Gujarat : KYC, SAKSHAM તથા VHA જેવી એપ્લીકેશન્સ જે દરેક મતદારો ઉપયોગી

ભારતના ચૂંટણી પંચ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ વાવ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો સહભાગી બને, તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલ દ્વારા અપીલ કરવામાં આવી છે ત્યારે ખાસ કરીને નવા મતદારોમાં ચૂંટણી કાર્ડ અંગે, મતદાર યાદીમાં નામ અંગે તથા મતદાન મથક અને બૂથ લેવલ ઓફિસર(BLO) જેવા ઘણા પ્રશ્નો ઉદભવતા હોય છે. ECI દ્વારા મતદારો તેમજ ઉમેદવારો માટે વિવિધ પ્રકારની એપ્લીકેશન્સ ઉ૫લબ્ઘ કરાવવામાં આવેલ છે. જે પૈકી KYC, Saksham, તથા VHA જેવી એપ્લીકેશન્સ દરેક મતદારો તેમજ ઉમેદવારો માટે ઉપયોગી સાબીત થાય છે. આ રીતે કરો એપનો ઉપયોગ આ એપ્લિકેશનમાંથી એક છે-વોટર હેલ્પલાઇન એપ એ મતદારોના અનેક સવાલોનું ડિજિટલ સમાધાન અને સમસ્યાઓનું 'વન સ્ટોપ સોલ્યુશન' છે.વોટર હેલ્પલાઇન એપ(VHA) પર ઉપલબ્ધ સુવિધાઓ Link-https://play.google.com/store/apps/details?id=com.eci.citizen&hl=en_IN 1-આ એપ પરથી મતદાર મતદાન અંગેના જરૂરી ફોર્મ જેવા કે, નવા મતદાર તરીકે અરજી માટેનું ફોર્મ, ટ્રાન્સફર અથવા શિફ્ટિંગ માટેનું ફોર્મ, મતદાતા યાદીમાંથી નામ કમી કરાવવા માટેનું કે સુધારા માટેનું ફોર્મ વગેરે જેવાં ફોર્મ ભરીને અરજી કરી શકે છે. 2-મતદારો મતદાતા યાદીમાં તેમનું નામ ચકાસી શકે છે. 3-મતદારો તેમના મતદાન મથકની વિગતો સહિત તેમના BLO(બૂથ લેવલ ઓફિસર)/ERO(ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર્સ)ની વિગતો મેળવી શકે છે. 4- મતદાતાઓ આ એપ પરથી e-EPIC(ઈ - ઇલેક્શન ફોટો આઈડેન્ટિટી કાર્ડ) પણ ડાઉનલોડ કરી શકે છે. 5-ડુપ્લીકેટ e-EPIC(ઈ - ઇલેક્શન ફોટો આઈડેન્ટિટી કાર્ડ) મેળવી શકે છે. 6-પોતાની અરજીની સ્થિતિ ચકાસી શકે છે. 7-અરજી કરેલ ફોર્મ સેવ કરી શકાય છે. 8-ફરિયાદ કરી શકાય છે તથા કરેલી ફરિયાદની સ્થિતિ જોઈ શકાય છે. 9-ઉમેદવારની પ્રોફાઈલ અને એફિડેવિટ મેળવી શકાય છે, ડાઉનલોડ કરીને શેર કરી શકાય છે. 10-ચૂંટણી પરિણામો મેળવી શકાય છે. ઉમેદવારના નામ શોધી શકાય KYC (Know Your Candidate)Application Link-https://play.google.com/store/apps/details?id=com.eci.ksa 1-KYC App ૫ર ઉમેદવારોને નામથી શોધી શકાય છે તથા જોઇ શકાય છે. 2-KYC App ૫ર ઉમેદવારોના તેમની ઉમેદવારી ૫ત્ર સંબંઘિત માહિતી, સોગંદનામાની વિગતો (ઉમેદવારોના ગુનાહિત ભૂતકાળની માહિતી) સહિત ઉ૫લબ્ધ છે. સક્ષમ એપ્લિકેશન Link-https://play.google.com/store/apps/details?id=pwd.eci.com.pwdapp - PwD મતદાર તરીકે નામ અંકિત કરાવવું. - વ્હીલચેર માટે વિનંતી કરવી. - મતદારયાદીમાં નવું નામ નોંધાવવું/નામ રદ કરાવવું/સુધારા-વધારા કરવા. - સ્થળાંતર માટે સિવિજિયલ એપ્લિકેશન Link-https://play.google.com/store/apps/details?id=in.nic.eci.cvigil નાગરિકો માટે ચૂંટણી દરમિયાન આદર્શ આચારસંહિતા અને ખર્ચના ઉલ્લંઘનની જાણ કરવા માટે એક નવીન મોબાઇલ એપ્લિકેશન છે.વાવ વિસ્તારના દરેક મતદારો અને ઉમેદવારો આજે જ આ અત્યંત ઉપયોગી એપ્લિકેશનો પર રજિસ્ટ્રેશન કરીને પોતાનું એકાઉન્ટ બનાવવું જોઈએ, જેથી કરીને તેઓ મતદાન તથા ચૂંટણી સંબંધિત અનેકવિધ સુવિધાઓ પોતાના આંગળીના ટેરવે મેળવી શકે અને લોકશાહીના આ મહાપર્વમાં કોઇ પણ સમસ્યા વગર સહભાગી થઈ શકે છે. 

