Gujarat News: રાજ્યનો કોઈપણ માછીમાર ડીઝલ સબસીડીથી વંચિત ના રહેવો જોઈએ: કૃષિ મંત્રી રાઘવજી પટેલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગાંધીનગર ખાતે મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતા હેઠળ મત્સ્યોદ્યોગ પ્રભાગની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી.રાજ્યમાં આગામી તા.15મી ઓગસ્ટથી શરુ થઇ રહેલી માછીમારીની નવી સીઝનને ધ્યાને લઈને માછીમારોને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તેવા શુભ આશય સાથે મંત્રી રાઘવજી પટેલે આ બેઠકમાં વિવિધ મુદ્દે ગહન ચર્ચા અને યોજનાકીય પ્રગતિની સમીક્ષા કરી હતી.જેમાં મત્સ્યોદ્યોગ વિભાગના સચિવ સંદીપકુમાર અને મત્સ્યોદ્યોગ કમિશનર વિજય ખરાડી સહિત વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ડીઝલ ઓઇલનો ઉપયોગ શરૂ કરવા અંગે નીતિગત ચર્ચા
આ બેઠકમાં માછીમારી બોટમાં મરીન ડીઝલ ઓઇલનો ઉપયોગ શરૂ કરવા અંગે નીતિગત ચર્ચા કરવામાં આવી હતી.હાલમાં રાજ્ય સરકાર દ્વારા માછીમારોને આપાતી ડીઝલ સબસીડી માટે નવા ડીઝલ કાર્ડ આપવાની કામગીરીની સમીક્ષા કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે રાજ્યનો કોઈપણ માછીમાર ડીઝલની સબસીડીથી વંચિત ન રહે તે આપણો મુખ્ય નિર્ધાર હોવો જોઈએ.આ વર્ષે હજુ પણ જે લાભાર્થીઓને ડીઝલ સબસીડી ચૂકવવાની બાકી હોય તેમને સત્વરે ચૂકવણા કરવા મંત્રીએ સંબંધિત અધિકારીઓને આદેશ કર્યો હતો.
મત્સ્યોદ્યોગ પ્રભાગ હસ્તક મંજૂર થયેલી નવી યોજનાના અમલીકરણ
બેઠક દરમિયાન મંત્રી પટેલે મત્સ્યોદ્યોગ પ્રભાગ હસ્તક મંજૂર થયેલી નવી યોજનાના અમલીકરણની કામગીરી તેમજ ચાલુ યોજનાની પ્રગતિની સઘન સમીક્ષા કરી હતી. આ સંદર્ભે તેમણે કહ્યું હતું કે, મત્સ્યોદ્યોગ પ્રભાગની દરેક યોજનાને તેના સેચ્યુરેશન પોઈન્ટ સુધી પહોંચાડવી એ આપની સૌની નૈતિક જવાબદારી છે. મત્સ્યોદ્યોગ સંબંધિત દરેક યોજનાથી માછીમારો અવગત થાય અને તેનો મહત્તમ લાભ મેળવી શકે તે માટે વિવિધ માધ્યમોથી યોજનાઓનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરવા મંત્રીએ સૂચન કર્યું હતું.આ સંદર્ભે તેમણે જ્યાં માછીમારોની વસ્તી વધારે હોય તેવા વિસ્તારોમાં વિશેષ ઝુંબેશના ભાગરૂપે કેમ્પનું આયોજન કરવા પણ સૂચન કર્યું હતું.
What's Your Reaction?






