Gujarat News: રાજકોટ જિલ્લામાં ધોરણ 10નું 88.11 ટકા પરિણામ, 130 શાળાનું 100 ટકા રિઝલ્ટ

May 6, 2026 - 10:00
Gujarat News: રાજકોટ જિલ્લામાં ધોરણ 10નું 88.11 ટકા પરિણામ, 130 શાળાનું 100 ટકા રિઝલ્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું બોર્ડનું પરિણામ જાહેર થયા બાદ હવે આજે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે ધોરણ 10નું 83.86 ટકા પરિણામ આવ્યું છે. જે ગત વર્ષે 83.08 ટકા હતું. આ વર્ષે ગાંધીનગર જિલ્લાનું આજોલ કેન્દ્ર 100% પરિણામ સાથે મોખરે છે. જ્યારે દાહોદના મૂન ખેસલા કેન્દ્રનું સૌથી ઓછું 33.74 ટકા પરિણામ જાહેર થયું છે.

રાજકોટ જિલ્લામાં 88.11 ટકા પરિણામ

ગુજરાતમાં રાજકોટ જિલ્લામાં ગત વર્ષે 87.19 ટકા પરિણામ આવ્યું હતું. જે આ વખતે વધીને 88.11 ટકા આવ્યું છે. જિલ્લામાં 130 શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે ત્રણ શાળાઓનું શૂન્ય ટકા પરિણામ આવ્યું છે. સાત વિદ્યાર્થીઓએ 99.99 ટકા મેળવ્યા છે. રાજકોટના વિદ્યાર્થીઓએ આ વખતે પણ પરિણામમાં મેદાન માર્યું છે. વિદ્યાર્થીઓમાં પરિણામને લઈને ઉત્સાહ જોવા મળ્યો છે. 

આ પણ વાંચોઃ Gujarat News: ધોરણ 10ની બોર્ડની પરિક્ષાનું 83.86 ટકા પરિણામ જાહેર, A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓમાં વધારો થયો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0