Gujarat News: સાવરકુંડલામાં ફેન્સિંગ તારમાં ફસાયેલા સિંહબાળનું મોત, વેરાવળમાં ગેરકાયદે સિંહ દર્શન સામે કાર્યવાહી

Jun 17, 2026 - 21:00
Gujarat News: સાવરકુંડલામાં ફેન્સિંગ તારમાં ફસાયેલા સિંહબાળનું મોત, વેરાવળમાં ગેરકાયદે સિંહ દર્શન સામે કાર્યવાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મેરીયાણા ગામમાંથી વનપ્રેમીઓને ઝબઝબાવી દે તેવા દુઃખદ સમાચાર સામે આવ્યા છે.ગામની એક વાડીની ફરતે કરવામાં આવેલી લોખંડની તાર ફેન્સિંગમાં એક માસૂમ સિંહ બાળ અચાનક ફસાઈ ગયું હતું. આશરે 6 મહિનાની ઉંમર ધરાવતું આ નિર્દોષ સિંહ બાળ લોખંડના તારમાં એવી રીતે અટવાયું હતું કે તે લાંબા સમય સુધી ત્યાં જ તડપતું રહ્યું અને આખરે તરફડિયાં મારીને તેનું કરુણ મોત નીપજ્યું હતું. વન વિભાગની ટીમને સિંહ બાળને બહાર કાઢવામાં અને રેસ્ક્યુ કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ભારે જહેમત બાદ બહાર કાઢી તેનું પોસ્ટમોર્ટમ કરાયું હતું.  

વેરાવળમાં ગેરકાયદે સિંહ દર્શન સામે કાર્યવાહી

બીજી તરફ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના મંડોર ગામેથી ગેરકાયદે સિંહ દર્શન કરવાનો એક મામલો સામે આવ્યો છે. જેમાં વન વિભાગે લાલ આંખ કરીને મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ ગેરકાયદે પ્રવૃત્તિમાં મોરબી શહેર ભાજપ મંત્રીના મામાના દીકરા અને રાજકીય નેતાના સંબંધી સહિત કુલ 7 શખ્સોને વન વિભાગની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ શખ્સોએ મંડોર ગામની સીમમાં પહેલા દારૂ અને ચિકનની મહેફિલ માણી હતી અને ત્યારબાદ મધરાતે સિંહોને પરેશાન કરીને ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કર્યા હતા. વન વિભાગે આ તમામ વન્યજીવ અપરાધીઓ સામે કડક વલણ અપનાવીને કુલ 4 લાખનો માતબર દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત, તપાસ દરમિયાન આરોપીઓની થાર ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો પણ મળી આવ્યો હતો. 

હુમલાખોર સિંહના વર્તનનું બારીકાઈથી વિશ્લેષણ

રાજ્યમાં વધી રહેલા સિંહના હુમલાના બનાવો અંગે વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવીણ માળીએ સરકાર વતી એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, સિંહના હુમલાની ઘટનાઓને પગલે વન વિભાગ દ્વારા તપાસ અને કાર્યવાહી ખૂબ જ તેજ કરી દેવામાં આવી છે. સિંહો દ્વારા માનવીઓ પર હુમલો કરવા પાછળના ચોક્કસ કારણો જાણવા માટે વન વિભાગ અને નિષ્ણાતો દ્વારા પ્રયાસો શરૂ કરાયા છે અને હુમલાખોર સિંહના વર્તનનું બારીકાઈથી વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. માનવ સુરક્ષા સરકાર માટે સર્વોપરી છે અને તેના માટે ગીર અને આસપાસના વિસ્તારોમાં વધારાના રક્ષણાત્મક પગલાં લેવામાં આવશે. તાજેતરમાં સિંહના હુમલાનો ભોગ બનેલા મૃતકના આશ્રિત પરિવારને સરકાર તરફથી 10 લાખની સહાય ચૂકવી દેવામાં આવી છે. 

આ પણ વાંચોઃ Gandhinagar News : APMC કર્મચારીઓને બોનસ અને રહેમ ભથ્થાંની ચૂકવણી માટે મંજૂરી અપાઈ



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0