Gujarat Mosoon: છેલ્લા 24 કલાકમાં 78 તાલુકાઓમાં વરસાદ, જાણો કયા ખાબક્યો

વ્યારામાં 2.5 ઇંચ, વલસાડમાં 2.5 ઇંચ મેઘમેહર બોડેલી, નિઝર, સાગબારામાં 2-2 ઇંચ વરસાદ પડ્યો વાપીમાં 1.5 ઇંચ, નસવાડીમાં 1.5 ઇંચ વરસાદ આવ્યો ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 78 તાલુકાઓમાં વરસાદ આવ્યો છે. જેમાં સૌથી વધુ કુકરમુંડામાં 3 ઇંચ વરસાદ પડ્યો છે. તેમજ વ્યારામાં 2.5 ઇંચ, વલસાડમાં 2.5 ઇંચ તથા બોડેલી, નિઝર, સાગબારામાં 2-2 ઇંચ વરસાદ આવ્યો છે. વાપીમાં 1.5 ઇંચ, નસવાડીમાં 1.5 ઇંચ વરસાદ આવ્યો છે. હાલોલમાં 1.5 ઇંચ, ઉમરગામમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. વાલીયા, સુરત શહેર, મહુવામાં 1-1 ઇંચ વરસાદ પડ્યો વાલીયા, સુરત શહેર, મહુવામાં 1-1 ઇંચ વરસાદ પડ્યો છે. આજે અને સોમવારના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. ડાંગ, નવસારી, વલસાડ અને ગીર સોમનાથમાં રવિવારના રોજ જ્યારે ભરૂચ અને સુરતમાં તેમજ ભાવનગરમાં સોમવારના રોજ અતિભારે વરસાદ પડવાના હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે. ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની શક્યતાઓ અમદાવાદ, ગાંધીનગર સહિતના અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદી માહોલ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી મુજબ,આજ રોજ દક્ષિણ ગુજરાતનાં ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ પડશે જ્યારે નર્મદા, ભરૂચ, સુરત, તાપી તેમજ જુનાગઢ, અમરેલી, ભાવનગર અને દિવમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સિવાય બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની શક્યતાઓ છે.

Gujarat Mosoon: છેલ્લા 24 કલાકમાં 78 તાલુકાઓમાં વરસાદ, જાણો કયા ખાબક્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વ્યારામાં 2.5 ઇંચ, વલસાડમાં 2.5 ઇંચ મેઘમેહર
  • બોડેલી, નિઝર, સાગબારામાં 2-2 ઇંચ વરસાદ પડ્યો
  • વાપીમાં 1.5 ઇંચ, નસવાડીમાં 1.5 ઇંચ વરસાદ આવ્યો

ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 78 તાલુકાઓમાં વરસાદ આવ્યો છે. જેમાં સૌથી વધુ કુકરમુંડામાં 3 ઇંચ વરસાદ પડ્યો છે. તેમજ વ્યારામાં 2.5 ઇંચ, વલસાડમાં 2.5 ઇંચ તથા બોડેલી, નિઝર, સાગબારામાં 2-2 ઇંચ વરસાદ આવ્યો છે. વાપીમાં 1.5 ઇંચ, નસવાડીમાં 1.5 ઇંચ વરસાદ આવ્યો છે. હાલોલમાં 1.5 ઇંચ, ઉમરગામમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે.

વાલીયા, સુરત શહેર, મહુવામાં 1-1 ઇંચ વરસાદ પડ્યો

વાલીયા, સુરત શહેર, મહુવામાં 1-1 ઇંચ વરસાદ પડ્યો છે. આજે અને સોમવારના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. ડાંગ, નવસારી, વલસાડ અને ગીર સોમનાથમાં રવિવારના રોજ જ્યારે ભરૂચ અને સુરતમાં તેમજ ભાવનગરમાં સોમવારના રોજ અતિભારે વરસાદ પડવાના હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે.

ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની શક્યતાઓ

અમદાવાદ, ગાંધીનગર સહિતના અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદી માહોલ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી મુજબ,આજ રોજ દક્ષિણ ગુજરાતનાં ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ પડશે જ્યારે નર્મદા, ભરૂચ, સુરત, તાપી તેમજ જુનાગઢ, અમરેલી, ભાવનગર અને દિવમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સિવાય બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની શક્યતાઓ છે.