Gujarat News: ગુજરાત ATSએ અલકાયદા ઇન્ડિયાના 4 આતંકીઓ ઝડપ્યા, અરવલ્લીમાંથી બે આતંકવાદીઓની ધરપકડ

Jul 23, 2025 - 16:30
Gujarat News: ગુજરાત ATSએ અલકાયદા ઇન્ડિયાના 4 આતંકીઓ ઝડપ્યા, અરવલ્લીમાંથી બે આતંકવાદીઓની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત ATS આતંકવાદી પ્રવૃત્તિઓ કરતા લોકોને ઝડપી પાડવા માટે સક્રિય થઈ ગઈ છે. ગત મે મહિનામાં ATSએ પાકિસ્તાન જાસૂસી કરતાં એક વ્યક્તિની ધરપકડ કરી હતી. હવે આતંકી સંગઠન અલકાયદા ઈન્ડિયાના ચાર આતંકીઓને ઝડપી પાડ્યા છે. ATSએ દિલ્હી, ગુજરાતમાં અરવલ્લી અને ઉત્તર પ્રદેશથી આ આતંકીઓને ઝડપી પાડ્યાં છે. આ ચારેય આતંકીઓ લાંબા સમયથી ગુજરાત એટીએસની રડારમાં હતાં.

દિલ્હી,અરવલ્લી અને યુપીથી આતંકીઓ ઝડપાયા

ગુજરાત ATSએ દિલ્હી, ગુજરાતમાં અરવલ્લી અને ઉત્તર પ્રદેશમાં સક્રિય થયેલા આતંકવાદી પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો પર બાજ નજર રાખી હતી. લાંબા સમયથી આ ચારેય આંતકવાદીઓ એટીએસની રડારમાં હતાં. તપાસ દરમિયાન ગુજરાતના અરવલ્લીમાંથી બે આતંકવાદીઓ ઝડપાયા છે. જ્યારે દિલ્હીના નોઈડા અને ઉત્તર પ્રદેશથી એક-એક આતંકવાદીને ઝડપી પાડવામાં આવ્યો છે.

ઝડપાયેલા 4 આતંકી રેડિકલાઈઝ થયા હતા

ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલા ચારેય આતંકવાદીઓ રેડિક્લાઈઝ થયા હતાં. દેશમાં આતંકી પ્રવૃત્તિ કરવા માટે સક્રિય થયેલા આ આતંકવાદીઓને ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એટીએસની ટીમે અલકાયદા મોડ્યુલનો ખુલાસો કર્યો છે. ગુજરાતમાંથી બે આતંકવાદીઓ ઝડપાતા તપાસ એજન્સી એલર્ટ થઈ ગઈ છે. દેશ અને રાજ્યમાં આતંકવાદી પ્રવૃત્તિને રોકવા માટે તપાસ એજન્સીઓ સક્રિય થઈ હતી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0