Gujarat Budget 2025: સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની જરૂરિયાત પહોંચી વળવા બજેટમાં શું?

ગુજરાત સરકારના નાણામંત્રી કનુદેસાઇ દ્વારા ચોથી વાર રાજ્યનું બજેટ રજૂ કરવામાં આવ્યું. નાણાકીય વર્ષ 2025-26નું આ પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. ગુજરાતનું 3લાખ 70હજાર 250 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ત્યારે આવો જાણીએ બજેટમાં પાણી પુરવઠાને લઇને શું જાહેરાત કરવામાં આવી. આદિજાતિ વિસ્તારમાં મળી રહેશે પીવાનું પાણી રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડની સ્થાપનાથી લોકોને ગુણવત્તાયુક્ત પીવાનું પાણી મળી રહે છે. જે રાજ્ય સરકારની મોટી સિદ્ધિ છે. રાજ્યના આદિજાતિ વિસ્તારના 14 જીલ્લાના ડુંગરાળ અને અંતરિયાળ ગામોમાં પાણી મળી રહે તે માટે અંબાજીથી ઉમરગામ સુધી વિવિધ પાણી પુરવઠા યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે. આદિવાસી વિસ્તારના ડાંગ જીલ્લાના કુલ 276 ગામો તથા ૩ શહેરોનો સમાવેશ કરતી ડાંગ જીલ્લાની જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત અંદાજીત ₹866 કરોડના કામો પ્રગતિ હેઠળ હોવાનું બજેટમાં જણાવ્યું છે. આદિજાતિ વિસ્તારના 14 જીલ્લાના 53 તાલુકાના ગામોની આંતરિક પાણી પુરવઠા યોજનાઓની સુચારુ મરામત અને નિભાવણી થાય તે માટે તથા ગ્રામ પંચાયતો દ્વારા પાણી વેરાની મહત્તમ વસૂલાત કરવામાં આવે તે માટે પ્રોત્સાહક રકમ આપવા ₹63 કરોડની જોગવાઇ. સૌરાષ્ટ્રમાં પીવાના પાણી માટે શું? સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભવિષ્યની પીવાના પાણીની જરૂરીયાતને પહોંચી વળવા તેમજ નર્મદા આધારિત માળિયા તથા વલ્લભીપુર બ્રાંચ કેનાલ ઉપરનો આધાર ઘટાડવા માટે ઢાંકીથી માળીયા, ઢાંકીથી નાવડા અને ધરાઇ-ભેંસાણ બલ્ક પાઇપલાઇનનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત; ઢાંકીથી માળીયા સુધીની નવીન 120 કિ.મી. લંબાઇની બલ્ક પાઇપલાઇનના અંદાજીત ₹1200 કરોડના કામોનું આયોજન કરવામાં આવ્યુ છે. ક્યાં ક્યાં પાઇપલાઇન નાંખવાનું કામ પ્રગતિ હેઠળ? અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર જીલ્લાઓ માટેની ઢાંકીથી નાવડા સુધીની 97 કિ.મી બલ્ક પાઇપલાઇનના અંદાજીત કિંમત ₹1044 કરોડના કામો પ્રગતિ હેઠળ હોવાનું જણાવ્યું છે. જુનાગઢ જીલ્લા માટેની ધરાઇથી ભેંસાણ સુઘીની 63 કિ.મી લંબાઇની બલ્ક પાઇપલાઇનના અંદાજીત રકમ ₹392 કરોડના કામો પ્રગતિ હેઠળ. ગાંધીનગર ખાતે સેન્ટ્રલ મોનીટરીંગ સ્ટેશન દ્વારા રીયલ ટાઇમ મોનીટરીંગ કરવા માટે કુલ 2263 સ્માર્ટ વોટર ફ્લોમીટર અને ૫૦૦ ઓનલાઇન કવોલીટી એનાલાઇઝર લગાડવાની કામગીરી પ્રગતિ હેઠળ. પીવાના પાણીની ગુણવત્તા અને નિયમનને વઘુ સુદ્રઢ કરવા માટે તાલુકા કક્ષાએ ૧૦ નવીન લેબોરેટરીઓની સ્થાપના તથા હાલની લેબોરેટરીઓ માટે ₹16 કરોડની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે.

