Gujarat Cabinet Meeting: દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પાણી અને ઘાસચારા મુદ્દે થશે ચર્ચા! મંગળવારે CM કરશે બેઠક

Nov 16, 2026 - 19:30
Gujarat Cabinet Meeting: દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પાણી અને ઘાસચારા મુદ્દે થશે ચર્ચા! મંગળવારે CM કરશે બેઠક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રવાસના કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને સામાન્ય દિવસ કરતાં અલગ એટલે કે મંગળવારે રાજ્ય મંત્રીમંડળની મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે. ગાંધીનગર ખાતે 17 નવેમ્બરની સાંજે 5:30 કલાકે મળનારી આ બેઠકની અધ્યક્ષતા ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે, જેમાં રાજ્યના વિકાસ અને પ્રજાકીય હિતના વિવિધ મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવશે.

રવિ સિઝનના સિંચાઈના પાણી અંગે સમીક્ષા

રાજ્યમાં હાલ ચાલી રહેલી રવિ સિઝનને ધ્યાનમાં રાખીને ખેડૂતો માટે સિંચાઈના પાણીની ઉપલબ્ધતા અને વિતરણ વ્યવસ્થા અંગે આ બેઠકમાં વિશેષ સમીક્ષા કરવામાં આવશે. ખેડૂતોને સમયસર અને પૂરતું પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા આગામી સમયમાં કેવા પગલાં લેવાશે તેની રૂપરેખા તૈયાર કરવામાં આવશે.

દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પીવાનું પાણી અને ઘાસચારાની સ્થિતિ પર ચર્ચા

રાજ્યના સંભવિત કે દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી તેમજ પશુધન માટે પૂરતા પ્રમાણમાં ઘાસચારો મળી રહે તે અંગે કેબિનેટમાં ગંભીર ચર્ચા થશે. સરકાર દ્વારા આ વિસ્તારોમાં રાહત કામગીરી અને આગામી આયોજનો અંગે પણ સમીક્ષા કરવામાં આવશે.

આદિજાતિ વિસ્તારોના કાર્યક્રમો અને સ્નેહમિલન અંગે મંથન

આ બેઠકમાં આદિજાતિ (ટ્રાઇબલ) વિસ્તારોમાં યોજાનારા વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમો તથા મુખ્યમંત્રીની મુલાકાતો બાબતે વિસ્તૃત સમીક્ષા હાથ ધરાશે. આ ઉપરાંત, ધારાસભ્યો અને પદાધિકારીઓ દ્વારા પોતાના મત વિસ્તારમાં યોજાનારા સ્નેહમિલન સમારોહ તેમજ રાજ્ય સરકારના આગામી નીતિગત વિષયો અને કાર્યક્રમો પર પણ ચર્ચા કરવામાં આવશે.


આ પણ વાંચો: Ahmedabad News: સોશિયલ મીડિયા પરથી પ્રેમ, મૈત્રી કરાર અને પછી આત્મહત્યા, પતિ સહિત ચાર જેલના સળિયા પાછળ!


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0