Gujarat Monsoon: ભારે વરસાદથી આગાહીને પગલે આ શહેરોમાં NDRFની ટીમ તૈનાત

ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટીંગ કરી રહ્યાં છે નર્મદા, કચ્છમાં NDRFની 1-1 ટીમ તૈનાત દ્રારકાનુ જામ રાવલ ગામ બેટમાં ફેરવાયું રાજ્યમાં ભારે વરસાદથી NDRF સ્ટેન્ડબાય છે. જેમાં નર્મદા, કચ્છમાં NDRFની 1-1 ટીમ તૈનાત કરવામાં આવી છે. ત્યારે રાજકોટ, વલસાડમાં NDRFની 1-1 ટીમ તૈનાત છે. જેમાં દ્વારકા, જૂનાગઢમાં NDRFની 1-1 ટીમ તૈનાત કરવામાં આવી છે. તથા ભાવનગર, અમરેલીમાં NDRFની 1-1 ટીમ તૈનાત કરવામાં આવી છે. તથા સુરત, ગીર સોમનાથમાં NDRFની 1-1 ટીમ તૈનાત છે. આમ ગુજરાતમાં દસ એનડીઆરએફની ટીમ તૈનાત કરાઇ છે. ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટીંગ કરી રહ્યાં છે ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટીંગ કરી રહ્યાં છે ત્યારે સૌરાષ્ટ્રમાં આ વખતે મેઘરાજાએ તારાજી સર્જી છે. દ્રારકાનુ જામ રાવલ ગામ બેટમાં ફેરવાયું છે,જયાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી છે. રાવલ ચંદ્રાવાડા માર્ગ પર પાણી ફરી વળતા અવરજવર માટે માર્ગ બંધ કરાયો છે. મુખ્ય માર્ગ પરથી ધસમસતા પાણીના પુર વહેતા ચારે તરફ તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. વરસાદના પગલે લીંમડી-દ્વારકા સ્ટેટ હાઇવે પર પાણી ભરાયાં છે. તો પાનેલી હરીપર વચ્ચેનો રસ્તો બંધ થયો છે. તો કેનેડી અને ભાટિયા અને લાંબા ગામોમાં કેડ સમા પાણી ભરાયાં છે. વરસાદના પગલે સાની ડેમમાં પાણીનું સ્તર વધતા આસપાસના નિચાણ વાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.  અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી ઉલ્લેખનીય છે કે ભારે વરસાદથી 6 સ્ટેટ હાઇવે, 25 પંચાયત હસ્તકના રસ્તા બંધ કરવામાં આવ્યા છે. તથા 10 અન્ય રસ્તાઓ બંધ સ્થિતિમાં છે. હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી. જેના પગલે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને પોરબંદરમાં વરસાદનું રૌદ્ર રુપ જોવા મળ્યું હતું અને વરસાદથી શહેરને પાણી-પાણી કરી નાખ્યું હતું. સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ હતી. જેના પગલે શહેરીજનોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદને પગલે જિલ્લાના અનેક ગામો સંપર્ક વિહોણા થયા કલ્યાણપુરમાં 10 ઈંચ, રાણાવાવમાં 9 ઈંચ, પાટણ,વેરાવળ કેશોદમાં 7 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જૂનાગઢના વંથલી અને ગીર સોમનાથાના સુત્રાપાડામાં 7 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જામજોધપુર, કુતિયાણા, માણાવદરમાં 5 ઈંચથી વધુ પડ્યો હતો. ગુજરાતમાં કચ્છ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પોરબંદર ઉપરાંત પણ જુનાગઢ જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન થયા હતા. પોરબંદરમાં તો આકાશી આફતથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. વરસાદને પગલે જિલ્લાના અનેક ગામો સંપર્ક વિહોણા થયા હતા. તો બીજી તરફ ભારે વરસાદના સમયે જ અનેક વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો.

