Gujarat News: વડાપ્રધાન મોદીએ હાંસલપુરમાં સુઝુકીની ઈ કાર લોન્ચ કરી, કહ્યું ભારતમાં આ એક મોટી છલાંગ છે

Aug 26, 2025 - 12:30
Gujarat News: વડાપ્રધાન મોદીએ હાંસલપુરમાં સુઝુકીની ઈ કાર લોન્ચ કરી, કહ્યું ભારતમાં આ એક મોટી છલાંગ છે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેઓ ગાંધીનગર રાજભવનથી બહુચરાજી પાસેના હાંસલપુર ખાતે પહોંચ્યા છે. સુઝુકી કંપનીની પહેલી ઈલેક્ટ્રિક કાર 'Maruti e Vitara'કારને લોન્ચ કરી હતી અને બેટરી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે.જે ઓટોમોબાઈલ હબમાં ગુજરાતનું સૌથી મોટું પગલું માનવામાં આવે છે. આ ઇલેક્ટ્રિક વ્હીકલ 100 દેશોમાં એક્સપોર્ટ પણ થશે.

મેક ઈન ઈન્ડિયાની યાત્રામાં એક નવો અધ્યાય જોડાયો

વડાપ્રધાને આ પ્રસંગે કહ્યું હતું કે, ગણેશ ઉત્સવના ઉલ્લાસ દરમિયાન આજે ભારતની મેક ઈન ઈન્ડિયાની યાત્રામાં એક નવો અધ્યાય જોડાયો છે. આ મેક ઈન ઈન્ડિયા મેક ફોર ધ વર્લ્ડ અમારા લક્ષ્ય તરફ એક મોટી છલાંગ છે. આજથી ભારતમાં બનેલા ઈલેકટ્રીક વિહિકલ 100 દેશોમાં એક્સપોર્ટ કરવામા આવશે. સાથે જ આજે હાઈબ્રિજ બેટરીનું મેન્યુફેક્ચરિંગ પણ સ્ટાર્ટ થઈ રહ્યું છે. આજનો દિવસ ભારત અને જાપાનની મિત્રતાને નવી શરૂઆત કરાવે છે.

આવનારા દિવસોમાં મારૂતિ નવી પાંખો ફેલાવશે

ગુજરાતનો અને મારૂતિનો ટીન એજમાં પ્રવેશ એટલે કે આવનારા દિવસોમાં મારૂતિ નવી પાંખો ફેલાવશે અને આગળ વધશે. મિત્રો ભારતની સફળ સ્ટોરીના બીજ 13 વર્ષ પહેલા વવાયા હતાં. 2012માં જ્યારે હું અહીંનો મુખ્યમંત્રી હતો ત્યારે અમે મારુતિ સુઝુકીને હાંસલપુરમાં જમીન ફાળવી હતી. વિઝન એ સમયે પણ આત્મનિર્ભર ભારતનું અને મેક ઈન ઈન્ડિયાનું હતું. અમારા સૌના પ્રયાસો આજે દેશના સંકલ્પોને પૂર્ણ કરવામાં આટલી મોટી ભૂમિકા નિભાવી રહ્યા છે.  

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0