Gujarat GST Collection: જાન્યુઆરીમાં રાજ્યની GST આવકમાં 17 ટકાનો વધારો
ગુજરાત સરકારને GST દ્વારા જાન્યુઆરી મહિનામાં તગડી આવક થઈ છે. જાન્યુઆરી 2025માં રાજ્યની GST આવકમાં મોટો વધારો નોંધાયો છે. જાન્યુઆરી 2025માં રાજ્યની GST આવકમાં 17 ટકાનો વધારો નોંધાયો છે. રાજ્યના કર વિભાગને GST દ્વારા 6,873 કરોડ રૂપિયાની મોટી આવક થઈ છે. જે આવક જાન્યુઆરી 2024માં થયેલી આવક કરતા 17 ટકા વધુ છે.ત્રીજા કવાર્ટરમાં ગુજરાતમાં જીએસટીની આવકમાં 19 ટકાનો વધારો નોંધાયો હતો તમને જણાવી દઈએ કે રાજ્યને જાન્યુઆરી 2025માં વેટ હેઠળ રૂપિયા 2,856 કરોડની આવક થઈ છે તો વિદ્યુત શુલ્ક હેઠળ 2,998 કરોડ રૂપિયાની આવક નોંધાઈ છે. જ્યારે વ્યવસાય વેરા હેઠળ સરકારને રૂપિયા 21 કરોડની આવક થઈ છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં જીએસટીની આવકમાં મોટો વધારો નોંધાયો હતો. ત્રીજા કવાર્ટરમાં ગુજરાતમાં જીએસટીની આવકમાં 19 ટકાનો વધારો નોંધાયો હતો. ચાલુ નાણાકીય વર્ષે ત્રીજા ત્રિમાસિક ગાળામાં જીએસટી હેઠળ 18,448 કરોડ રૂપિયાની આવક થઈ હતી. નાણાકીય વર્ષ 2024-25માં સરકારનું કુલ GST કલેક્શન 16.33 લાખ કરોડ રૂપિયા નવેમ્બરમાં જીએસટી કલેક્શન 8.5 ટકા વધીને રૂ. 1.82 લાખ કરોડ થયું હતું. નાણા મંત્રાલયના ડેટા અનુસાર એપ્રિલ-ડિસેમ્બરના સમયગાળા માટે કલેક્શન રૂ. 16.34 લાખ કરોડ છે. તે જ સમયે ઓક્ટોબરમાં ગ્રોસ GST કલેક્શન 9 ટકા વધીને રૂ. 1.87 લાખ કરોડથી વધુ થઈ ગયું છે. જે સ્થાનિક વેચાણમાં વધારાના કારણે અત્યાર સુધીનું બીજું સૌથી વધુ કલેક્શન છે. નાણાકીય વર્ષ 2024-25માં સરકારનું કુલ GST કલેક્શન 16.33 લાખ કરોડ રૂપિયા છે. આ ડેટા એપ્રિલ 2024થી ડિસેમ્બર 2024 સુધીનો છે, નાણાકીય વર્ષ 2024-25 સમાપ્ત થવામાં હજુ ત્રણ મહિના બાકી છે. તમને જણાવી દઈએ કે નાણાકીય વર્ષ 2023-24માં સરકારને GST કલેક્શનમાંથી 20.14 લાખ કરોડ રૂપિયા મળ્યા હતા, જ્યારે FY 2022-23માં GSTથી સરકારી તિજોરીમાં 14.96 લાખ કરોડ રૂપિયા આવ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત સરકારને GST દ્વારા જાન્યુઆરી મહિનામાં તગડી આવક થઈ છે. જાન્યુઆરી 2025માં રાજ્યની GST આવકમાં મોટો વધારો નોંધાયો છે. જાન્યુઆરી 2025માં રાજ્યની GST આવકમાં 17 ટકાનો વધારો નોંધાયો છે. રાજ્યના કર વિભાગને GST દ્વારા 6,873 કરોડ રૂપિયાની મોટી આવક થઈ છે. જે આવક જાન્યુઆરી 2024માં થયેલી આવક કરતા 17 ટકા વધુ છે.
ત્રીજા કવાર્ટરમાં ગુજરાતમાં જીએસટીની આવકમાં 19 ટકાનો વધારો નોંધાયો હતો
તમને જણાવી દઈએ કે રાજ્યને જાન્યુઆરી 2025માં વેટ હેઠળ રૂપિયા 2,856 કરોડની આવક થઈ છે તો વિદ્યુત શુલ્ક હેઠળ 2,998 કરોડ રૂપિયાની આવક નોંધાઈ છે. જ્યારે વ્યવસાય વેરા હેઠળ સરકારને રૂપિયા 21 કરોડની આવક થઈ છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં જીએસટીની આવકમાં મોટો વધારો નોંધાયો હતો. ત્રીજા કવાર્ટરમાં ગુજરાતમાં જીએસટીની આવકમાં 19 ટકાનો વધારો નોંધાયો હતો. ચાલુ નાણાકીય વર્ષે ત્રીજા ત્રિમાસિક ગાળામાં જીએસટી હેઠળ 18,448 કરોડ રૂપિયાની આવક થઈ હતી.
નાણાકીય વર્ષ 2024-25માં સરકારનું કુલ GST કલેક્શન 16.33 લાખ કરોડ રૂપિયા
નવેમ્બરમાં જીએસટી કલેક્શન 8.5 ટકા વધીને રૂ. 1.82 લાખ કરોડ થયું હતું. નાણા મંત્રાલયના ડેટા અનુસાર એપ્રિલ-ડિસેમ્બરના સમયગાળા માટે કલેક્શન રૂ. 16.34 લાખ કરોડ છે. તે જ સમયે ઓક્ટોબરમાં ગ્રોસ GST કલેક્શન 9 ટકા વધીને રૂ. 1.87 લાખ કરોડથી વધુ થઈ ગયું છે. જે સ્થાનિક વેચાણમાં વધારાના કારણે અત્યાર સુધીનું બીજું સૌથી વધુ કલેક્શન છે. નાણાકીય વર્ષ 2024-25માં સરકારનું કુલ GST કલેક્શન 16.33 લાખ કરોડ રૂપિયા છે. આ ડેટા એપ્રિલ 2024થી ડિસેમ્બર 2024 સુધીનો છે, નાણાકીય વર્ષ 2024-25 સમાપ્ત થવામાં હજુ ત્રણ મહિના બાકી છે. તમને જણાવી દઈએ કે નાણાકીય વર્ષ 2023-24માં સરકારને GST કલેક્શનમાંથી 20.14 લાખ કરોડ રૂપિયા મળ્યા હતા, જ્યારે FY 2022-23માં GSTથી સરકારી તિજોરીમાં 14.96 લાખ કરોડ રૂપિયા આવ્યા હતા.