Gujarat : KYC, SAKSHAM તથા VHA જેવી એપ્લીકેશન્સ જે દરેક મતદારો ઉપયોગી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભારતના ચૂંટણી પંચ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ વાવ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો સહભાગી બને, તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલ દ્વારા અપીલ કરવામાં આવી છે ત્યારે ખાસ કરીને નવા મતદારોમાં ચૂંટણી કાર્ડ અંગે, મતદાર યાદીમાં નામ અંગે તથા મતદાન મથક અને બૂથ લેવલ ઓફિસર(BLO) જેવા ઘણા પ્રશ્નો ઉદભવતા હોય છે. ECI દ્વારા મતદારો તેમજ ઉમેદવારો માટે વિવિધ પ્રકારની એપ્લીકેશન્સ ઉ૫લબ્ઘ કરાવવામાં આવેલ છે. જે પૈકી KYC, Saksham, તથા VHA જેવી એપ્લીકેશન્સ દરેક મતદારો તેમજ ઉમેદવારો માટે ઉપયોગી સાબીત થાય છે.

આ રીતે કરો એપનો ઉપયોગ

આ એપ્લિકેશનમાંથી એક છે-વોટર હેલ્પલાઇન એપ એ મતદારોના અનેક સવાલોનું ડિજિટલ સમાધાન અને સમસ્યાઓનું 'વન સ્ટોપ સોલ્યુશન' છે.વોટર હેલ્પલાઇન એપ(VHA) પર ઉપલબ્ધ સુવિધાઓ Link-https://play.google.com/store/apps/details?id=com.eci.citizen&hl=en_IN

1-આ એપ પરથી મતદાર મતદાન અંગેના જરૂરી ફોર્મ જેવા કે, નવા મતદાર તરીકે અરજી માટેનું ફોર્મ, ટ્રાન્સફર અથવા શિફ્ટિંગ માટેનું ફોર્મ, મતદાતા યાદીમાંથી નામ કમી કરાવવા માટેનું કે સુધારા માટેનું ફોર્મ વગેરે જેવાં ફોર્મ ભરીને અરજી કરી શકે છે.

2-મતદારો મતદાતા યાદીમાં તેમનું નામ ચકાસી શકે છે.

3-મતદારો તેમના મતદાન મથકની વિગતો સહિત તેમના BLO(બૂથ લેવલ ઓફિસર)/ERO(ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર્સ)ની વિગતો મેળવી શકે છે.

4- મતદાતાઓ આ એપ પરથી e-EPIC(ઈ - ઇલેક્શન ફોટો આઈડેન્ટિટી કાર્ડ) પણ ડાઉનલોડ કરી શકે છે.

5-ડુપ્લીકેટ e-EPIC(ઈ - ઇલેક્શન ફોટો આઈડેન્ટિટી કાર્ડ) મેળવી શકે છે.

6-પોતાની અરજીની સ્થિતિ ચકાસી શકે છે.

7-અરજી કરેલ ફોર્મ સેવ કરી શકાય છે.

8-ફરિયાદ કરી શકાય છે તથા કરેલી ફરિયાદની સ્થિતિ જોઈ શકાય છે.

9-ઉમેદવારની પ્રોફાઈલ અને એફિડેવિટ મેળવી શકાય છે, ડાઉનલોડ કરીને શેર કરી શકાય છે.

10-ચૂંટણી પરિણામો મેળવી શકાય છે.

ઉમેદવારના નામ શોધી શકાય

KYC (Know Your Candidate)Application

Link-https://play.google.com/store/apps/details?id=com.eci.ksa

1-KYC App ૫ર ઉમેદવારોને નામથી શોધી શકાય છે તથા જોઇ શકાય છે.

2-KYC App ૫ર ઉમેદવારોના તેમની ઉમેદવારી ૫ત્ર સંબંઘિત માહિતી, સોગંદનામાની વિગતો (ઉમેદવારોના ગુનાહિત ભૂતકાળની માહિતી) સહિત ઉ૫લબ્ધ છે.

સક્ષમ એપ્લિકેશન

Link-https://play.google.com/store/apps/details?id=pwd.eci.com.pwdapp

- PwD મતદાર તરીકે નામ અંકિત કરાવવું.

- વ્હીલચેર માટે વિનંતી કરવી.

- મતદારયાદીમાં નવું નામ નોંધાવવું/નામ રદ કરાવવું/સુધારા-વધારા કરવા.

- સ્થળાંતર માટે

સિવિજિયલ એપ્લિકેશન

Link-https://play.google.com/store/apps/details?id=in.nic.eci.cvigil

નાગરિકો માટે ચૂંટણી દરમિયાન આદર્શ આચારસંહિતા અને ખર્ચના ઉલ્લંઘનની જાણ કરવા માટે એક નવીન મોબાઇલ એપ્લિકેશન છે.વાવ વિસ્તારના દરેક મતદારો અને ઉમેદવારો આજે જ આ અત્યંત ઉપયોગી એપ્લિકેશનો પર રજિસ્ટ્રેશન કરીને પોતાનું એકાઉન્ટ બનાવવું જોઈએ, જેથી કરીને તેઓ મતદાન તથા ચૂંટણી સંબંધિત અનેકવિધ સુવિધાઓ પોતાના આંગળીના ટેરવે મેળવી શકે અને લોકશાહીના આ મહાપર્વમાં કોઇ પણ સમસ્યા વગર સહભાગી થઈ શકે છે.