Gujarat Monsoon: ભારે વરસાદથી આગાહીને પગલે આ શહેરોમાં NDRFની ટીમ તૈનાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટીંગ કરી રહ્યાં છે
  • નર્મદા, કચ્છમાં NDRFની 1-1 ટીમ તૈનાત
  • દ્રારકાનુ જામ રાવલ ગામ બેટમાં ફેરવાયું

રાજ્યમાં ભારે વરસાદથી NDRF સ્ટેન્ડબાય છે. જેમાં નર્મદા, કચ્છમાં NDRFની 1-1 ટીમ તૈનાત કરવામાં આવી છે. ત્યારે રાજકોટ, વલસાડમાં NDRFની 1-1 ટીમ તૈનાત છે. જેમાં દ્વારકા, જૂનાગઢમાં NDRFની 1-1 ટીમ તૈનાત કરવામાં આવી છે. તથા ભાવનગર, અમરેલીમાં NDRFની 1-1 ટીમ તૈનાત કરવામાં આવી છે. તથા સુરત, ગીર સોમનાથમાં NDRFની 1-1 ટીમ તૈનાત છે. આમ ગુજરાતમાં દસ એનડીઆરએફની ટીમ તૈનાત કરાઇ છે.

ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટીંગ કરી રહ્યાં છે

ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટીંગ કરી રહ્યાં છે ત્યારે સૌરાષ્ટ્રમાં આ વખતે મેઘરાજાએ તારાજી સર્જી છે. દ્રારકાનુ જામ રાવલ ગામ બેટમાં ફેરવાયું છે,જયાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી છે. રાવલ ચંદ્રાવાડા માર્ગ પર પાણી ફરી વળતા અવરજવર માટે માર્ગ બંધ કરાયો છે. મુખ્ય માર્ગ પરથી ધસમસતા પાણીના પુર વહેતા ચારે તરફ તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. વરસાદના પગલે લીંમડી-દ્વારકા સ્ટેટ હાઇવે પર પાણી ભરાયાં છે. તો પાનેલી હરીપર વચ્ચેનો રસ્તો બંધ થયો છે. તો કેનેડી અને ભાટિયા અને લાંબા ગામોમાં કેડ સમા પાણી ભરાયાં છે. વરસાદના પગલે સાની ડેમમાં પાણીનું સ્તર વધતા આસપાસના નિચાણ વાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.

 અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

ઉલ્લેખનીય છે કે ભારે વરસાદથી 6 સ્ટેટ હાઇવે, 25 પંચાયત હસ્તકના રસ્તા બંધ કરવામાં આવ્યા છે. તથા 10 અન્ય રસ્તાઓ બંધ સ્થિતિમાં છે. હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી. જેના પગલે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને પોરબંદરમાં વરસાદનું રૌદ્ર રુપ જોવા મળ્યું હતું અને વરસાદથી શહેરને પાણી-પાણી કરી નાખ્યું હતું. સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ હતી. જેના પગલે શહેરીજનોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

વરસાદને પગલે જિલ્લાના અનેક ગામો સંપર્ક વિહોણા થયા

કલ્યાણપુરમાં 10 ઈંચ, રાણાવાવમાં 9 ઈંચ, પાટણ,વેરાવળ કેશોદમાં 7 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જૂનાગઢના વંથલી અને ગીર સોમનાથાના સુત્રાપાડામાં 7 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જામજોધપુર, કુતિયાણા, માણાવદરમાં 5 ઈંચથી વધુ પડ્યો હતો. ગુજરાતમાં કચ્છ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પોરબંદર ઉપરાંત પણ જુનાગઢ જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન થયા હતા. પોરબંદરમાં તો આકાશી આફતથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. વરસાદને પગલે જિલ્લાના અનેક ગામો સંપર્ક વિહોણા થયા હતા. તો બીજી તરફ ભારે વરસાદના સમયે જ અનેક વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો.