Gujarat Jantri Rate: રાજ્યમાં જંત્રી સામે 7,200થી વધુ વાંધા અરજી થઈ
રાજ્યમાં જંત્રીના ડ્રાફ્ટને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં જંત્રી સામે 7,200થી વધુ વાંધા અરજી થઈ છે. રાજ્યભરમાં કેટલીક અરજીઓ ઓનલાઈન અને કેટલીક અરજીઓ ઓફલાઈન કરવામાં આવી છે. આ સાથે જ કેટલાક વિસ્તારમાં જંત્રી વધારવા માટે પણ અરજી થઈ છે.સમિતિ તમામ અરજીઓની સમીક્ષા કરીને રાજ્ય સરકારને અહેવાલ સુપ્રત કરશે જણાવી દઈએ કે જિલ્લા કક્ષાએ બનેલી સમિતિ હવે આ તમામ અરજીઓની સમીક્ષા કરશે. સમિતિ તમામ અરજીઓની સમીક્ષા કરીને રાજ્ય સરકારને અહેવાલ સુપ્રત કરશે. ત્યારબાદ જંત્રી દર બાબતે રાજ્ય સરકાર અંતિમ નિર્ણય કરશે. ઉલ્લેખનીય છે કે 20 જાન્યુઆરી 2025 જંત્રી સામે વાંધા અરજી કરવાનો અંતિમ દિવસ છે. રાજ્ય સરકારે જંત્રી સુધારણા સમિતિની રચના કરી 2 જાન્યુઆરીએ જ રાજ્ય સરકારે જંત્રી સુધારણા સમિતિની રચના કરી હતી. તમામ સમિતિમાં જિલ્લા કલેક્ટરોને સમિતિના અધ્યક્ષ નીમવામાં આવ્યા છે. મનપા, નપા, UDA અને ગ્રામ્ય કક્ષાએ સમિતિની રચના કરવામાં આવી છે. કલેક્ટર સહિત સમિતિમાં મનપાના 7, નપા, UDAના 6 સભ્યો અને ગ્રામ્ય કક્ષાની સમિતિમાં કુલ 5 સભ્યો રહેશે. જેમાં જંત્રી વિવાદ,જંત્રીની ક્ષતિઓ સહિતના વિષયો મુકવામાં આવ્યા છે. સમિતિએ 15 દિવસમાં પોતાનો અભિપ્રાય આપવો પડશે અને ગુજરાત સ્ટેમ્પ ડ્યુટી કચેરીને અભિપ્રાય મોકલવો પડશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં જંત્રીના ડ્રાફ્ટને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં જંત્રી સામે 7,200થી વધુ વાંધા અરજી થઈ છે. રાજ્યભરમાં કેટલીક અરજીઓ ઓનલાઈન અને કેટલીક અરજીઓ ઓફલાઈન કરવામાં આવી છે. આ સાથે જ કેટલાક વિસ્તારમાં જંત્રી વધારવા માટે પણ અરજી થઈ છે.
સમિતિ તમામ અરજીઓની સમીક્ષા કરીને રાજ્ય સરકારને અહેવાલ સુપ્રત કરશે
જણાવી દઈએ કે જિલ્લા કક્ષાએ બનેલી સમિતિ હવે આ તમામ અરજીઓની સમીક્ષા કરશે. સમિતિ તમામ અરજીઓની સમીક્ષા કરીને રાજ્ય સરકારને અહેવાલ સુપ્રત કરશે. ત્યારબાદ જંત્રી દર બાબતે રાજ્ય સરકાર અંતિમ નિર્ણય કરશે. ઉલ્લેખનીય છે કે 20 જાન્યુઆરી 2025 જંત્રી સામે વાંધા અરજી કરવાનો અંતિમ દિવસ છે.
રાજ્ય સરકારે જંત્રી સુધારણા સમિતિની રચના કરી
2 જાન્યુઆરીએ જ રાજ્ય સરકારે જંત્રી સુધારણા સમિતિની રચના કરી હતી. તમામ સમિતિમાં જિલ્લા કલેક્ટરોને સમિતિના અધ્યક્ષ નીમવામાં આવ્યા છે. મનપા, નપા, UDA અને ગ્રામ્ય કક્ષાએ સમિતિની રચના કરવામાં આવી છે. કલેક્ટર સહિત સમિતિમાં મનપાના 7, નપા, UDAના 6 સભ્યો અને ગ્રામ્ય કક્ષાની સમિતિમાં કુલ 5 સભ્યો રહેશે. જેમાં જંત્રી વિવાદ,જંત્રીની ક્ષતિઓ સહિતના વિષયો મુકવામાં આવ્યા છે. સમિતિએ 15 દિવસમાં પોતાનો અભિપ્રાય આપવો પડશે અને ગુજરાત સ્ટેમ્પ ડ્યુટી કચેરીને અભિપ્રાય મોકલવો પડશે.