જામનગરમાં વિદેશ મોકલવાની લાલચ આપી લાખોની છેતરપીંડી : મહિલા સહિત 3 આરોપી સામે ગુન્હો નોંધાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jamnagar Fraud Case : જામનગર શહેરમાં વિદેશ મોકલવાની લાલચ આપી નાગરિકો પાસેથી લાખો રૂપિયા હડપ કરનાર ગેંગ સામે પોલીસ દ્વારા ગુન્હો નોંધવામાં આવ્યો છે. આ પ્રકરણમાં એક મહિલા સહિત ત્રણ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ સીટી ‘સી’ ડિવિઝન પોલીસ મથક ખાતે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 316(2), 318(4) તથા 54 હેઠળ નોંધાયો છે.
ફરિયાદ મુજબ આરોપી રાજેન્દ્ર મુળુભાઈ રાજગોર (રહે-કેદાર પાર્ક, ઢીચડા રોડ, જામનગર) તેમજ નિઝામ યુસુફભાઈ સમા અને રીજવાનાબેન હમીરભાઈ સોરાએ મળીને ફરીયાદી પોરબંદરની એક મહિલા ઇલાબેન ગલાભાઈ જાડેજા અને અન્ય લોકોને વિદેશ મોકલવાની લાલચ આપી હતી. આરોપીઓએ ફરીયાદી પાસેથી રૂપિયા ચાર લાખ પચાસ હજાર અને અન્ય સાક્ષી પાસેથી રૂપિયા બે લાખ વીસ હજાર મેળવી કુલ રૂપિયા છ લાખ સિત્તેર હજારની છેતરપીંડી કરી હોવાનું બહાર આવ્યું છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

