Gujarat News: રાજ્યમાં વરસાદને કારણે થયેલી પાક નુકસાનીની સહાય જાહેર, કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી

Oct 20, 2025 - 19:00
Gujarat News: રાજ્યમાં વરસાદને કારણે થયેલી પાક નુકસાનીની સહાય જાહેર, કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં ચોમાસાની ચાલુ સિઝનમાં થયેલી અતિવૃષ્ટીને કારણે ખેતીને ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત રાજ્યના અનેક વિસ્તારોમાં ઘરવખરીને પણ મોટુ નુકસાન થયું છે. ત્યારે રાજ્ય સરકારે દિવાળીના દિવસે અતિવૃષ્ટીનું પેકેજ જાહેર કર્યું છે. ખેડૂતો માટે 947 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. નવા મંત્રીઓએ શપથ લીધા બાદ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ મોટી જાહેરાત કરી છે.

ખરીફ પાકમાં નુકસાની માટે 563 કરોડની સહાય જાહેર

રાજ્યના નવા નિમાયેલા કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ભાવનગર ખાતેથી મોટી જાહેરાત કરી છે. તેમણે રાજ્યમાં થયેલી અતિવૃષ્ટિમાં પાક નુકસાની અંગેનું કૃષિ પેકેજ જાહેર કર્યું છે. રાજ્યના પાંચ જિલ્લાના 18 તાલુકા માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પંચમહાલ, કચ્છ, વાવ થરાદ, પાટણ અને જૂનાગઢ જિલ્લાના ખેડૂતો માટે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ખરીફ પાકમાં નુકસાની માટે 563 કરોડની સહાય જાહેર કરાઈ છે.

કૂલ 947 કરોડ નું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું

ઓગસ્ટ સપ્ટેમ્બર 2025 માં પડેલા ભારે વરસાદ માં ખેડૂતોને થયેલા નુકસાનને લઈ પંચમહાલ,કચ્છ, વાવ થરાદ,પાટણ,જૂનાગઢ ના 5 જિલ્લાના 18 તાલુકાના 800 ગામોમાં ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકશાન થયું હતું. ખરીફ ઋતુ માં થયેલા વાવેતરના નુકસાન માટે 563 કરોડ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા 384 કરોડ મળી કૂલ 947 કરોડ નું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.  2500 કરોડની જોગવાઈનો નિર્ણય કરવામાં આવ્યો

જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, વાવ થરાદ અને પાટણ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાના કાયમી ઉકેલ માટેનો પ્રયાસ કરવામાં આવશે.વાવ થરાદ અને પાટણના ખેડૂતોને ભવિષ્ય માં ખેતરોમાં પાણી ભરાવવાની કોઈ મુશ્કેલીઓના પડે તે માટે 2500 કરોડની જોગવાઈનો નિર્ણય કરવામાં આવ્યો છે. વાવ થરાદ અને પાટણના જે ખેતરોમાં પાણી ભરાયેલા હોય અને ખેડૂતોને રવિ પાકમાં મુશ્કેલીઓ થતી હોય તે ખેડૂતોને ખાતા દીઠ વધુમાં વધુ 2 હેકટર સુધી 20000ની સહાય જાહેર કરવામાં આવી છે. કુલ 3447 કરોડ રૂપિયાની ખેડૂતો માટેની જાહેરાત કરવામાં આવી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0