Gujarat News: બાળકો ભલે અન્ય ભાષામાં ભણે પણ તેને માતૃભાષાનું જ્ઞાન આપો, તેનાથી બાળકની વિચારવાની શક્તિ વધશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. તેમણે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે રાજ ભાષા સંમેલનમાં હાજરી આપી હતી. તેમણએ રાજભાષા પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ ઉપરાંત ઈસરોના બે પુસ્તકોનું પણ અનાવરણ કર્યું હતું.
બાળકો સાથે તમે તમારી માતૃભાષામાં વાત કરો
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે, ભારતીય રાજ ભાષાનું ભવિષ્ય ખૂબ જ ઉજળુ છે. તમારા બાળકોને માતૃભાષા શીખવો અને માતૃભાષામાં જ વાતચીત કરે તેવો પ્રયાસ કરો. દરેક માતા પિતાને તેમણે બાળકોને અન્ય ભાષા શીખવવા અંગે ટકોર કરી હતી. તેમણે કહ્યું હતું કે, બાળકોને તેમના વાલીઓ અન્ય ભાષા શીખવે છે જેનાથી બાળકોનું માતૃભાષાનું જ્ઞાન અધુરૂ રહી જાય છે. બાળકો સાથે તમે તમારી માતૃભાષામાં વાત કરો. બાળકનો જે રાજ્યમાં જન્મ થયો હોય ત્યાંની ભાષામાં વાત કરો.
બાળકની વિચારવાની શક્તિ વધશે
તેમણે ઉમેર્યું હતું કે, બાળકો માતૃભાષા શીખે તે ખૂબજ મહત્વનુ છે. તેનાથી બાળકની વિચારવાની શક્તિ વધશે. તે પોતાની ભાષામાં મજબૂત વિશ્લેષણ કરી શકશે અને અનુમાન પણ કરી શકશે. તેને માતૃભાષાનું જ્ઞાન હશે તો નિર્ણય શક્તિ મજબૂત થશે. બાળક ભલે ગમેતે ભાષામાં ભણે તેને ભણવા દો પણ ઘરમાં તેની સાથે માતૃભાષામાં જ વાતચીત કરો. વિશ્વનો કોઈ પણ અભ્યાસક્રમ તેને નહીં ભણાવી શકે તે તમે તેને માતૃભાષા થકી શીખવી શકશો.
What's Your Reaction?






