Gujarat News: હાઈકોર્ટે ડિસ્ટ્રિક્ટ, સિવિલ અને સિનિયર સિવિલ જજની બદલીના આદેશ કર્યા, જુઓ લિસ્ટ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યની ન્યાયિક વ્યવસ્થાને વધુ મજબૂત અને વહીવટી દ્રષ્ટિએ વધુ કાર્યક્ષમ બનાવવાના ઉદ્દેશ્યથી ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હાઇકોર્ટે તાબાની અદાલતોમાં કાર્યરત ડિસ્ટ્રિક્ટ જજ, સિનિયર સિવિલ જજ તેમજ સિવિલ જજ કક્ષાના ન્યાયાધીશોની મોટા પાયે આંતરજિલ્લા બદલીઓ અને પ્રમોશનના આદેશો જારી કર્યા છે.
આગામી 17 ઓગસ્ટ સુધીમાં ચાર્જ સંભાળવા આદેશ
તમામ બદલી પામેલા અને બઢતી મેળવનારા જજોને આગામી 17 ઓગસ્ટ સુધીમાં પોતાના નવા સ્થાને હોદ્દાનો પ્રભારી ચાર્જ સંભાળી લેવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.આ વ્યાપક કદમથી રાજ્યભરની નીચલી અદાલતોની કામગીરીમાં ઝડપ આવશે અને કેસોના ઝડપી નિકાલમાં મોટો સહયોગ મળશે તેમ માનવામાં આવી રહ્યું છે.
કયા કેડરમાં કેટલી બદલીઓ અને બઢતી?
63 સિવિલ જજની આંતર જિલ્લા બદલીની યાદી
સિવિલ જજ કેડર
રાજ્યભરમાં 63 સિવિલ જજની આંતરજિલ્લા ટ્રાન્સફર કરાઈ છે. આ ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, ભાવનગર, ભરૂચ, કચ્છ, મહેસાણા, મોરબી, દાહોદ અને સાબરકાંઠા જેવા મુખ્ય જિલ્લાઓમાં અદાલતો વચ્ચે આંતરિક ફેરબદલ કરવામાં આવી છે.
26 સિનિયર સિવિલ જજની આંતરિક જિલ્લા બદલીની યાદી
સિનિયર સિવિલ જજ કેડર
26 ન્યાયાધીશોની આંતરજિલ્લા બદલી કરાઈ છે, જ્યારે 79 અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. સાથોસાથ મોટા શહેરોની કોર્ટોમાં વ્યાપક આંતરિક નિમણૂકો પણ થઈ છે.
67 ડિસ્ટ્રિક્ટ જજની આંતરિક જિલ્લા બદલી
ડિસ્ટ્રિક્ટ જજ કેડર:
આ કેડરમાં 67 જજોની આંતરજિલ્લા બદલી, 57 જજોને બઢતી સાથે નવી જગ્યાએ પોસ્ટિંગ અને 86 જજોની સેશન્સ કે એડિશનલ સેશન્સ ડિવિઝનમાં નિમણૂક કરવામાં આવી છે. સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ સહિતના જિલ્લાઓમાં આ ફેરબદલ સૌથી વધુ જોવા મળી છે.
આ પણ વાંચોઃ Vadodara News : શહેરમાં 24 કલાકમાં 471 કિલો એનાલોગ પનીર ઝડપાયુ, ફેટ સ્પ્રેડ બટરનું વેચાણ થતું હોવાનો ખુલાસો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

