Gujarat News: એક વર્ષ પહેલા બનેલા રસ્તા તૂટી જતાં મુખ્યમંત્રી આકરાપાણીએ, જવાબદારો સામે એક્શન લેવા સૂચના

Sep 16, 2025 - 14:00
Gujarat News: એક વર્ષ પહેલા બનેલા રસ્તા તૂટી જતાં મુખ્યમંત્રી આકરાપાણીએ, જવાબદારો સામે એક્શન લેવા સૂચના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં આ વખતે સારા પ્રમાણમાં વરસાદ થયો છે. ભારે વરસાદને કારણે રાજ્યમાં અનેક ઠેકાણે રોડ રસ્તા તૂટી ગયાં છે. રાજ્યમાં એક વર્ષ પહેલા જ બનાવેલા રસ્તા તૂટી જતાં લોકોમાં રોષ ફેલાયો છે. ત્યારે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમા રસ્તાનો મુદ્દો ચર્ચાયો હતો. મુખ્યમંત્રીએ તૂટેલા રોડ અને રસ્તા મામલે કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

ખેડૂતોને વળતર ચૂકવવા માટે પણ ચર્ચા કરાઈ

રાજ્યમાં એક વર્ષ પહેલા બનાવેલા રસ્તા તૂટી જતાં મુખ્યમંત્રી આકરાપાણીએ થયા હતાં. તેમણે રસ્તા બનાવનાર જવાબદારો સામે કાર્યવાહી કરવા સૂચના આપી હતી. તે ઉપરાંત નવરાત્રિ બાદ રાજ્યમાં રસ્તાનું સમારકામ હાથ ધરવા પણ સૂચન કર્યું હતું. બીજી તરફ વરસાદને કારણે રાજ્યમાં ખેડૂતોના પાકને મોટુ નુકસાન થયું છે. જેની કેબિનેટમાં ચર્ચા કરાઈ હતી. ખેડૂતોને વળતર ચૂકવવા માટે પણ ચર્ચા કરાઈ હતી.

બનાસકાંઠા અને પાટણમાં વરસાદી પૂરને લઈને ચર્ચા

મુખ્યમંત્રીએ ખેડૂતોને પાક નુકસાનીનું વળતર ઝડપથી મળે તે અંગે કેબિનેટની બેઠકમાં સૂચના આપી હતી. બનાસકાંઠા અને પાટણમાં વરસાદી પૂરને લઈને પણ ચર્ચાઓ કરાઈ હતી. પૂરના પાણીનો કાયમી ઉકેલ લાવવા માટે પણ ચર્ચાઓ કરાઈ હતી. આ ઉપરાંત રાજ્યમાં જળાશયોની સ્થિતિ અંગે પણ કેબિનેટની બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ ખેડૂતો અને સિંચાઈના પાણી માટે ચર્ચા કરી હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0