Gujarat Monsoon: મેઘરાજા હવે ખમૈયા કરો.! છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં નવરાત્રી બાદ મેઘરાજાએ હજુ પણ ખમૈયા કર્યા નથી. છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ અમરેલી જિલ્લામાં નોંધાયો છે. બગસરા તાલુકામાં સૌથી વધુ 3.22 ઈંચ વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ અમરેલી જિલ્લાના બગસરામાં 3 ઈંચથી વધુ નોંધાયો હતો. દેવભૂમિ દ્વારાકના ખંભાળિયા અને ભાણવડમાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 4 તાલુકામાં 2 ઈંચથી વધુ જ્યારે 6 તાલુકામાં 1 ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે.ગુજરાતમાં ચોમાસાના વિદાયની અંતિમ પળો ગુજરાતમાં ચોમાસાના વિદાયની અંતિમ પળો છે. જોકે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ સાથે જ મધ્ય અરબી સમુદ્રમાં એક ડિપ્રેશન સર્જાયું હોવાનું પણ કેન્દ્રિય હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. જે આગામી 24 કલાકમાં નબળું પડીને લો પ્રેશરમાં પરિવર્તિત થઇ શકે છે. આ ડિપ્રેશન ઓમાન તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે ગુજરાતને હાલ પુરતો કોઇ ખતરો નથી. જોકે દરિયામાં ભારે પવન અને ભારે વરસાદની શક્યતાના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.15 થી 17 ઓક્ટોબરે મેઘરાજા કરશે મંડાણ રાજ્યમાં 15 ઓક્ટોબરે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથના અમુક સ્થળોએ અને છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે 16-17 ઓક્ટોબરે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં નવરાત્રી બાદ મેઘરાજાએ હજુ પણ ખમૈયા કર્યા નથી. છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ અમરેલી જિલ્લામાં નોંધાયો છે. બગસરા તાલુકામાં સૌથી વધુ 3.22 ઈંચ વરસાદ વરસ્યો છે.
છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ અમરેલી જિલ્લાના બગસરામાં 3 ઈંચથી વધુ નોંધાયો હતો. દેવભૂમિ દ્વારાકના ખંભાળિયા અને ભાણવડમાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 4 તાલુકામાં 2 ઈંચથી વધુ જ્યારે 6 તાલુકામાં 1 ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે.
ગુજરાતમાં ચોમાસાના વિદાયની અંતિમ પળો
ગુજરાતમાં ચોમાસાના વિદાયની અંતિમ પળો છે. જોકે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ સાથે જ મધ્ય અરબી સમુદ્રમાં એક ડિપ્રેશન સર્જાયું હોવાનું પણ કેન્દ્રિય હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. જે આગામી 24 કલાકમાં નબળું પડીને લો પ્રેશરમાં પરિવર્તિત થઇ શકે છે. આ ડિપ્રેશન ઓમાન તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે ગુજરાતને હાલ પુરતો કોઇ ખતરો નથી. જોકે દરિયામાં ભારે પવન અને ભારે વરસાદની શક્યતાના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
15 થી 17 ઓક્ટોબરે મેઘરાજા કરશે મંડાણ
રાજ્યમાં 15 ઓક્ટોબરે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથના અમુક સ્થળોએ અને છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે 16-17 ઓક્ટોબરે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.