Gujarat Palika Election 2025 : જૂનાગઢમાં રોડ ખોદેલા, દિવ્યાંગ વ્યકિતએ કર્યુ મતદાન

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજરોજ મતદાન ચાલી રહ્યું છે. તેવામાં જૂનાગઢ શહેરમાં સમાજ સુરક્ષા વિભાગનાં કર્મનિષ્ઠ કર્મચારીનો અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં શહેરનાં દિવ્યાંગ વ્યક્તિને મતદાન કરવા માટે તંત્રનો સંપર્ક કરતાં સમાજ સુરક્ષાની ટીમ સ્થળ પર પહોંચી જ્યારે મથક સુધીનો રસ્તામાં ખોદકામ કરેલું જોવા મળતાં વાહન કે વ્હીલચેર પહોંચી શકે તેમ ન હતી. આથી સમાજ સુરક્ષા કર્મીએ દિવ્યાંગ વ્યક્તિને પોતાનાં ખંભે બેસાડીને છેક અડધો કીમી દૂર બુથ સુધી પહોંચાડ્યાં હતા. દિવ્યાંગ વ્યક્તિને મતદાન મથક સુધી પહોંચાડાયો હાલમાં ચાલી રહેલ જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીને લઈને દિવ્યાંગ વ્યક્તિ કે વૃદ્ધ વ્યક્તિને કોઈપણ પ્રકારની મુશ્કેલી નાં પડે તે માટે જિલ્લા વહિવટી તંત્ર અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા ખાસ સુવિધા અને સુઘડ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. જેથી આવા લોકો પણ પોતાની લોકશાહીનો મતાધિકાર મેળવી શકે અને પોતાનો કીંમતી અને અમુલ્ય મત આપી શકે. ત્યારે વોર્ડ નંબર 9માં રહેતાં દિવ્યાંગ વ્યક્તિ યોગેશભાઈ ઢાભી દ્વારા તંત્રનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. દરમ્યાન સમાજ સુરક્ષા જૂનાગઢની ટીમ તેમનાં ઘરે પહોંચી છે. પરંતુ પરિસ્થિતી જોતાં મતદારનાં ઘર સુધી વાહન અને વ્હિલચેર તો ઠીક પણ શારિરિક રીતે સ્વસ્થ વ્યક્તિ માંડ ચાલી શકે તેવા રસ્તા જોવા મળ્યાં હતા. જેથી કરીને દિવ્યાંગ વ્યક્તિને મતદાન મથક સુધી પહોંચાડવાં માટેની કોઈ અન્ય સુવીધા કે સગવડ નાં હોવાથી લાચાર બનેલાં દિવ્યાંગ જને મતદાન નાં કરવાનું જણાવ્યું હતું. આત્મવિશ્વાસ રાખીને હિમાલય પણ સર થઈ શકે પરંતુ ફરજ પરનાં સમાજ સુરક્ષા કચેરીનાં એક જાંબાજ અને સત્યનિષ્ઠ કર્મચારી સોલંકી નરેશભાઈએ લાભાર્થીને હિમ્મત આપી અને પોતાનાં ખભ્ભાં ઉપર ઉચકીને આશરે અડધો કીલોમીટરથી વધું દૂર મતદાન મથક સુધી પહોંચાડીને દિવ્યાંગ યોગેશભાઈનો મત આપવાનો અધિકાર પુર્ણ કરાવ્યો હતો.જૂનાગઢ, આ શબ્દો છે જિલ્લા સમાજ સુરક્ષા કર્મચારી નરેશભાઈનાં તેમનાં શબ્દોમાં જણાવ્યું કે સ્થળ પર પહોંચતાં ત્યાં વ્હલચેર કે વાહન જઈ શકે તેવી સ્થિતી ન હતી. અને દિવ્યાંગજને જણાવ્યું કે મારા ખભ્ભા પર બેસી શકશો ત્યારે તેમની પ્રતિક્રિયા હા આવતાં બન્નેની અંદર આત્મવિશ્વાસ કેળવી અને 10 થી 12 પગથિયા પણ ચડ-ઉતર કરી મતદાન મથક સુધી પહોંચ્યાં અને મતદાન કર્યા બાદ તેમની ખુશી જોઈને મને પણ ખુશી મળે અને મારો આત્વવિશ્વાસ વધુ મજબૂત બને્યો જેથી જો આત્મવિશ્વાસ રાખો તો હિમાલય પણ સર કરી શકાય છે. મનપાના પાપે લોકો પોતાના અધિકારથી વંચિત જૂનાગઢ, છેલ્લા કેટલાક સમયથી શહેરનાં મોટા ભાગનાં રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યાં છે. જેનાં કારણે રાહદારીઓને ભારે હાલાકીનો સમાનો કરવાનો વારો આવ્યો છે. તેવામાં આ વિસ્તારમાં છેલ્લા ત્રણેક વર્ષથી સતત ખોદકામ ચલતું હોવાને લીધે આજે લોકો લોકશાહીનાં પર્વની ઉજવણી અને પોતાનાં મતનો અધિકાર મેળવી ન શકતાં નથી. રસ્તા ખરાબ હોવાને લીધે સુવિધાનો લાભ મેળવી ન શકતાં ક્યાંકને ક્યાંક લોકશાહીનું પતન થતું હોવાનાં દ્રશ્યો આજે જૂનાગઢ શહેરમાં જોવા મળ્યાં હતા.

