Gujarat Monsoon: ઉત્તરથી લઇ દક્ષિણ ગુજરાત સુધી મેઘ મહેર.! વાંચો વરસાદની સ્થિતિ

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂછેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ વરસ્યોઉત્તર-મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદલાંબા વિરામ બાદ ફરી એકવાર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. બંગાળની ખાડીમાં સર્જેલી સિસ્ટમ ધીમે ધીમે આગળ વઘતાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ વરસ્યો છે.ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 140 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. આજે પણ ગુજરાતના 9 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી મુજબ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટમાં ધોધમાર વરસાદ પડશે. તો ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. પોરબંદર અને દ્વારકામાં પણ વરસાદની આગાહી કરાઈ છે. વલસાડ, દમણ દાદરાનગરમાં રેટ અલર્ટ અપાયું છે. ભરૂચ અને વડોદરામાં પણ રેડ અલર્ટ આપવામાં આવ્યું છે.ગાંધીનગર શહેરમાં વરસાદે અનેક વિસ્તારો થયા જળમગ્ન ગાંધીનગર શહેરમાં વરસાદે અનેક વિસ્તારને જળમગ્ન કરી દીધાં છે. ગાંધીનગર શહેરના અલગ અલગ સેક્ટરમાં વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદથી માણસા APMC નજીક પાણી ભરાયા છે.મહેસાણાના વિજાપુરમાં પણ ધોધમાર વરસાદ વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદથી વિજાપુરના અનેક ઠેકાણે વરસાદી પાણી ભરાયા છે, વિસનગર, વિજાપુરમાં મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઇ ગયા છે.ટીબી રોડ અને બોમ્બે સોસાયટી સહિત ભાંડુ, વાલમમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે.દહેગામમાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદ પડતા નિચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણીગાંધીનગરના દહેગામમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ પડતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાની શરૂઆત થઈ છે,હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે,સાથે સાથે ગઈકાલે પણ દહેગામમાં વરસાદ પડતા પાણી દુકાનોમાં ઘુસી ગયા હતા,હવામાન વિભાગે આગાહી કરી છે કે,સમગ્ર ગુજરાતમાં વરસાદ સારો એવો પડશે. દહેગામમાં સામાન્ય વરસાદમા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે.નગરપાલિકાનો પ્રિ-મોન્સૂન પ્લાન પણ ધોવાઈ ગયો છે,ત્યારે નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકો હેરાન થયા છે અને તેમનો આક્ષેપ છે કે,તંત્ર દ્રારા કોઈ સુવિધા પૂરી પાડવામાં આવતી નથી અને કોઈ ધારાસભ્ય પણ આવ્યું નથી,વરસાદના પાણીની સાથે ગટરના પાણી પણ બેક મારવાની શરૂઆત થઈ છે જેના કારણે અમુક વિસ્તારોમાં દુર્ગંધ પણ મારી રહી છે.અમદાવાદના અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદહવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં સતત વરસાદ વરસી રહ્યો છે. સવારથી જ શહેરમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા સતત વરસી રહ્યા છે. અમદાવાદમાં મોટા ભાગના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. શહેરનાં એસજી હાઇવે, ગોતા, વંદેમાતરમ, જગતપુર, રાણીપ વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સાથે જ વસ્તાપુર, નવરંગપુરા, નહેરુનગર, બોડકદેવ સહિતના આસપાસના વિસ્તારોમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે.અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ વરસતા મુસાફરો પરેશાન થયા છે અને વિઝીબિલિટી લો થતા વાહનચાલકો અટવાયા છે. ધોધમાર વરસાદને કારણે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી જ પાણીઅમદાવાદમાં સતત વરસાદ વરસી રહ્યો છે. સવારથી જ શહેરમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા સતત વરસી રહ્યા છે. વરસાદી પાણી ભરાતા ગોતા સ્મશાન સામે નદી જેવો દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઠેરે-ઠેર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. મીઠાખળી અન્ડર પાસ બંધ કરવામાં આવ્યો છે. સરદારનગર, પાંજરાપોળ ચાર રસ્તા નજીક ઘૂંટણસમા પાણી ભરાયાં છે. મહીસાગર જિલ્લામાં લુણાવાડા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ મહીસાગર જિલ્લામાં લુણાવાડા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ વરસી રહ્યો છે. સંતરામપુર હાઈવે, મલેકપુર સહિતના વિસ્તારમાં પણ સારો વરસાદ વરસ્યો છે.ભારે વરસાદના પગલે અરવલ્લીમાં જળાશયોમાં પાણીની આવક વધતાં જળસ્તર સતત વધી રહ્યું છે. વાત્રકમાં 440 ક્યૂસેક પાણીની આવક થઇ છે. મેશ્વોમાં 340 ક્યૂસેક પાણીની આવક થઇ છે.માઝુમમાં પણ 220 ક્યૂસેક પાણીની આવક થઇ છે. અરવલ્લીના ઈટાડીમાં અનેક વિસ્તાર જળમગ્ન થતાં ઈટાડી ગામમાં સ્થાનિકોને હાલાકી વધી છે. નીચાણવાળા વિસ્તારોના રહેણાંક મકાનોમાં ઘુંટણસમા પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવી રહ્યાં છે.છોટા ઉદેપુર જિલ્લામાં પણ સવારથી મેઘરાજા મહેરબાનછોટા ઉદેપુર જિલ્લામાં પણ સવારથી મેઘરાજાએ ઘરાને ધરવી દીધી. ધોધમાર વરસાદ થી અનેકવિસ્તારોમાં પાણી ભરાયા છે. પાવી જેતપુરમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયુંછે.ભારે વરસાદના કારણે રસ્તા પર ભરાયા પાણી યાત્રાધામ ડાકોરમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી શ્રદ્ધાળુની મુશ્કેલી વધી છે. ડાકોરમાં મંદિર બહાર પાણી ભરાતા શ્રદ્ધાળુઓની હાલાકી વધી છે. કાલસર, સુઈ, આગરવા સહિતના ગામોમાં વરસાદ વરસતાં ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. ભારે વરસાદના કારણે મંદિર બહાર પાર્ક કરેલા ટુ-વ્હીલરો પણ અડધા પાણીમાં ગળકાવ થઇ ગયા છે. વરસાદના કારણે મુશ્કેલી સર્જાતા ડાકોર નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યાં છે.વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલે જમાવટ બોવાવીવલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલે જમાવટ કરી છે. અહી વલસાડ શહેર અને આસપાસના ગામોમાં વરસાદ વરસતાં અનેક વિસ્તારમાં પાણી ભરાતા જનજીવનને અસર થઇ છે. પાટણ જિલ્લામાં પણ વહેલી સવારથી મેઘરાજાનું આગમન થયું છે. રૂની, કમલીવાડા સહિતના ગામોમાં વરસાદે ધરાને ધરવી દીધી છે અહી ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશીની લહેર છવાઇ ગઇ છે. અહીં ખલીપુર, કુણઘેર, સિદ્ધપુર, બીલિયા, નાગવાસણ, કલ્યાણા,કાકોશી સહિતના ગામોમાં પણ આજે સારો વરસાદ વરસ્યો છે.સુરત ગ્રામ્ય વિસ્તારમાં જામ્યો વરસાદી માહોલ જામ્યો સુરત ગ્રામ્ય વિસ્તારમાં જામ્યો વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ઉમરપાડામાં 2 કલાકમાં પોણા 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદના કારણે નદી-નાળા છલકાયા છે. ઉમરપાડા તાલુકા સહિત ઓલપાડ તાલુકામાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. ઉમરપાડા તાલુકાના નદી-નાળામાં પાણીની આવક વધતા ખેડૂતો ખૂશ

