Gujarat News: રાજ્યના 55 લાખ NFS રેશનકાર્ડ ધારકોને નહીં મળે અનાજ, ડેટાના આધારે નોટિસ ફટકારાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં 55 લાખ NFS રેશનકાર્ડ હોલ્ડરને નોટિસ ફટકારવામાં આવી છે. આધાર કાર્ડ અને પાનકાર્ડના ડેટાના આધારે નોટિસ આપવામાં આવી છે. જિલ્લા કક્ષાએ પુરવઠા અધિકારી દ્વારા નોટિસ આપવામાં આવી છે. 55 લાખ NFS રેશનકાર્ડ ધારકોને અનાજ નહીં મળે.NFS રેશનકાર્ડને સામાન્ય કાર્ડમાં ફેરવવામાં આવશે.
પુરવઠા અધિકારીઓએ રેશનકાર્ડ ધારકોને નોટીસ પાઠવી
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજ્યમાં આધાર કાર્ડ અને પાનકાર્ડના ડેટાના આધારે 55 લાખ એનએફએસ રેશનકાર્ડ હોલ્ડરને નોટિસ આપવામાં આવી છે. રાજ્યમાં 55 લાખ જેટલા રેશનકાર્ડ ધારકો ઇન્કમટેક્સની મર્યાદા બહાર હોવા છતાં રેશનકાર્ડ પર અનાજ લેતા હતા. ભારત સરકાર દ્વારા રાજ્ય સરકારને આ ડેટા આપવામાં આવતા કાર્યવાહી કરવામાં આવી છે. આ ડેટાના આધારે પુરવઠા અધિકારીઓએ રેશનકાર્ડ ધારકોને નોટીસ પાઠવી હતી.
કાર્ડ પણ સામાન્ય રેશનકાર્ડમાં તબદીલ કરાશે
દેશમા ગરીબોનો હક છીનનારા લોકોને સબક શીખવવા માટે કેન્દ્ર સરકારે એક ડેટા રાજ્ય સરકારને સોંપ્યો છે. આ ડેટા પ્રમાણે વધુ આવક ધરાવતા લોકો પણ સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ લેતા હોવાનું બહાર આવ્યું છે. આ ડેટાના આધારે જિલ્લા અધિકારી દ્વારા પગલાં લેવામાં આવ્યાં છે. દરેક જિલ્લામાં આવા રેશનકાર્ડ ધારકોને નોટીસ આપવામાં આવી છે. જો આ નોટીસનો જવાબ સંતોષકારક નહીં હોય તો રેશનકાર્ડ દ્વારા અપાતુ અનાજ બંધ કરવામાં આવશે અને કાર્ડ પણ સામાન્ય રેશનકાર્ડમાં તબદીલ કરાશે.
What's Your Reaction?






