Gujarat News : આજે રાજ્યની 35 હજારથી વધુ દવાની દુકાનો બંધ રહેશે, દર્દીઓને હાલાકી પડશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આજે દેશભરમાં દવાની દુકાનોની હડતાળ યોજાશે. ગુજરાતની પણ 35 હજારથી વધુ દવાની દુકાનો બંધ રહેશે. ઓનલાઈન દવાઓના વેચાણ સામે વિરોધ વધી રહ્યો છે. દુકાનદારો એક દિવસની હડતાળ પાડીને વિરોધ નોંધાવશે. કડક દવા વેચાણ નીતિ અમલમાં મૂકવાની માગ કરાઈ છે. અમદાવાદમાં 3000થી વધુ દવાની દુકાનો હડતાળમાં જોડાશે.દર્દીઓ અને તેમના સગાઓને હાલાકીનો સામનો કરવો પડી શકે છે.
ગુજરાતની 35 હજાર દવાની દુકાનો બંધ રહેશે
આજે બુધવારના દિવસે ગુજરાતભરની 35 હજારથી વધુ દવાની દુકાનોના વેપારીઓ હડતાળ પર ઉતરી 24 કલાક માટે દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવશે. ઓનલાઈન દવાઓના વેપારના વિરોધમાં ઓલ ઈન્ડિયા એન્ડ ડ્રગીસ્ટ એઓશિએશન' દ્વારા દેશવ્યાપી અપાયેલા બંધના એલાનના સમર્થનમાં “ધી ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશને' પણ હડતાળમાં જોડાવાનું એલાન કર્યું છે. જેના કારણે બુધવારે દવાઓની દુકાનો બંધ રહેવાની હોવાથી લાખો દર્દીઓ અને તેમના સગાવાહલાઓએ ઈમરજન્સીમાં દવાઓ મેળવવા માટે ફાંફે ચઢવું પડશે. હડતાળમાં અમદાવાદના ત્રણ હજારથી વધુ કેમિસ્ટો જોડાશે. જેથી શહેરમાં આજે દવાઓ મેળવવામાં હાલાકી સર્જાશે.
દવા વેપારીઓની મુખ્ય માંગણીઓ શું છે ?
ગેરકાયદેસર E-Pharmacy કામગીરી પર રોક
28 ઓગસ્ટ, 2018નું GSR 817(E) નોટિફિકેશન પાછું ખેંચવું
26 માર્ચ, 2020નું GSR 220(E) નોટિફિકેશન રદ કરવું
કોર્પોરેટ કંપનીઓની ભારે ડિસ્કાઉન્ટ નીતિ સામે કડક નિયમન લાવવું
ઓનલાઇન વેચાણ અંગે એસોસિએશને શું ચિંતાઓ વ્યક્ત કરી?
પ્રિસ્ક્રિપ્શન વગર દવા વેચાઈ રહી છે
એન્ટીબાયોટિક અને આદત લગાડતી દવાઓ સરળતાથી મળી રહી છે
નકલી પ્રિસ્ક્રિપ્શનનો ઉપયોગ વધી રહ્યો છે
દર્દી અને ફાર્માસિસ્ટ વચ્ચેનો સીધો સંપર્ક ઘટી રહ્યો છે
નકલી અને ખોટી રીતે સંગ્રહિત દવાઓનું જોખમ વધી રહ્યું છે
Anti-Microbial Resistance જેવી ગંભીર સમસ્યાનો ખતરો વધ્યો છે
આ પણ વાંચોઃ Gandhinagar News: JPCની ટીમનો ગુજરાતમાં આજે બીજો દિવસ, CM સહિત રાજકીય નેતાઓની મિટિંગ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

