Gujarat News: ગત વર્ષે 10 હજાર જેટલા RTIના કેસોનો નિકાલ થયો, 250 જેટલા અગત્યના ચૂકાદાઓ ઓનલાઈન મુકાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગત વર્ષે રાજ્યના નાગરિકો દ્વારા કરવામાં આવેલા 10 હજાર જેટલા RTIના કેસોનો ખૂબ ઝડપથી નિકાલ કરવામાં આવ્યો છે. આયોગમાં હાલમાં કોઈ પેન્ડનસી કેસ નથી.આયોગની વેબસાઈટના નવીનીકરણ થકી નાગરિકોની સુગમતા માટે આયોગના 250 જેટલા અગત્યના ચૂકાદાઓ ઓનલાઈન મૂકવામાં આવ્યા છે.આ ઉપરાંત આયોગ દ્વારા ગત વર્ષે મુખ્યત્વે પાંચ પાના સુધીની માહિતી વિનામૂલ્યે આપવી, માહિતીનો ફોટો પાડવાની તેમજ ડિજિટલ સ્ટોરેજ ડિવાઇસમાં માહિતી આપવાની મંજૂરી આપવા જેવી વિવિધ ભલામણો કરવામાં આવી હતી.જેનો રાજ્ય સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે.
ઓડિયો પોડકાસ્ટ બનાવવામાં આવ્યા
ગુજરાત માહિતી આયોગ ગાંધીનગર ખાતે આજે મુખ્ય માહિતી કમિશનર ડૉ.સુભાષ સોનીના અધ્યક્ષસ્થાને લઘુપુસ્તિકા અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્ય માહિતી કમિશનર ડૉ.સોનીએ કહ્યું કે,RTI એક્ટની કામગીરીમાં અરજદારોને સર્વોચ્ચ સુગમતા આપવાના હેતુસર આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ત્રણ લઘુપુસ્તિકાઓ તેમજ ઓડિયો પોડકાસ્ટ બનાવવામાં આવ્યા છે.આ ઉપરાંત ફેસબૂક અને યૂ ટ્યુબ જેવા ડિજિટલ માધ્યમો થકી પણ માહિતી આયોગની કામગીરી અનેક નાગરિકો સુધી પહોંચી રહી છે.
નાગરિકોને તેનો સવિશેષ ફાયદો મળી રહ્યો છે
આ સમારોહમાં પૂર્વ મુખ્ય માહિતી કમિશનર અમૃત પટેલે જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાત માહિતી આયોગમાં કોઈ કેસની પેન્ડનસી નથી તે ખૂબ સરાહનીય કાર્ય છે. આ સિદ્ધિ આયોગની સમગ્ર ટીમ વર્કને આભારી છે. આજે RTI કેસોની ફરિયાદ, અપીલ, ઝડપી નિકાલ, સોશિયલ મીડિયાના માધ્યમોનો ઉપયોગ જેવી વિવિધ કામગીરીના પરિણામે અનેક નાગરિકોને તેનો સવિશેષ ફાયદો મળી રહ્યો છે.
What's Your Reaction?






