Gujarat Monsoon: રાજ્યના આ શહેરોને મેઘરાજા ધમરોળશે, જાણો કયા છે રેડ એલર્ટ

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી  બોટાદ, સુરેન્દ્રનગર, જામનગર સહિત અતિભારે વરસાદ  પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આજે કચ્છ અને સૌરાષ્ટ્રને મેઘરાજા ધમરોળશે. તેમજ આજે સમગ્ર કચ્છ અને દ્વારકામાં રેડ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. તથા હવામાન વિભાગની આગાહી છે કે અમરેલી,રાજકોટ ,ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, જામનગર સહિત અતિભારે વરસાદ રહેશે.  માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભરૂચ, નર્મદા, ડાંગમાં વરસાદનું યલો એલર્ટ સાથે ભારે વરસાદ રહેશે. તેમજ અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરામાં વરસાદનુ યલો એલર્ટ છે. તથા શિયર ઝોન, સાયકલોનિક સરકુયુલેશન, ઓફ શૉર ટ્રફ ત્રણ સિસ્ટમ સક્રિય થતા વરસાદ રહેશે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દ્વારકા અને પોરબંદર જિલ્લામાં આભ ફાટ્યું દ્વારકા અને પોરબંદર જિલ્લામાં આભ ફાટ્યું છે. જેમાં કલ્યાણપુરમાં બે કલાકમાં 6 ઇંચ વરસાદ આવ્યો છે. તેમજ કલ્યાણપુરમાં 24 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. પોરબંદરમાં રાત્રે પોણા 12 ઇંચ વરસાદ ખાબક્યો છે. તેમજ રાણાવાવમાં 8 ઇંચ, વેરાવળમાં 7 ઇંચ વરસાદ સાથે સુત્રાપાડામાં 7 ઇંચ, વંથલીમાં 7 ઇંચ વરસાદ, કેશોદમાં 6 ઇંચ, માણાવદરમાં 6 ઇંચ વરસાદ, જામજોધપુરમાં 6 ઇંચ, કુતિયાણા 6 ઇંચ વરસાદ, ઉપલેટામાં 5 ઇંચ, ધોરાજીમાં 4 ઇંચ વરસાદ તથા માળીયા હાટીના અને વિસાવદરમાં 4-4 ઇંચ વરસાદ આવ્યો છે.દ્વારકાના ભાણવડમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ ખાબક્યો કાલાવડમાં 3.5 ઇંચ, માંગરોળમાં 3.5 ઇચ તેમજ ખાંભા અને જૂનાગઢમાં 3-3 ઇંચ વરસાદ આવ્યો છે. તથા વડિયા અને તાલાલા 3-3 ઇંચ વરસાદ તેમજ મેંદરડા, વલસાડ અને ભાણવડમાં 2.5 ઇંચ ખાબક્યો છે. હવામાન વિભાગની આગાહીને પગલે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં ભારે વરસાદ ખાબક્યો હતો. તમામ જગ્યાએ વરસાદ વરસ્તા નદીઓ વહેતી થઇ ગઇ હતી. તો બીજી તરફ હરીપર ગામથી પાનેલી ગામ તરફના માર્ગ પર ધસમસતા પાણીના પ્રવાહમાં પસાર થતા કાર તણાઇ હતી. સ્થાનિકો દ્વારા ટ્રેક્ટરની મદદ વડે કારને બહાર કઢાવામાં આવી છે. દ્વારકાના ભાણવડમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે. રાત્રીના સમયે મેઘરાજા મહેરબાન થયા છે. ભાણવડના રસ્તાઓ પર પાણી વહેતા થયા છે.

Gujarat Monsoon: રાજ્યના આ શહેરોને મેઘરાજા ધમરોળશે, જાણો કયા છે રેડ એલર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી
  •  બોટાદ, સુરેન્દ્રનગર, જામનગર સહિત અતિભારે વરસાદ
  •  પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ

આજે કચ્છ અને સૌરાષ્ટ્રને મેઘરાજા ધમરોળશે. તેમજ આજે સમગ્ર કચ્છ અને દ્વારકામાં રેડ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. તથા હવામાન વિભાગની આગાહી છે કે અમરેલી,રાજકોટ ,ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, જામનગર સહિત અતિભારે વરસાદ રહેશે.

 માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી

સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભરૂચ, નર્મદા, ડાંગમાં વરસાદનું યલો એલર્ટ સાથે ભારે વરસાદ રહેશે. તેમજ અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરામાં વરસાદનુ યલો એલર્ટ છે. તથા શિયર ઝોન, સાયકલોનિક સરકુયુલેશન, ઓફ શૉર ટ્રફ ત્રણ સિસ્ટમ સક્રિય થતા વરસાદ રહેશે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

દ્વારકા અને પોરબંદર જિલ્લામાં આભ ફાટ્યું

દ્વારકા અને પોરબંદર જિલ્લામાં આભ ફાટ્યું છે. જેમાં કલ્યાણપુરમાં બે કલાકમાં 6 ઇંચ વરસાદ આવ્યો છે. તેમજ કલ્યાણપુરમાં 24 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. પોરબંદરમાં રાત્રે પોણા 12 ઇંચ વરસાદ ખાબક્યો છે. તેમજ રાણાવાવમાં 8 ઇંચ, વેરાવળમાં 7 ઇંચ વરસાદ સાથે સુત્રાપાડામાં 7 ઇંચ, વંથલીમાં 7 ઇંચ વરસાદ, કેશોદમાં 6 ઇંચ, માણાવદરમાં 6 ઇંચ વરસાદ, જામજોધપુરમાં 6 ઇંચ, કુતિયાણા 6 ઇંચ વરસાદ, ઉપલેટામાં 5 ઇંચ, ધોરાજીમાં 4 ઇંચ વરસાદ તથા માળીયા હાટીના અને વિસાવદરમાં 4-4 ઇંચ વરસાદ આવ્યો છે.

દ્વારકાના ભાણવડમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ ખાબક્યો

કાલાવડમાં 3.5 ઇંચ, માંગરોળમાં 3.5 ઇચ તેમજ ખાંભા અને જૂનાગઢમાં 3-3 ઇંચ વરસાદ આવ્યો છે. તથા વડિયા અને તાલાલા 3-3 ઇંચ વરસાદ તેમજ મેંદરડા, વલસાડ અને ભાણવડમાં 2.5 ઇંચ ખાબક્યો છે. હવામાન વિભાગની આગાહીને પગલે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં ભારે વરસાદ ખાબક્યો હતો. તમામ જગ્યાએ વરસાદ વરસ્તા નદીઓ વહેતી થઇ ગઇ હતી. તો બીજી તરફ હરીપર ગામથી પાનેલી ગામ તરફના માર્ગ પર ધસમસતા પાણીના પ્રવાહમાં પસાર થતા કાર તણાઇ હતી. સ્થાનિકો દ્વારા ટ્રેક્ટરની મદદ વડે કારને બહાર કઢાવામાં આવી છે. દ્વારકાના ભાણવડમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે. રાત્રીના સમયે મેઘરાજા મહેરબાન થયા છે. ભાણવડના રસ્તાઓ પર પાણી વહેતા થયા છે.