Gujarat Rain: તલોદ તાલુકામાં એક જ રાતમાં 5 ઇંચ વરસાદ આવ્યો

તલોદ તાલુકામાં એક જ રાતમાં 5 ઇંચ વરસાદ આવ્યો છે. જેમાં તલોદ સહિત તાલુકામાં સાર્વત્રિક ભારે વરસાદ ખાબક્યો છે. તલોદ-હિંમતનગર રોડ પર વરસાદી પાણી ભરાયા છે. જેમાં ઘૂંટણસમા પાણી ભરાતા વાહન વ્યવહાર પર અસર થઇ છે. તેમજ તલોદના અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો છે. ટાવર ચોક, કલાલની ચાલી વિસ્તારમાં પાણી ભરાયા છે. રેલવે સર્વિસ રોડ, મેઈન બજાર વિસ્તારમાં પાણી ભરાયા રેલવે સર્વિસ રોડ, મેઈન બજાર વિસ્તારમાં પાણી ભરાયા છે. જેમાં કુમાર શાળા કેમ્પસ, બગીચા વિસ્તારમાં પાણી ભરાતા લોકો હેરાન થયા છે. તથા બાલાજી ગ્રીન ગાર્ડન સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે. ગ્રામ્ય વિસ્તારોના ખેતરોમાં પણ પાણી ભરાયા છે. તલોદ તાલુકામાં એક જ રાતમા પાંચ ઈચ વરસાદ ખાબક્યો છે. જેમાં તલોદ સહિત તાલુકા પંથકમાં સાર્વત્રિક ભારે વરસાદ આવ્યો છે. નાના મોટા તમામ વાહન ચાલકો ગોઠણ ડુબ પાણીથી પરેશાન છે તેમજ વાહન વ્યવહાર થંભી ગયો છે. વરસાદી પાણીનો ભરાવો થતા ખેતરો જળમગ્ન બન્યા સાર્વત્રિક પડેલા ભારે વરસાદના કારણે નીચાણ વાળા વિસ્તારો બેટમાં ફેરવાયા છે. શહેરના ટાવર ચોક, કલાલની ચાલી, રેલવે સર્વિસ રોડ, મેન બજાર, કુમાર શાળા કેમ્પસ, બગીચા વિસ્તાર, બાલાજી ગ્રીન ગાર્ડન સોસાયટી, તલોદ ગામ એપ્રોચ રોડ સહિતના વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો છે. તેમજ તાલુકા પંથકના નદી નાડા, તળાવો, નીચાણવાળા ખેતરો સહિત ઉભા પાકમાં વરસાદી પાણીનો ભરાવો થતા ખેતરો જળમગ્ન બન્યા છે.

Gujarat Rain: તલોદ તાલુકામાં એક જ રાતમાં 5 ઇંચ વરસાદ આવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

તલોદ તાલુકામાં એક જ રાતમાં 5 ઇંચ વરસાદ આવ્યો છે. જેમાં તલોદ સહિત તાલુકામાં સાર્વત્રિક ભારે વરસાદ ખાબક્યો છે. તલોદ-હિંમતનગર રોડ પર વરસાદી પાણી ભરાયા છે. જેમાં ઘૂંટણસમા પાણી ભરાતા વાહન વ્યવહાર પર અસર થઇ છે. તેમજ તલોદના અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો છે. ટાવર ચોક, કલાલની ચાલી વિસ્તારમાં પાણી ભરાયા છે.

રેલવે સર્વિસ રોડ, મેઈન બજાર વિસ્તારમાં પાણી ભરાયા

રેલવે સર્વિસ રોડ, મેઈન બજાર વિસ્તારમાં પાણી ભરાયા છે. જેમાં કુમાર શાળા કેમ્પસ, બગીચા વિસ્તારમાં પાણી ભરાતા લોકો હેરાન થયા છે. તથા બાલાજી ગ્રીન ગાર્ડન સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે. ગ્રામ્ય વિસ્તારોના ખેતરોમાં પણ પાણી ભરાયા છે. તલોદ તાલુકામાં એક જ રાતમા પાંચ ઈચ વરસાદ ખાબક્યો છે. જેમાં તલોદ સહિત તાલુકા પંથકમાં સાર્વત્રિક ભારે વરસાદ આવ્યો છે. નાના મોટા તમામ વાહન ચાલકો ગોઠણ ડુબ પાણીથી પરેશાન છે તેમજ વાહન વ્યવહાર થંભી ગયો છે.

વરસાદી પાણીનો ભરાવો થતા ખેતરો જળમગ્ન બન્યા

સાર્વત્રિક પડેલા ભારે વરસાદના કારણે નીચાણ વાળા વિસ્તારો બેટમાં ફેરવાયા છે. શહેરના ટાવર ચોક, કલાલની ચાલી, રેલવે સર્વિસ રોડ, મેન બજાર, કુમાર શાળા કેમ્પસ, બગીચા વિસ્તાર, બાલાજી ગ્રીન ગાર્ડન સોસાયટી, તલોદ ગામ એપ્રોચ રોડ સહિતના વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો છે. તેમજ તાલુકા પંથકના નદી નાડા, તળાવો, નીચાણવાળા ખેતરો સહિત ઉભા પાકમાં વરસાદી પાણીનો ભરાવો થતા ખેતરો જળમગ્ન બન્યા છે.