Gujarat News: રાજીનામું આપવાના રાજકીય સ્ટંટ બાદ ગાંધીનગરમાં કાંતિ અમૃતિયા અને ગોપાલ ઈટાલિયાનું ઈલુ ઈલુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલીયાની જીત બાદ મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ પડકાર ફેંક્યો હતો. જો ગોપાલ ઈટાલિયા મોરબીમાંથી ચૂંટણી જીતે તો હું રાજીનામું આપી દઈશ અને બે કરોડ રૂપિયા આપીશ. ગોપાલ ઈટાલિયાએ આ ચેલેન્જને સ્વીકારી લીધા બાદ કાંતિ અમૃતિયાએ 70થી વધુ ગાડીઓના કાફલા સાથે ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું. બંને વચ્ચે થયેલા હાઈવોલ્ટેજ ડ્રામા બાદ આજે કંઈક જુદુ જ દ્રશ્ય જોવા મળ્યું છે. બંને ધારાસભ્યો ગાંધીનગરમાં હસી મજાક કરતા હોવાનો ફોટો વાયરલ થયો છે.
મોરબીમાં પડકાર અને ગાંધીનગરમાં હસી મજાક
કાંતિ અમૃતિયા અને ગોપાલ ઈટાલિયાના હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ બંને જણાનું ઈલુ ઈલુ જાહેર થયું છે. મોરબીમાં પડકાર આપનારા કાંતિ અમૃતિયા અને તેમનો પડકાર જીલનારા ગોપાલ ઈટાલિયા ગાંધીનગરમાં હસી મજાક કરતા હોય તેવો ફોટો વાયરલ થયો છે. આ ફોટો વાયરલ થયા બાદ લોકોએ સોશિયલ મીડિયામાં બંને જણાને આડેહાથ લીધા હતાં. ત્યાર બાદ કાંતિ અમૃતિયાએ નિવેદન આપતા કહ્યું હતું કે, હું સામેથી ગોપાલ ઇટાલીયા પાસે ગયો હતો.મોરબીની સભામાં લાફો મારવા મુદ્દે વાત કરી હતી. એક બેઠક આવી એમા તો સભામાં લાફો મારી દીધો હતો. અમે તો 30 વર્ષથી સત્તામાં છીએ આવું નથી કરતા.
કાંતિ અમૃતિયાએ મોરબીમાં ફરી ચેલેન્જ આપી હતી
તાજેતરમાં મોરબીમાં યોજાયેલી પાટીદાર જનક્રાંતિ સભામાં કાંતિ અમૃતિયાએ જાહેર મંચ પરથી ચેલેન્જ કરી હતી અને કહ્યું હતુ કે,કયારેય મારો વાંક હોય તો મારો ઝભ્ભો ફાડી નાખજો. વર્ષો પહેલા લાંબા વાળ વાળાએ CD ઉતારવાનું કામ કર્યું હતુ અને લાંબા વાળ વાળાને પકડી લીમડે બાંધી માર્યો હતો અને સીડી પણ સળગાવી દીધી હતી અને કયા સમાજની સીડી હતી તે મને ખબર નથી પણ મે સીડી જોઈ નથી જે છે એ દિલની વાત તમારી સામે કરૂ છુ. બીજી તરફ કાનાભાઈએ 45 વર્ષના ઈતિહાસમાં કોઈનું પડાવ્યું પણ નથી.
What's Your Reaction?






