Gujarat Rain News: સૌરાષ્ટ્ર અને કચ્છમાં 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં ચોમાસાની સિઝન બરાબરની જામી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નદી નાળા છલકાઈ ગયાં છે અને જળાશયોમાં નવા નીર આવ્યાં છે. બીજી તરફ કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
પાંચ દિવસ માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયા કાંઠે 40થી 50 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાન પણ આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ,મોરબી, દ્વારકા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત પંચમહાલમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરાઈ છે. સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને ભરૂચમાં પણ વરસાદની આગાહી કરાઈ છે.
છેલ્લા 24 કલાકમાં 196 તાલુકાઓમા વરસાદ નોંધાયો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 196 તાલુકાઓમા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ભીલોડામાં 5.7 ઈંચ વરસાદ વરસ્યો છે. કપરાડમાં 4.8,ધરમપુરમાં 4.5, દ્વારકામાં 4.4, ડોલવણમાં 4.1, ડેડીયાપાડા અને વ્યારામાં 3.9, ડાંગ,વઘઇ,કલ્યાણપુર,પાવી જેતપુરમાં 3.9, કલ્યાણપુર, વાંસદા, ખેરગામમાં 3.7, સુરત શહેર, તાપી, સોનગઢમાં 3.5, ચીખલી, ઉમરપાડા, પલસાણામાં 3.4, વાલોડ, હાંસોટ, બારડોલીમાં 2.8 ઇંચ વરસાદ નોંધાયો છે.
What's Your Reaction?






