Gujarat Policeમા બદલીનો ચિપાયો ગંજીફો,જુનિયર કલાર્કને સિનિયર કલાર્ક તરીકે અપાઈ બઢતી

ગુજરાત પોલીસમાં બઢતીનો દોર યથાવત કલાર્કમાં લાંબા સમયથી જોવાઈ રહેલી બઢતીને લાગી મહોર 128 પોલીસ કલાર્કને બઢતી મળતા ખુશીનો માહોલ ગુજરાત પોલીસમાં લાબા સમયથી પોલીસ વિભાગમાં બલદી અને બઢતીનો દોર ચાલુ છે.ત્યારે લાંબા સમયથી પોલીસ વિભાગમા કલાર્ક તરીકે ફરજ બજાવતા 128 જુનિયર કલાર્કને સિનિયર તરીકે પ્રમોશન અપાયુ છે,જેના કારણે પોલીસબેડામાં ખુશીનો માહોલ છે,પોલીસ વિભાગમાં અલગ-અલગ વિભાગમાં આ કલાર્કો ફરજ બજાવી રહ્યા છે. જુઓ બઢતી થયેલા કલાર્કની યાદી233 પીએસઆઈને પીઆઈનું પ્રમોશનગુજરાત પોલીસમા હાલ ખુશીનો માહોલ છે,પોલીસ વિભાગ દ્રારા અલગ-અલગ વિભાગમાં બઢતી અને બદલીનો દોર યથાવત છે,ત્યારે ગત અઠવાડીયે પણ ગૃહવિભાગ દ્રારા 233 પીએસઆઈને પીઆઈ તરીકે બઢતીનો ઓર્ડર કરવામાં આવ્યો છે,હાલમાં આ તમામ બઢતી થયેલા પીઆઈને પોલીસ સ્ટેશન ફાળવવામાં આવ્યા નથી,તો ટૂંક સમયમાં આ તમામ પીઆઈને પોલીસ સ્ટેશન ફાળવવામાં આવશે તો અમુક સમયમાં પીઆઈમાંથી ડીવાયએસપીનું પણ પ્રમોશનની ચર્ચા ચાલી રહી છે.અમદાવાદમાં પણ પોલીસ કોન્સ્ટેબલોની થઈ બદલીઅમદાવાદ શહેરમાં 5 વર્ષ અથવા 5 વર્ષથી વધુ એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોય તેવા કોન્સ્ટેબલોની બદલી કરવામાં આવી છે.સાથે સાથે જે લોકો ટ્રાફિક પોલીસમાં હતા તેમને પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ છે તો જે લોકો પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા તેઓની ટ્રાફિકમાં બદલી કરવામાં આવી છે.ગૃહ વિભાગનો મોટો નિર્ણય અગાઉ ASIની ભરતી પ્રક્રિયા બઢતીથી કરવાને લઈને નિર્ણય કર્યો હતો. રાજ્ય પોલીસ દળમાં બિન હથિયારી ASI સંવર્ગના અનુભવી કર્મચારી મળી રહે અને ફીડર કેડરમાં બઢતીની તકો વધવાથી તેઓ ઉત્સાહપૂર્વક કામગીરી કરી શકે તેવા શુભ આશયથી ગૃહ વિભાગ ગુજરાત સરકારના સંદર્ભિત પત્રથી બિન હથિયારી આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, વર્ગ 3ની સીધી ભરતી રદ કરવાની અને આ સંવર્ગની તમામ ખાલી જગ્યાઓ માત્ર બઢતીથી ભરવાની મંજૂરી આપવામાં આવી છે. 

Gujarat Policeમા બદલીનો ચિપાયો ગંજીફો,જુનિયર કલાર્કને સિનિયર કલાર્ક તરીકે અપાઈ બઢતી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગુજરાત પોલીસમાં બઢતીનો દોર યથાવત
  • કલાર્કમાં લાંબા સમયથી જોવાઈ રહેલી બઢતીને લાગી મહોર
  • 128 પોલીસ કલાર્કને બઢતી મળતા ખુશીનો માહોલ

ગુજરાત પોલીસમાં લાબા સમયથી પોલીસ વિભાગમાં બલદી અને બઢતીનો દોર ચાલુ છે.ત્યારે લાંબા સમયથી પોલીસ વિભાગમા કલાર્ક તરીકે ફરજ બજાવતા 128 જુનિયર કલાર્કને સિનિયર તરીકે પ્રમોશન અપાયુ છે,જેના કારણે પોલીસબેડામાં ખુશીનો માહોલ છે,પોલીસ વિભાગમાં અલગ-અલગ વિભાગમાં આ કલાર્કો ફરજ બજાવી રહ્યા છે.

જુઓ બઢતી થયેલા કલાર્કની યાદી








233 પીએસઆઈને પીઆઈનું પ્રમોશન

ગુજરાત પોલીસમા હાલ ખુશીનો માહોલ છે,પોલીસ વિભાગ દ્રારા અલગ-અલગ વિભાગમાં બઢતી અને બદલીનો દોર યથાવત છે,ત્યારે ગત અઠવાડીયે પણ ગૃહવિભાગ દ્રારા 233 પીએસઆઈને પીઆઈ તરીકે બઢતીનો ઓર્ડર કરવામાં આવ્યો છે,હાલમાં આ તમામ બઢતી થયેલા પીઆઈને પોલીસ સ્ટેશન ફાળવવામાં આવ્યા નથી,તો ટૂંક સમયમાં આ તમામ પીઆઈને પોલીસ સ્ટેશન ફાળવવામાં આવશે તો અમુક સમયમાં પીઆઈમાંથી ડીવાયએસપીનું પણ પ્રમોશનની ચર્ચા ચાલી રહી છે.

અમદાવાદમાં પણ પોલીસ કોન્સ્ટેબલોની થઈ બદલી

અમદાવાદ શહેરમાં 5 વર્ષ અથવા 5 વર્ષથી વધુ એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોય તેવા કોન્સ્ટેબલોની બદલી કરવામાં આવી છે.સાથે સાથે જે લોકો ટ્રાફિક પોલીસમાં હતા તેમને પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ છે તો જે લોકો પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા તેઓની ટ્રાફિકમાં બદલી કરવામાં આવી છે.

ગૃહ વિભાગનો મોટો નિર્ણય

અગાઉ ASIની ભરતી પ્રક્રિયા બઢતીથી કરવાને લઈને નિર્ણય કર્યો હતો. રાજ્ય પોલીસ દળમાં બિન હથિયારી ASI સંવર્ગના અનુભવી કર્મચારી મળી રહે અને ફીડર કેડરમાં બઢતીની તકો વધવાથી તેઓ ઉત્સાહપૂર્વક કામગીરી કરી શકે તેવા શુભ આશયથી ગૃહ વિભાગ ગુજરાત સરકારના સંદર્ભિત પત્રથી બિન હથિયારી આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, વર્ગ 3ની સીધી ભરતી રદ કરવાની અને આ સંવર્ગની તમામ ખાલી જગ્યાઓ માત્ર બઢતીથી ભરવાની મંજૂરી આપવામાં આવી છે.