Gujarat Monsoon Sessions : ગૃહમાં રાજયમા ચાલતી ડમી શાળાઓનો મુદ્દો ગાજયો
કોંગ્રેસના ધારાસભ્ય શૈલષ પરમારે ગૃહમાં ઉઠાવ્યો મુદ્દો રાજયમાં ડમી શાળાઓ ચાલી રહી છે તેને લઈ ઉઠાવ્યો મુદ્દો અમદાવાદમાં એક પણ ડમી સ્કૂલ ન હોવાનો સરકારનો દાવો ગુજરાત વિધાનસભા મોન્સૂન સત્રનો આજે છેલ્લો દિવસ છે,ગૃહમાં આજે અલગ-અલગ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી રહી છે,હાલમાં એક મુદ્દો ગુજરાતમાં ગાજી રહ્યો છે તે મુદ્દો નકલી શાળા ઝડપાવાનો છે,કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ગૃહની કાર્યવાહી દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો અને તેની સામે શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે જવાબ આપ્યો છે. કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારે ઉઠાવ્યો મુદ્દો ડમી શાળાને લઈ કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ગૃહમાં મુદ્દો ઉઠાવ્યો હતો,તેમણે કહ્યું કે,શાળા સંચાલક મંડળના બે સભ્યોએ પત્ર લખી મુખ્યમંત્રીને ફરીયાદ કરી હતી અને શિક્ષણ બોર્ડ દ્વારા પણ કાર્યવાહી કરવા જિલ્લાને પત્ર લખ્યો હતો છતાં આજે સરકાર કહે છે કે એક પણ સ્કૂલ ડમી નથી.શૈલેષ પરમારના ડમી શાળાના પ્રશ્ન પર વિધાનસભાના અધ્યક્ષે ટકોર કરતા કહ્યું, તમારો પ્રશ્ન ડમી શાળાનો નથી,તમે પ્રશ્ન કોચિંગ ક્લાસનો પુછ્યો છે માટે ડમી શાળા શબ્દ દૂર કરૂ છું. અમદાવાદમાં એક પણ ડમી સ્કૂલ ન હોવાનો સરકારનો દાવો વિધાનસભા ગૃહમાં શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે ધારાસભ્ય શૈલેષ પરમારને જવાબ આપ્યો હતો અને કહ્યું કે,અમદાવાદમાં ખાનગી કોચિંગ ક્લાસ મુદ્દે પ્રશ્નનો જવાબ આપીશુ તેમજ ચોક્કસ માહિતી મળે તો તેની તપાસની ખાતરી કરવા પણ કહ્યું છે,અમદાવાદમાં સરકારી શાળા કે ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં એક પણ ડમી શાળા ચાલતી ન હોવાનો દાવો શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર દ્વારા ગૃહમાં કરવામાં આવ્યો,અમદાવાદના ખાનગી કોચિંગ ક્લાસના આધારે પુછાયેલા પ્રશ્નના ટુંકી મુદતના પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતુ. ડમી શાળાઓ ઝડપાઈ હતી ગુજરાતમાં બે થી ત્રણ જગ્યાઓ પર ડમી શાળાઓ ઝડપાઈ હોવાની ઘટના સામે આવી હતી,તેને લઈ શિક્ષણ વિભાગે પણ કડક પગલા ભર્યા હતા,આ ડમી શાળાઓ કોઈ મહાનગરપાલિકામાં નહી પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં ઝડપાઈ હતી,અમુક શાળાઓ એવી હતી કે જેમાં શિક્ષક માત્ર 10 ધોરણ ભણેલા હોય અને તે વિધાર્થીને ભણતર આપતા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- કોંગ્રેસના ધારાસભ્ય શૈલષ પરમારે ગૃહમાં ઉઠાવ્યો મુદ્દો
- રાજયમાં ડમી શાળાઓ ચાલી રહી છે તેને લઈ ઉઠાવ્યો મુદ્દો
- અમદાવાદમાં એક પણ ડમી સ્કૂલ ન હોવાનો સરકારનો દાવો
ગુજરાત વિધાનસભા મોન્સૂન સત્રનો આજે છેલ્લો દિવસ છે,ગૃહમાં આજે અલગ-અલગ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી રહી છે,હાલમાં એક મુદ્દો ગુજરાતમાં ગાજી રહ્યો છે તે મુદ્દો નકલી શાળા ઝડપાવાનો છે,કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ગૃહની કાર્યવાહી દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો અને તેની સામે શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે જવાબ આપ્યો છે.
કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારે ઉઠાવ્યો મુદ્દો
ડમી શાળાને લઈ કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ગૃહમાં મુદ્દો ઉઠાવ્યો હતો,તેમણે કહ્યું કે,શાળા સંચાલક મંડળના બે સભ્યોએ પત્ર લખી મુખ્યમંત્રીને ફરીયાદ કરી હતી અને શિક્ષણ બોર્ડ દ્વારા પણ કાર્યવાહી કરવા જિલ્લાને પત્ર લખ્યો હતો છતાં આજે સરકાર કહે છે કે એક પણ સ્કૂલ ડમી નથી.શૈલેષ પરમારના ડમી શાળાના પ્રશ્ન પર વિધાનસભાના અધ્યક્ષે ટકોર કરતા કહ્યું, તમારો પ્રશ્ન ડમી શાળાનો નથી,તમે પ્રશ્ન કોચિંગ ક્લાસનો પુછ્યો છે માટે ડમી શાળા શબ્દ દૂર કરૂ છું.
અમદાવાદમાં એક પણ ડમી સ્કૂલ ન હોવાનો સરકારનો દાવો
વિધાનસભા ગૃહમાં શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે ધારાસભ્ય શૈલેષ પરમારને જવાબ આપ્યો હતો અને કહ્યું કે,અમદાવાદમાં ખાનગી કોચિંગ ક્લાસ મુદ્દે પ્રશ્નનો જવાબ આપીશુ તેમજ ચોક્કસ માહિતી મળે તો તેની તપાસની ખાતરી કરવા પણ કહ્યું છે,અમદાવાદમાં સરકારી શાળા કે ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં એક પણ ડમી શાળા ચાલતી ન હોવાનો દાવો શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર દ્વારા ગૃહમાં કરવામાં આવ્યો,અમદાવાદના ખાનગી કોચિંગ ક્લાસના આધારે પુછાયેલા પ્રશ્નના ટુંકી મુદતના પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતુ.
ડમી શાળાઓ ઝડપાઈ હતી
ગુજરાતમાં બે થી ત્રણ જગ્યાઓ પર ડમી શાળાઓ ઝડપાઈ હોવાની ઘટના સામે આવી હતી,તેને લઈ શિક્ષણ વિભાગે પણ કડક પગલા ભર્યા હતા,આ ડમી શાળાઓ કોઈ મહાનગરપાલિકામાં નહી પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં ઝડપાઈ હતી,અમુક શાળાઓ એવી હતી કે જેમાં શિક્ષક માત્ર 10 ધોરણ ભણેલા હોય અને તે વિધાર્થીને ભણતર આપતા હતા.