Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 230 તાલુકાઓમાં વરસાદ આવ્યો

સૌથી વધુ વાંસદામાં 7 ઇંચથી વધુ વરસાદ આવ્યો ડાંગના વઘઇમાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો કપરાડા, ડોલવણમાં 5 ઇંચથી વધુ વરસાદ પડ્યો ગુજરાત રાજ્યમાં 24 કલાકમાં 230 તાલુકાઓમાં વરસાદ આવ્યો છે. જેમાં સૌથી વધુ વાંસદામાં 7 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. તેમજ ડાંગના વઘઇમાં 6 ઇંચથી વધુ વરસાદ આવ્યો છે. કપરાડા, ડોલવણમાં 5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ધરમપુર, આહવામાં 5 ઇંચથી વધુ વરસાદ આવ્યો છે. જેમાં ખેરગામમાં 5 ઇંચ, વલસાડમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી સોનગઢ અને ઉમરપાડામાં 4 ઇંચ વરસાદ તેમજ ચીખલી, વાલોડ, ગણદેવીમાં 4 ઇંચ વરસાદ આવ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 6 દિવસ દરમિયાન રાજ્યનાં અનેક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, ખેડા અને દાહોદમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. તેમજ મહીસાગર, ભરૂચ, ડાંગ, નર્મદા અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે. દક્ષિણ ગુજરાતમાં ઓફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેસર સર્જાયું હોવાથી આગામી બે દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. સાથે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ ગુજરાતમાં હાલ મોટા ભાગના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ થઇ રહ્યો છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે અનેક જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગુજરાતના 16 જિલ્લામાં ભારે વરસાદ આવી શકે છે. રાજ્યના 16 જિલ્લામાં છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે વરસાદને લઇને દક્ષિણ ગુજરાતના 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, તેમજ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.

Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 230 તાલુકાઓમાં વરસાદ આવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સૌથી વધુ વાંસદામાં 7 ઇંચથી વધુ વરસાદ આવ્યો
  • ડાંગના વઘઇમાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો
  • કપરાડા, ડોલવણમાં 5 ઇંચથી વધુ વરસાદ પડ્યો

ગુજરાત રાજ્યમાં 24 કલાકમાં 230 તાલુકાઓમાં વરસાદ આવ્યો છે. જેમાં સૌથી વધુ વાંસદામાં 7 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. તેમજ ડાંગના વઘઇમાં 6 ઇંચથી વધુ વરસાદ આવ્યો છે. કપરાડા, ડોલવણમાં 5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ધરમપુર, આહવામાં 5 ઇંચથી વધુ વરસાદ આવ્યો છે. જેમાં ખેરગામમાં 5 ઇંચ, વલસાડમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે.

માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી

સોનગઢ અને ઉમરપાડામાં 4 ઇંચ વરસાદ તેમજ ચીખલી, વાલોડ, ગણદેવીમાં 4 ઇંચ વરસાદ આવ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 6 દિવસ દરમિયાન રાજ્યનાં અનેક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, ખેડા અને દાહોદમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. તેમજ મહીસાગર, ભરૂચ, ડાંગ, નર્મદા અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે. દક્ષિણ ગુજરાતમાં ઓફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેસર સર્જાયું હોવાથી આગામી બે દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. સાથે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ

ગુજરાતમાં હાલ મોટા ભાગના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ થઇ રહ્યો છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે અનેક જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગુજરાતના 16 જિલ્લામાં ભારે વરસાદ આવી શકે છે. રાજ્યના 16 જિલ્લામાં છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે વરસાદને લઇને દક્ષિણ ગુજરાતના 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, તેમજ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.