Gujarat News : આજે IPL 2026ની ફાઈનલ, ટોસ કોણ જીતશે તેના પર આશરે 200 કરોડનો સટ્ટો રમાશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
IPL 2026ની ફાઈનલની પહેલા સટ્ટા બજાર ગરમાયું છે.રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોમાંચક મુકાબલો જોવા મળશે.બંને ટીમોની બેટિંગ અને બોલિંગ મજબૂત છે. પરંતુ આ મેચના પરિણામમાં પીચ પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.રવિવારે મેચ પહેલાં કોણ મેચ જીતશે તે અંગે ફેન્સથી લઈ ક્રિકેટ દિગ્ગજો વચ્ચે પણ ચર્ચા છે.ત્યારે હાલ સટ્ટા બજારમાં કોણ આ મેચ જીતવા મામલે આગળ છે એના આંકડા સામે આવ્યા છે. ટોસ કોણ જીતશે તેની ઉપર આશરે રૂ.200 કરોડનો સટ્ટો રમાશે.
રૂ.200 કરોડનો સટ્ટો રમાશે
ફાઈનલ મેચ ઉપર ત્રણ હજાર કરોડનો સટ્ટો રમાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.સાથે જ આ ફાઈનલ મેચ જીતી IPL 2026ની ચેમ્પિયન બનવા માટે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ફેવરિટ માનવામાં આવી રહી છે. જો કે, ટોસ કોણ જીતે છે પછી સટ્ટાબજારમાં ભાવોમાં મોટી વધધટ થતી હોય છે.બુકીઓના મતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ IPL 2026ની ટ્રોફી જીતશે.સટ્ટો લેતી વેબસાઇટ્સ અને બુકીઓના મતે પણ IPL 2026ની ફાઇનલ જીતવા માટે ફેવરિટ છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ જીતનો ભાવ 88 પૈસા ચાલી રહ્યો છે.જયારે ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સની જીતનો ભાવ 1.10 રૂપિયા બોલાઈ રહ્યો છે.બુકીઓ ફાઈનલ મેચમાં સેશન પર એકાદ હજાર કરોડથી વધારેનો સટ્ટો રમશે એવું માનવામાં આવી રહ્યું છે.ટોસ કોણ જીતશે તેની ઉપર આશરે રૂ.200 કરોડનો સટ્ટો રમાશે.
અમદાવાદના મોદી સ્ટેડિયમ ખાતે રોમાંચક મુકાબલો
કેટલાક બુકીઓએ મોદી સ્ટેડિયમમાં તેના માણસોને મેચમાં મોકલી આપ્યા હોવાની વિગતો પણ સામે આવી છે.જેના લીધે ટીવી કરતા પહેલાં 30 સેકન્ડમાં સ્ટેડિયમમાંથી મેચ વિશે જાણી શકાય.IPL 2026ની ફાઇનલમાં અમદાવાદના મોદી સ્ટેડિયમ ખાતે રોમાંચક મુકાબલામાં કેટલાક સટ્ટોડિયાઓ અમદાવાદની મેચમાં હાજર રહે તેવી શકયતા છે.સટ્ટોડિયાના કહેવા મુજબ હવે દરેકને આઈડી આપી દીધા હોવાથી નાણાકીય વ્યવહારો આંગડિયાઓમાં થાય છે.આંગડિયામાં નાણાં જમા થાય પછી વધુ લિમિટ આપવામાં આવતી હોય છે.જેથી નાણાં ફસાય નહીં. IPL 2026ની ફાઇનલ મેચમાં સટ્ટોડિયાઓ ફ્લેટ, ફાર્મ હાઉસમાં એડવાન્સમાં તૈયારીઓ કરી દીધી છે.જેમાં કેટલાક સટ્ટોડિયાઓ પોલીસથી બચવા માટે ચાલુ કારમાં બેસીને પણ સોદા લેતા હોય છે.જયારે પોલીસે તેમના બાતમીદારો મારફતે સટ્ટોડિયાઓના મેચના આઈડી મેળવ્યા હોવાનું જાણવા મળે છે.
આ પણ વાંચોઃ RCB Vs GT Final: બેંગલુરુ કે ગુજરાત, ફાઈનલમાં અમદાવાદની પિચ કોને કરશે મદદ?
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

