Gujarat News: અમદાવાદમાં કોકરોચ જનતા પાર્ટીનું નેતૃત્વ કોણ કરશે?

May 25, 2026 - 13:30
Gujarat News: અમદાવાદમાં કોકરોચ જનતા પાર્ટીનું નેતૃત્વ કોણ કરશે?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહારાષ્ટ્રના અને હાલ બોસ્ટનમાં રહેતા અભિજીત દીપકેની ઇન્ટરનેટ પર અત્યારે સૌથી વધુ વાયરલ અને ટ્રેન્ડિંગ બનેલી કોકરોચ જનતા પાર્ટી સીજેઆઈ (CJI) સૂર્યકાંતની યુવાનો પરની કોક્રોચ ટિપ્પણી બાદ અચાનક ભારે લોકપ્રિય થઈ ગઈ છે.હવે આ પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રી થઈ ગઈ છે.સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલી આ પાર્ટી હવે દેશની GenZ ક્રાંતિને હવે ગુજરાત વ્યાપી બનાવવા એક્ટિવ થઈ ગઈ છે. ગુજરાતમાં આ પાર્ટીની ચળવળનું નેતૃત્વ મનીષ બ્રહ્મભટ્ટ સંભાળશે.

મનીષ બ્રહ્મભટ્ટ ચળવળનું નેતૃત્વ સંભાળશે

કોકરોચ જનતા પાર્ટી દ્વારા હવે ગુજરાતમાં GenZ ક્રાંતિને સક્રિય કરવા આયોજનો શરૂ કરવામાં આવ્યાં છે. આગામી પહેલી જૂનથી રાજ્યમાં શહેર,ગામ,મહોલ્લા અને કોલેજોમાં આ પાર્ટી દ્વારા અભિયાન શરૂ થશે.હું કોકરોચ છું અને હું ક્રાંતિકારી છું જેવા નારા સાથે અભિયાન શરૂ થશે.અન્યાય,અત્યાચાર અને શોષણ સામે આ પાર્ટી ગુજરાતમાં મેદાનમાં ઉતરી છે.

ક્રાંતિકારી CJPએ 6 મુદ્દા જાહેર કર્યા

આગામી પહેલી જૂનથી રાજ્યભરમાં આ પાર્ટી દ્વારા અભિયાન ચાલુ કરાશે. રાજ્યના યુવાનોને આ પાર્ટી પોતાની મુવમેન્ટ સાથે જોડશે. આ પાર્ટીએ છ મુદ્દા જાહેર કર્યા છે. મેરિટ આધારિત પ્રજા ટિકિટની માંગ, સમાન શિક્ષણ રોજગાર કાયદાની માંગ અને ખોટી FIR મુદ્દે કડક કાયદાની માંગ આ ઉપરાંત અન્યાય સામે 6 મહિનામાં ન્યાયની ગેરંટીનો કાયદો, જનતા રેડ તેમજ ખોટી FIR દાખલ કરનારાઓને તત્કાલ ડિસમિસનો કાયદો લાગુ કરવાનો પણ મુદ્દો જાહેર કર્યો છે.

આ પણ વાંચોઃ Ahmedabad: ગોતામાં લાખોના ખર્ચે બનેલો નવો કોમ્યુનિટી હોલ ઉદ્ઘાટન વગર ખાલી પડ્યો, શરૂ થતા પહેલા જ ગંદકીના ઢગલા



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0