Gujarat Palika Election 2025 : જૂનાગઢમાં રોડ ખોદેલા, દિવ્યાંગ વ્યકિતએ કર્યુ મતદાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજરોજ મતદાન ચાલી રહ્યું છે. તેવામાં જૂનાગઢ શહેરમાં સમાજ સુરક્ષા વિભાગનાં કર્મનિષ્ઠ કર્મચારીનો અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં શહેરનાં દિવ્યાંગ વ્યક્તિને મતદાન કરવા માટે તંત્રનો સંપર્ક કરતાં સમાજ સુરક્ષાની ટીમ સ્થળ પર પહોંચી જ્યારે મથક સુધીનો રસ્તામાં ખોદકામ કરેલું જોવા મળતાં વાહન કે વ્હીલચેર પહોંચી શકે તેમ ન હતી. આથી સમાજ સુરક્ષા કર્મીએ દિવ્યાંગ વ્યક્તિને પોતાનાં ખંભે બેસાડીને છેક અડધો કીમી દૂર બુથ સુધી પહોંચાડ્યાં હતા.

દિવ્યાંગ વ્યક્તિને મતદાન મથક સુધી પહોંચાડાયો

હાલમાં ચાલી રહેલ જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીને લઈને દિવ્યાંગ વ્યક્તિ કે વૃદ્ધ વ્યક્તિને કોઈપણ પ્રકારની મુશ્કેલી નાં પડે તે માટે જિલ્લા વહિવટી તંત્ર અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા ખાસ સુવિધા અને સુઘડ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. જેથી આવા લોકો પણ પોતાની લોકશાહીનો મતાધિકાર મેળવી શકે અને પોતાનો કીંમતી અને અમુલ્ય મત આપી શકે. ત્યારે વોર્ડ નંબર 9માં રહેતાં દિવ્યાંગ વ્યક્તિ યોગેશભાઈ ઢાભી દ્વારા તંત્રનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. દરમ્યાન સમાજ સુરક્ષા જૂનાગઢની ટીમ તેમનાં ઘરે પહોંચી છે. પરંતુ પરિસ્થિતી જોતાં મતદારનાં ઘર સુધી વાહન અને વ્હિલચેર તો ઠીક પણ શારિરિક રીતે સ્વસ્થ વ્યક્તિ માંડ ચાલી શકે તેવા રસ્તા જોવા મળ્યાં હતા. જેથી કરીને દિવ્યાંગ વ્યક્તિને મતદાન મથક સુધી પહોંચાડવાં માટેની કોઈ અન્ય સુવીધા કે સગવડ નાં હોવાથી લાચાર બનેલાં દિવ્યાંગ જને મતદાન નાં કરવાનું જણાવ્યું હતું.

આત્મવિશ્વાસ રાખીને હિમાલય પણ સર થઈ શકે

પરંતુ ફરજ પરનાં સમાજ સુરક્ષા કચેરીનાં એક જાંબાજ અને સત્યનિષ્ઠ કર્મચારી સોલંકી નરેશભાઈએ લાભાર્થીને હિમ્મત આપી અને પોતાનાં ખભ્ભાં ઉપર ઉચકીને આશરે અડધો કીલોમીટરથી વધું દૂર મતદાન મથક સુધી પહોંચાડીને દિવ્યાંગ યોગેશભાઈનો મત આપવાનો અધિકાર પુર્ણ કરાવ્યો હતો.જૂનાગઢ, આ શબ્દો છે જિલ્લા સમાજ સુરક્ષા કર્મચારી નરેશભાઈનાં તેમનાં શબ્દોમાં જણાવ્યું કે સ્થળ પર પહોંચતાં ત્યાં વ્હલચેર કે વાહન જઈ શકે તેવી સ્થિતી ન હતી. અને દિવ્યાંગજને જણાવ્યું કે મારા ખભ્ભા પર બેસી શકશો ત્યારે તેમની પ્રતિક્રિયા હા આવતાં બન્નેની અંદર આત્મવિશ્વાસ કેળવી અને 10 થી 12 પગથિયા પણ ચડ-ઉતર કરી મતદાન મથક સુધી પહોંચ્યાં અને મતદાન કર્યા બાદ તેમની ખુશી જોઈને મને પણ ખુશી મળે અને મારો આત્વવિશ્વાસ વધુ મજબૂત બને્યો જેથી જો આત્મવિશ્વાસ રાખો તો હિમાલય પણ સર કરી શકાય છે.

મનપાના પાપે લોકો પોતાના અધિકારથી વંચિત

જૂનાગઢ, છેલ્લા કેટલાક સમયથી શહેરનાં મોટા ભાગનાં રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યાં છે. જેનાં કારણે રાહદારીઓને ભારે હાલાકીનો સમાનો કરવાનો વારો આવ્યો છે. તેવામાં આ વિસ્તારમાં છેલ્લા ત્રણેક વર્ષથી સતત ખોદકામ ચલતું હોવાને લીધે આજે લોકો લોકશાહીનાં પર્વની ઉજવણી અને પોતાનાં મતનો અધિકાર મેળવી ન શકતાં નથી. રસ્તા ખરાબ હોવાને લીધે સુવિધાનો લાભ મેળવી ન શકતાં ક્યાંકને ક્યાંક લોકશાહીનું પતન થતું હોવાનાં દ્રશ્યો આજે જૂનાગઢ શહેરમાં જોવા મળ્યાં હતા.