Gujarat Monsoon: ઉત્તરથી લઇ દક્ષિણ ગુજરાત સુધી મેઘ મહેર.! વાંચો વરસાદની સ્થિતિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ
  • છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ વરસ્યો
  • ઉત્તર-મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ

લાંબા વિરામ બાદ ફરી એકવાર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. બંગાળની ખાડીમાં સર્જેલી સિસ્ટમ ધીમે ધીમે આગળ વઘતાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 140 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. આજે પણ ગુજરાતના 9 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી મુજબ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટમાં ધોધમાર વરસાદ પડશે. તો ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. પોરબંદર અને દ્વારકામાં પણ વરસાદની આગાહી કરાઈ છે. વલસાડ, દમણ દાદરાનગરમાં રેટ અલર્ટ અપાયું છે. ભરૂચ અને વડોદરામાં પણ રેડ અલર્ટ આપવામાં આવ્યું છે.

ગાંધીનગર શહેરમાં વરસાદે અનેક વિસ્તારો થયા જળમગ્ન 

ગાંધીનગર શહેરમાં વરસાદે અનેક વિસ્તારને જળમગ્ન કરી દીધાં છે. ગાંધીનગર શહેરના અલગ અલગ સેક્ટરમાં વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદથી માણસા APMC નજીક પાણી ભરાયા છે.મહેસાણાના વિજાપુરમાં પણ ધોધમાર વરસાદ વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદથી વિજાપુરના અનેક ઠેકાણે વરસાદી પાણી ભરાયા છે, વિસનગર, વિજાપુરમાં મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઇ ગયા છે.ટીબી રોડ અને બોમ્બે સોસાયટી સહિત ભાંડુ, વાલમમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે.

દહેગામમાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદ પડતા નિચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

ગાંધીનગરના દહેગામમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ પડતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાની શરૂઆત થઈ છે,હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે,સાથે સાથે ગઈકાલે પણ દહેગામમાં વરસાદ પડતા પાણી દુકાનોમાં ઘુસી ગયા હતા,હવામાન વિભાગે આગાહી કરી છે કે,સમગ્ર ગુજરાતમાં વરસાદ સારો એવો પડશે. દહેગામમાં સામાન્ય વરસાદમા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે.નગરપાલિકાનો પ્રિ-મોન્સૂન પ્લાન પણ ધોવાઈ ગયો છે,ત્યારે નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકો હેરાન થયા છે અને તેમનો આક્ષેપ છે કે,તંત્ર દ્રારા કોઈ સુવિધા પૂરી પાડવામાં આવતી નથી અને કોઈ ધારાસભ્ય પણ આવ્યું નથી,વરસાદના પાણીની સાથે ગટરના પાણી પણ બેક મારવાની શરૂઆત થઈ છે જેના કારણે અમુક વિસ્તારોમાં દુર્ગંધ પણ મારી રહી છે.

અમદાવાદના અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં સતત વરસાદ વરસી રહ્યો છે. સવારથી જ શહેરમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા સતત વરસી રહ્યા છે. અમદાવાદમાં મોટા ભાગના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. શહેરનાં એસજી હાઇવે, ગોતા, વંદેમાતરમ, જગતપુર, રાણીપ વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સાથે જ વસ્તાપુર, નવરંગપુરા, નહેરુનગર, બોડકદેવ સહિતના આસપાસના વિસ્તારોમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે.અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ વરસતા મુસાફરો પરેશાન થયા છે અને વિઝીબિલિટી લો થતા વાહનચાલકો અટવાયા છે. 

ધોધમાર વરસાદને કારણે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી જ પાણી

અમદાવાદમાં સતત વરસાદ વરસી રહ્યો છે. સવારથી જ શહેરમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા સતત વરસી રહ્યા છે. વરસાદી પાણી ભરાતા ગોતા સ્મશાન સામે નદી જેવો દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઠેરે-ઠેર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. મીઠાખળી અન્ડર પાસ બંધ કરવામાં આવ્યો છે. સરદારનગર, પાંજરાપોળ ચાર રસ્તા નજીક ઘૂંટણસમા પાણી ભરાયાં છે.

મહીસાગર જિલ્લામાં લુણાવાડા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ 

મહીસાગર જિલ્લામાં લુણાવાડા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ વરસી રહ્યો છે. સંતરામપુર હાઈવે, મલેકપુર સહિતના વિસ્તારમાં પણ સારો વરસાદ વરસ્યો છે.ભારે વરસાદના પગલે અરવલ્લીમાં જળાશયોમાં પાણીની આવક વધતાં જળસ્તર સતત વધી રહ્યું છે. વાત્રકમાં 440 ક્યૂસેક પાણીની આવક થઇ છે. મેશ્વોમાં 340 ક્યૂસેક પાણીની આવક થઇ છે.માઝુમમાં પણ 220 ક્યૂસેક પાણીની આવક થઇ છે. અરવલ્લીના ઈટાડીમાં અનેક વિસ્તાર જળમગ્ન થતાં ઈટાડી ગામમાં સ્થાનિકોને હાલાકી વધી છે. નીચાણવાળા વિસ્તારોના રહેણાંક મકાનોમાં ઘુંટણસમા પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવી રહ્યાં છે.

છોટા ઉદેપુર જિલ્લામાં પણ સવારથી મેઘરાજા મહેરબાન

છોટા ઉદેપુર જિલ્લામાં પણ સવારથી મેઘરાજાએ ઘરાને ધરવી દીધી. ધોધમાર વરસાદ થી અનેકવિસ્તારોમાં પાણી ભરાયા છે. પાવી જેતપુરમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયુંછે.ભારે વરસાદના કારણે રસ્તા પર ભરાયા પાણી યાત્રાધામ ડાકોરમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી શ્રદ્ધાળુની મુશ્કેલી વધી છે. ડાકોરમાં મંદિર બહાર પાણી ભરાતા શ્રદ્ધાળુઓની હાલાકી વધી છે. કાલસર, સુઈ, આગરવા સહિતના ગામોમાં વરસાદ વરસતાં ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. ભારે વરસાદના કારણે મંદિર બહાર પાર્ક કરેલા ટુ-વ્હીલરો પણ અડધા પાણીમાં ગળકાવ થઇ ગયા છે. વરસાદના કારણે મુશ્કેલી સર્જાતા ડાકોર નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યાં છે.

વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલે જમાવટ બોવાવી

વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલે જમાવટ કરી છે. અહી વલસાડ શહેર અને આસપાસના ગામોમાં વરસાદ વરસતાં અનેક વિસ્તારમાં પાણી ભરાતા જનજીવનને અસર થઇ છે. પાટણ જિલ્લામાં પણ વહેલી સવારથી મેઘરાજાનું આગમન થયું છે. રૂની, કમલીવાડા સહિતના ગામોમાં વરસાદે ધરાને ધરવી દીધી છે અહી ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશીની લહેર છવાઇ ગઇ છે. અહીં ખલીપુર, કુણઘેર, સિદ્ધપુર, બીલિયા, નાગવાસણ, કલ્યાણા,કાકોશી સહિતના ગામોમાં પણ આજે સારો વરસાદ વરસ્યો છે.

સુરત ગ્રામ્ય વિસ્તારમાં જામ્યો વરસાદી માહોલ જામ્યો

સુરત ગ્રામ્ય વિસ્તારમાં જામ્યો વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ઉમરપાડામાં 2 કલાકમાં પોણા 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદના કારણે નદી-નાળા છલકાયા છે. ઉમરપાડા તાલુકા સહિત ઓલપાડ તાલુકામાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. ઉમરપાડા તાલુકાના નદી-નાળામાં પાણીની આવક વધતા ખેડૂતો ખૂશ ખુશાલ જોવા મળી રહ્યા છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા કાકરાપાર ડેમ અને માંડવીના કાકરાપારનો ડેમ પણ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. કાકરાપાર ડેમની કુલ સપાટી 160 ફૂટ થઇ છે. હાલ ડેમ 5 ફૂટ ઉપરથી ઓવરફ્લો થયો છે.

નર્મદાના અન્ય બે ડેમ પણ થયા ઓવરફ્લો

હવામાન વિભાગની આગાહીના પગલે ગુજરાતમાં મેઘરાજાએ ધમરોળ્યું છે. અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. તેવામાં નર્મદાના અન્ય બે ડેમ પણ થયા ઓવરફ્લો થયા છે. સાગબારાના નાનાકાકડીઆંબા ડેમ અને ચોપડવાવ ડેમ પણ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. કાકડીઆંબા ડેમની સપાટી 187.45 મિટર નોંધાઈ છે. ચોપડવાવ ડેમની સપાટી 187.45 મિટર નોધાઈ છે. 19 ગામોને સિંચાઈના પાણીનો લાભ મળશે ગ્રામજનોને નદી કિનારે ના જવા માટે તંત્ર દ્વારા સૂચના અપાઈ છે.

ઊંઝામાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા

ભારે વરસાદની આગાહીને પગલે મહેસાણાના ઊંઝામાં વરસાદી માહોલ જામ્યો હતો. ધોધમાર વરસાદ વરસ્તા ઊંઝામાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા છે. ઉમિયમાતા, ગાંધીચોક, સરદાર ચોક સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

આજે ક્યાં ક્યાં આગાહી

  • હવામાન વિભાગ દ્વારા વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદનું રેડ અલર્ટ
  • નર્મદા,ભરૂચ,સુરત,ડાંગ,તાપી,નવસારી,અમરેલી ,ભાવનગરમાં અતિભારે વરસાદનું ઓરેન્જ અલર્ટ
  • બનાસકાંઠા,પાટણ,મેહસાણા,સાબરકાંઠા,અરવલ્લી,ગાંધીનગર,ખેડા,આણંદ,પંચમહાલમાં ભારે વરસાદનું યેલો અલર્ટ
  • દાહોદ,મહીસાગર,છોટા ઉદેપુર,વડોદરા,સુરેન્દ્રનગર,રાજકોટ,જૂનાગઢ,ગીર સોમનાથ,બોટાદ અને કચ્છમાં ભારે વરસાદની યેલો અલર્ટ
  • અમદાવાદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ અલર્ટ
  • અમદાવાદ શહેરમાં બે દિવસ ભારે વરસાદ સાથે યેલો અલર્ટ