Gujarat Budget 2025: સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની જરૂરિયાત પહોંચી વળવા બજેટમાં શું?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત સરકારના નાણામંત્રી કનુદેસાઇ દ્વારા ચોથી વાર રાજ્યનું બજેટ રજૂ કરવામાં આવ્યું. નાણાકીય વર્ષ 2025-26નું આ પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. ગુજરાતનું 3લાખ 70હજાર 250 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ત્યારે આવો જાણીએ બજેટમાં પાણી પુરવઠાને લઇને શું જાહેરાત કરવામાં આવી.

આદિજાતિ વિસ્તારમાં મળી રહેશે પીવાનું પાણી

  • રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડની સ્થાપનાથી લોકોને ગુણવત્તાયુક્ત પીવાનું પાણી મળી રહે છે. જે રાજ્ય સરકારની મોટી સિદ્ધિ છે. રાજ્યના આદિજાતિ વિસ્તારના 14 જીલ્લાના ડુંગરાળ અને અંતરિયાળ ગામોમાં પાણી મળી રહે તે માટે અંબાજીથી ઉમરગામ સુધી વિવિધ પાણી પુરવઠા યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે.
  • આદિવાસી વિસ્તારના ડાંગ જીલ્લાના કુલ 276 ગામો તથા ૩ શહેરોનો સમાવેશ કરતી ડાંગ જીલ્લાની જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત અંદાજીત ₹866 કરોડના કામો પ્રગતિ હેઠળ હોવાનું બજેટમાં જણાવ્યું છે.
  • આદિજાતિ વિસ્તારના 14 જીલ્લાના 53 તાલુકાના ગામોની આંતરિક પાણી પુરવઠા યોજનાઓની સુચારુ મરામત અને નિભાવણી થાય તે માટે તથા ગ્રામ પંચાયતો દ્વારા પાણી વેરાની મહત્તમ વસૂલાત કરવામાં આવે તે માટે પ્રોત્સાહક રકમ આપવા ₹63 કરોડની જોગવાઇ.

સૌરાષ્ટ્રમાં પીવાના પાણી માટે શું?

સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભવિષ્યની પીવાના પાણીની જરૂરીયાતને પહોંચી વળવા તેમજ નર્મદા આધારિત માળિયા તથા વલ્લભીપુર બ્રાંચ કેનાલ ઉપરનો આધાર ઘટાડવા માટે ઢાંકીથી માળીયા, ઢાંકીથી નાવડા અને ધરાઇ-ભેંસાણ બલ્ક પાઇપલાઇનનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત; ઢાંકીથી માળીયા સુધીની નવીન 120 કિ.મી. લંબાઇની બલ્ક પાઇપલાઇનના અંદાજીત ₹1200 કરોડના કામોનું આયોજન કરવામાં આવ્યુ છે.

ક્યાં ક્યાં પાઇપલાઇન નાંખવાનું કામ પ્રગતિ હેઠળ?

  • અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર જીલ્લાઓ માટેની ઢાંકીથી નાવડા સુધીની 97 કિ.મી બલ્ક પાઇપલાઇનના અંદાજીત કિંમત ₹1044 કરોડના કામો પ્રગતિ હેઠળ હોવાનું જણાવ્યું છે.
  • જુનાગઢ જીલ્લા માટેની ધરાઇથી ભેંસાણ સુઘીની 63 કિ.મી લંબાઇની બલ્ક પાઇપલાઇનના અંદાજીત રકમ ₹392 કરોડના કામો પ્રગતિ હેઠળ.
  • ગાંધીનગર ખાતે સેન્ટ્રલ મોનીટરીંગ સ્ટેશન દ્વારા રીયલ ટાઇમ મોનીટરીંગ કરવા માટે કુલ 2263 સ્માર્ટ વોટર ફ્લોમીટર અને ૫૦૦ ઓનલાઇન કવોલીટી એનાલાઇઝર લગાડવાની કામગીરી પ્રગતિ હેઠળ.
  • પીવાના પાણીની ગુણવત્તા અને નિયમનને વઘુ સુદ્રઢ કરવા માટે તાલુકા કક્ષાએ ૧૦ નવીન લેબોરેટરીઓની સ્થાપના તથા હાલની લેબોરેટરીઓ માટે ₹16 કરોડની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે.