Gujarat Rain : 4 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, મેઘરાજા બોલાવશે ધડબડાટી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Rain Forecast, Gujarat : રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસુ પ્રવેશી ગયું છે. રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે. આજે હવામાન વિભાગે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપ્યું છે અને આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે દરિયાકાંઠે 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને 25 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદને પગલે યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. આ સાથે અન્ય 18 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ચાલો જાણીએ આગામી 6 દિવસ કેવો રહેશે વરસાદી માહોલ.
What's Your Reaction?






