Gujarat Local Body Election Results 2026: ભાખર મોટીમાં ભાજપનો વિજયધ્વજ, રાજપીપળામાં વિપક્ષોના સૂપડા સાફ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની વિવિધ બેઠકોની પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે. આ પરિણામોમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠાથી લઈને મધ્ય ગુજરાતના વડોદરા અને દક્ષિણના નર્મદા જિલ્લામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. ભાજપે તેની જીતની પરંપરા જાળવી રાખી છે, જ્યારે વડોદરામાં આંતરિક ખેંચતાણને કારણે કોંગ્રેસને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
બનાસકાંઠા: દાંતીવાડામાં ભાજપનો દબદબો
બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા તાલુકાની ભાખર મોટી જિલ્લા પંચાયત બેઠક પર ભાજપે જોરદાર વિજય મેળવ્યો છે. ભાજપના ઉમેદવાર રાજેન્દ્રસિંહ વાઘેલાએ તેમના હરીફને ૨૦૯૦ મતોની વિશાળ સરસાઈથી હરાવીને બેઠક અંકે કરી છે. આ પરિણામની સૌથી મોટી ચોંકાવનારી બાબત એ રહી કે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પીનાબેન ઘાડીયાની અહીં કારમી હાર થઈ છે. મતદારોએ નવા ચહેરા પર વિશ્વાસ મૂકીને ભાજપના પક્ષમાં મોટો જનાદેશ આપ્યો છે.
નર્મદા: રાજપીપળામાં ભાજપનો એકચક્રી વિજય
નર્મદા જિલ્લાની રાજપીપળા નગરપાલિકામાં પણ ભાજપનો વિજયી રથ આગળ વધ્યો છે. પાલિકાની કુલ ૨૮ બેઠકો પૈકી અત્યાર સુધી જાહેર થયેલા પરિણામોમાં ભાજપે ૧૨ બેઠકો પર જીત મેળવી લીધી છે. આશ્ચર્યની વાત એ છે કે અહીં હજુ સુધી આમ આદમી પાર્ટી (AAP), કોંગ્રેસ કે અપક્ષના કોઈ પણ ઉમેદવાર પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા નથી. રાજપીપળામાં ભાજપની મજબૂત પકડ અને વિપક્ષોની નિષ્ક્રિયતા આ પરિણામોમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે. વડોદરા: કોંગ્રેસની આંતરિક લડાઈમાં અપક્ષ ફાવ્યા
મધ્ય ગુજરાતના વડોદરામાં રાજકીય સમીકરણો કંઈક અલગ જોવા મળ્યા છે. વડોદરાના વોર્ડ નંબર ૦૧ માં કોંગ્રેસની આખી પેનલ જીતવાની આશા હતી, પરંતુ આંતરિક વિખવાદને કારણે પેનલ તૂટી ગઈ છે. અહીં કોંગ્રેસે જેમને ટિકિટ નહોતી આપી તેવા હરીશ પટેલે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી અને તેઓ ભવ્ય વિજય મેળવવામાં સફળ રહ્યા છે. હરીશ પટેલની જીતે કોંગ્રેસના રણનીતિકારોને વિચારતા કરી દીધા છે કે ટિકિટની ફાળવણીમાં થયેલી ભૂલ પક્ષને કેટલી ભારે પડી શકે છે.
આ પણ વાંચોઃ Gujarat Local Body Election Results 2026: બારેજામાં અપક્ષોનો દબદબો, સુરત-નખત્રાણામાં ભાજપની જીતની હેટ્રિક
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

