્લાઓ માટે રેડ એલર્ટ અને 7 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.ઉત્તર ગુજરાતમાં વરસાદી એલર્ટ જાહેર કરાયું છે. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો છે. ક્યાંક બરફના કરા પણ પડ્યાં છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં કરા સાથે વરસાદ

સુરેન્દ્રનગર જિલ્લામાં કરા સાથે વરસાદ ખાબક્યો છે. સાયલા, માલવણ સહિતના વિસ્તારમાં વરસાદને કારણે ઠંડક પ્રસરી ગઈ છે. છોટા ઉદેપુરના પાવી જેતપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અચાનક વીજળીના કડાક ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. મહિસાગર જિલ્લામાં પણ વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. વાવાઝોડાને કારણે 16 જેટલા મકાનોની છત ઉડી હતી. લુણાવાડા અને સંતરામપુરમાં વૃક્ષો ધરાશાયી થયા હતાં. વૃક્ષો ધરાશાયી થતાં વીજ વાયરોને નુકસાન પહોંચ્યું હતું. જેના કારણે વીજપુરવઠો પણ ખોરવાયો હતો.

પંચમહાલ જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ

પંચમહાલ જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. વરસાદ ખાબકતાની સાથે જ વીજળી ગુલ થઈ હતી. રાજકોટના જસદણ ભંડારીયામાં પણ વરસાદ પડ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો છે. અરવલ્લી જિલ્લાના માલપુરમાં પણ ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદ ખાબક્યો છે. વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ગરમીમાં લોકોને રાહત મળી છે.

આ પણ વાંચોઃ Gujarat weather News: આગામી બે દિવસમાં રાજ્યના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0