Gujarat Dam level Report: રાજ્યમાં વરસાદના કારણે 48 ડેમ હાઇ એલર્ટ પર, સરદાર સરોવરમાં 58.82 ટકા પાણીનો જથ્થો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો બીજી તરફ ડાંગ, તાપી, નવસારીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સિઝનનો કૂલ 55.02 ટકા વરસાદ નોંધાયો છે.
ચાલુ સિઝનનો કૂલ 55.02 ટકા વરસાદ નોંધાયો
રાજ્યમાં ચાલુ સિઝનનો કૂલ 55.02 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છમાં 63.99, ઉત્તર ગુજરાતમાં 54.03, મધ્ય પૂર્વ ગુજરાતમાં 51.55, સૌરાષ્ટ્રમાં 53.72 અને દક્ષિણ ગુજરાતમાં 58.64 ટકા વરસાદ નોંધાયો છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે 27 જુલાઇથી 31 જુલાઇ સુધી વરસાદ થવાની સંભાવનાઓ છે. 2 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી વરસાદ વિરામ લેશે.15 ઓગસ્ટથી અરબ સાગરમાં વરસાદની સિસ્ટમ બનશે. 15 થી 31 ઓગસ્ટ સુધી સારો વરસાદ પડશે.સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ પડશે. જુલાઈના અંતમાં ફરી એક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. ત્યાર બાદ વરસાદ લાંબા વિરામ પર જઈ શકે છે.
207 જળાશયોમાં 60.05 ટકા પાણીનો જથ્થો
વરસાદને કારણે રાજ્યમાં 207 જળાશયોમાં આજની તારીખે 60.05 ટકા પાણીનો જથ્થો છે. જેમાં નર્મદા ડેમમાં 58.82 ટકા, ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 55.91 ટકા, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 65.51 ટકા, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 59.42 ટકા અને કચ્છના 20 ડેમમાં 56.06 ટકા પાણીનો જથ્થો છે. રાજ્યના 28 જળાશયો 100ટકા, 62 જળાશયો 70 થી 100 ટકા, 41 જળાશયો 50 થી 70 ટકા, 37 જળાશયો 25 થી 50 ટકા તેમજ 38 જળાશયો 25 ટકા કરતાં ઓછા ભરાયેલા છે.સમગ્ર રાજ્યમાં વરસાદના પગલે 48 ડેમ હાઇ એલર્ટ, 19 ડેમ એલર્ટ અને 23 ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે.
What's Your Reaction?






