Gujarat Local body election 2026 : 'ગરમી વધે તે પહેલા મતદાન', આકરા તાપથી બચવા ગુજરાતના મતદારોએ સવારથી જ મતદાન કેન્દ્રો પર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 41 થી 44 ડિગ્રી સુધીની આકરી ગરમી અને હીટવેવની આગાહી કરવામાં આવી હોવા છતાં, મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બપોરના સમયે તાપમાનનો પારો આસમાને પહોંચશે તેવી શક્યતાને જોતા લોકો વહેલી સવારથી જ મતદાન મથકો પર ઉમટી પડ્યા છે.
સવારથી જ મતદારોની લાંબી કતારો
હવામાન નિષ્ણાતોએ કરેલી આગાહી મુજબ આજે આકરો તાપ પડવાનો છે. આ સ્થિતિને સમજીને જાગૃત નાગરિકો સવારે 7 વાગ્યાથી જ લાઈનોમાં ઉભા રહી ગયા છે. લોકોનો એક જ સૂર છે કે ગરમીનું જોર વધે તે પહેલા જ પોતાનો કિંમતી મત આપી દેવો હિતાવહ છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ વહેલા મતદાનને પ્રાધાન્ય આપી રહ્યા છે.
ચૂંટણી પંચ દ્વારા 'હીટ-સેફ' વ્યવસ્થા
ગરમીના પ્રકોપને જોતા ચૂંટણી પંચ અને સ્થાનિક પ્રશાસને મતદારો માટે ખાસ સુવિધાઓ ઊભી કરી છે.દરેક મતદાન મથક પર પ્રાથમિક સારવારની કીટ અને આરોગ્ય કર્મચારીઓ હાજર રખાયા છે. ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવા માટે મતદારો માટે ઠંડા પીવાના પાણી અને ORS ના પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે. લાંબી કતારોમાં ઉભેલા મતદારોને સીધા તાપથી બચાવવા માટે મંડપ અને શેડ બાંધવામાં આવ્યા છે.હવામાન વિભાગની લાલ આંખ
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પશ્ચિમી પવનોના કારણે અમદાવાદ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પારો 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. રાજ્યના અનેક શહેરોમાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું હોવાથી તંત્ર કોઈ પણ જોખમ લેવા માંગતું નથી.
આ પણ વાંચો: Gujarat Local body election 2026 : કેશોદમાં મતદાન પૂર્વે ભાજપનો આંતરિક ડખો સપાટી પર, જૂની અદાવતમાં કાર્યકરો વચ્ચે ખેલાયો ખૂની ખેલ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

